Share Market : ભારતીય શેરબજાર(Stock Market)માં પ્રારંભિક કારોબાર(Opening Bell)માં કડાકો દેખાઈ રહ્યો છે. નબળા વૈશ્વિક સંકેત સાથે શેરબજારે કારોબારની શરૂઆત મોટા ઘટાડા સાથે કરી હતી. બંને મુખ ઇન્ડેક્સ લાલ નિશાન નીચે દેખાઈ રહ્યા છે. SENSEX શુક્રવારે 773 પોઈન્ટ ઘટીને 58,152 ઉપર બંધ થયો હતો જે આજે મોટા ઘટાડા સાથે 56,720.32 ઉપર ખુલ્યો હતો. NIFTY ની વાત કરીએ તો છેલ્લા સત્રમાં 231 પોઈન્ટ ઘટીને 17,374 પર બંધ થયો હતો. આજે નિફટી 17,076.15 ની સપાટીએ ખુલ્યો હતો.
શેરબજારની છેલ્લી સ્થિતિ (11.50 AM ) |
||
SENSEX | 56,971.98 | −1,180.94 |
NIFTY | 17,018.50 | −356.25 |
શેરબજાર શરૂઆતી કારોબારમાં 2 ટકા આસપાસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં 463 શેરોમાં ખરીદારી તો 1989માં વેચવાલી જોવા મળી હતી. બીજી તરફ 100 શેરમાં કોઈ બદલાવ નજરે પડ્યો નથી.
SENSEX |
|
Open | 56,720.32 |
Prev close | 58,152.92 |
High | 57,140.46 |
Low | 56,612.07 |
NIFTY |
|
Open | 17,076.15 |
Prev close | 17,374.75 |
High | 17,099.50 |
Low | 16,916.55 |
ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્ર એટલે કે શુક્રવારે યુએસ માર્કેટમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે યુએસ બજારો લાલ નિશાન સાથે બંધ થયા છે. ડાઉ જોન્સની વાત કરીએ તો આ ઈન્ડેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 503 પોઈન્ટના ઘટાડા સાથે 34738 પર લાલ નિશાન સાથે બંધ થયો હતો. બીજી તરફ નાસ્ડેકમાં લગભગ 400 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને ઈન્ડેક્સ લાલ નિશાન સાથે 13791 ના સ્તરે બંધ થયો હતો. એશિયન બજારોની વાત કરીએ તો યુએસ બજારોની અસર SGX નિફ્ટી પર છે અને આ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે. SGX નિફ્ટી 137 પોઈન્ટ ડાઉન છે અને ઈન્ડેક્સ 17,217.00 પર ટ્રેડ થઈ રહ્યો છે.
11 ફેબ્રુઆરીના ટ્રેડિંગ દિવસ દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 108.53 કરોડનું રોકાણ કર્યું હતું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 696.90 કરોડ ઉપાડ્યા હતા.
ગત સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 773 પોઈન્ટ ઘટીને 58,152 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 231 પોઈન્ટ ઘટીને 17,374 પર બંધ થયો હતો. માર્કેટમાં ઘટાડાનું મુખ્ય કારણ યુએસમાં મોંઘવારી દર 40 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. અહીં મોંઘવારીનો દર 7.5% પર પહોંચી ગયો છે. 1 ફેબ્રુઆરી 1982 ના રોજ તે 7.6% પર હતો. યુએસ ફેડરલ રિઝર્વ માર્ચથી વ્યાજ દરમાં વધારો કરશે. ત્રીજું યુએસ પ્રમુખ જો બિડેને તેમના નાગરિકોને તાત્કાલિક યુક્રેન છોડવા માટે આહ્વાન કર્યું છે. એવી આશંકા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે.
આ પણ વાંચો : High Return Stock : આ સ્ટોકે રોકાણકારોના રૂપિયા 1 લાખને બનાવ્યા 82 લાખ, શું છે તે તમારા પોર્ટફોલિયોમાં?
આ પણ વાંચો : Sensex ની Top 10 કંપનીઓમાંથી 9ના માર્કેટ કેપમાં રૂપિયા 1.03 લાખ કરોડનો ઘટાડો થયો, TCS સૌથી વધુ ગગડ્યું
Published On - 9:17 am, Mon, 14 February 22