LIC IPO: આ મેગા IPO માં રોકાણ કરતા પહેલા આ 10 રિસ્ક ફેક્ટર્સ વિશે પણ જાણો

|

Feb 15, 2022 | 5:32 PM

LIC IPO Updates: કોરોનાને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. આવી સ્થિતિમાં દેશની સૌથી મોટી વીમા કંપનીએ મોટા પાયે ડેથ ક્લેમનો લાભ ચૂકવવો પડે છે.

LIC IPO: આ મેગા IPO માં રોકાણ કરતા પહેલા આ 10 રિસ્ક ફેક્ટર્સ વિશે પણ જાણો
LIC IPO

Follow us on

દેશના સૌથી મોટા આઈપીઓ અંગે સેબીને દસ્તાવેજો સબમિટ કરવામાં આવ્યા છે. એલઆઈસી આઈપીઓની ચર્ચા ચારેબાજુ ચાલી રહી છે. આ આઈપીઓમાં પોલિસી ધારકોને વિશેષ રિઝર્વેશન આપવામાં આવ્યું છે. સરકાર આ આઈપીઓની મેગા સક્સેસ માટે રિટેલ રોકાણકારો તેમજ વૈશ્વિક રોકાણકારોને પણ સતત અપીલ કરી રહી છે. બજાર પણ આ આઈપીઓની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે સરકાર જીવન વીમા નિગમમાં (Life Insurance Corporation) 5 ટકા હિસ્સો વેચવા માંગે છે. માનવામાં આવે છે કે આ આઈપીઓ 60-90 હજાર કરોડ રૂપિયાની વચ્ચે હશે.

જો તમે પણ આ આઈપીઓમાં રોકાણ કરવા ઈચ્છો છો, તો અમુક પ્રકારના જોખમ પરિબળને પણ સમજવું જરૂરી છે. ચાલો તેના વિશે વિગતવાર સમજીએ.

સેબીને સબમિટ કરવામાં આવેલા IPO દસ્તાવેજ (DRHP)માં વિવિધ જોખમી પરિબળોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ જોખમ વીમા વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમાંના કેટલાક આંતરિક જોખમ છે અને કેટલાક બાહ્ય જોખમ છે. પહેલા આંતરિક જોખમ પરિબળ વિશે માહિતી મેળવીએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

1 કોરોના મહામારીને કારણે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે LICની કામગીરી પર પણ અસર પડી છે. તેના કારણે એલઆઈસીનું રોકાણ ઘટ્યું છે.ડિસેમ્બર ક્વાર્ટરમાં માર્કેટ શેરમાં એલઆઈસીનો હિસ્સો રેકોર્ડ નીચા સ્તરે આવી ગયો છે. LIC શેરહોલ્ડિંગનું બજાર મૂલ્ય ઘટીને માત્ર 3.67 ટકા થયું છે. કંપનીના એજન્ટો પ્રતિબંધોને કારણે ઉત્પાદનને યોગ્ય રીતે વેચી શકતા નથી.

2 કોરોનાને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં દેશની સૌથી મોટી વીમા કંપનીએ મોટા પાયે ડેથ ક્લેમનો લાભ ચૂકવવો પડે છે. નાણાકીય વર્ષ 2018-19માં મૃત્યુ દાવાની રકમ 171288 મિલિયન, નાણાકીય વર્ષ 2019-20માં 175279 મિલિયન, નાણાકીય વર્ષ 2020-21માં 239268 મિલિયન અને ચાલુ નાણાકીય વર્ષમાં 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 2021 વચ્ચે 217341 મિલિયન હતી. આ કુલ વીમા દાવાઓના 6.79 ટકા, 6.86 ટકા, 8.29 ટકા અને 14.47 ટકા છે.

3 કોરોનાને કારણે વીમાની માંગમાં ઘણો વધારો થયો હતો. આ કટોકટી દરમિયાન, એલઆઈસીના કર્મચારીઓ અને એજન્ટોએ બ્રાન્ડ નામનો દુરુપયોગ કર્યો. એકંદરે LICની બ્રાન્ડને ભારે ફટકો પડ્યો છે.

4 એલઆઈસી વર્ષોથી પરંપરાગત રીતે કામ કરી રહી છે. આ કારણે, જોખમ વ્યવસ્થાપન સાધનો હવે અસરકારક નથી. બદલાતા સમયમાં, જોખમ મૂલ્યાંકન અને જોખમ વ્યવસ્થાપનની પદ્ધતિ બદલાઈ છે. એલઆઈસીએ આ બાબતે કોઈ મોટો ફેરફાર સ્વીકાર્યો નથી.

5 જીવન વીમા નિગમ IDBI અને LIC હાઉસિંગ ફાઇનાન્સની મૂળ કંપની છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું કે બેમાંથી કોઈ એકે આગામી મહિનાની અંદર તેનો હાઉસિંગ ફાઈનાન્સ બિઝનેસ બંધ કરવો પડશે. RBIએ આ શરતે LIC IPOને મંજૂરી આપી છે. આ એક મોટો આંચકો છે.

6 ભારતની મેક્રો અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે. LICનો બિઝનેસ સંપૂર્ણપણે ભારતીય બજાર પર નિર્ભર છે. આવી સ્થિતિમાં જો અર્થવ્યવસ્થામાં મંદી આવશે તો તેની અસર LICના બિઝનેસ પર પણ પડશે.

7 યુરોપ, અમેરિકા અને એશિયાના અન્ય દેશોના બજાર અને આર્થિક સ્થિતિની સીધી અસર ભારતના અર્થતંત્ર અને શેરબજાર પર પડે છે. અમેરિકા સહિત સમગ્ર વિશ્વ આ સમયે મોંઘવારીથી પરેશાન છે. ફેડરલ રિઝર્વ સહિત તમામ સેન્ટ્રલ બેંકો વ્યાજદરમાં વધારો કરવાનું વિચારી રહી છે. આ કારણે માર્કેટમાં કરેક્શનની શક્યતા છે અને તેની અસર આ IPO પર પણ પડશે.

8 DRHPમાં કહેવામાં આવ્યું છે કે જો રુલ્સ અને રેગ્યુલેશનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો તેની અસર બિઝનેસ પર પડશે. આવનારા સમયમાં ભારત કે દુનિયામાં કોઈપણ પ્રકારનું નાણાકીય નિયમન આવશે તો તેની અસર જોવા મળશે. કોર્પોરેટ ટેક્સ મોરચે કોઈપણ પગલાની અસર પડશે.

9 ભારતની અર્થવ્યવસ્થા સમસ્યાઓનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં સોવરિન ડેટનું રેટિંગ ઘટાડી શકાય છે. ટેક્સ અને ફિસ્કલ પોલિસીમાં ફેરફાર, ફોરેન એક્સચેન્જ રિઝર્વ પર તેની સીધી અસર પડશે.

10 LICમાં 5 ટકા હિસ્સો વેચવાની તૈયારી છે. 95 ટકા હિસ્સો હજુ પણ ભારતના રાષ્ટ્રપતિ પાસે રહેશે, જેની દેખરેખ નાણા મંત્રાલય કરે છે. આવી સ્થિતિમાં સરકાર સાથે જોડાયેલા તમામ પરિબળોની આના પર અસર પડે છે.

આ પણ વાંચો :  Closing Bell : સોમવારના કડાકાની ઉદાસી આજે આનંદમાં ફેરવાઈ, SENSEX 1736 અંક વધારા સાથે બંધ થયો

Next Article