Bhakti: શા માટે દ્વારિકાધીશના મંદિર પર ચઢાવાય છે 52 ગજની ધજા ? જાણો, મંદિરની ધજા સાથે જોડાયેલી રસપ્રદ બાબતો

મંદિરની ધર્મધજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતિક બનેલા છે. આની પાછળની માન્યતા એવી છે કે જ્યાં સુધી બ્રહ્માંડમાં સૂર્ય અને ચંદ્ર રહેશે, ત્યાં સુધી દ્વારિકાધીશ આ જગતમાં તમારું નામ રહેશે.

Bhakti: શા માટે દ્વારિકાધીશના મંદિર પર ચઢાવાય છે 52 ગજની ધજા ? જાણો, મંદિરની ધજા સાથે જોડાયેલી રસપ્રદ બાબતો
જય દ્વારિકાધીશ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Dec 01, 2021 | 8:59 AM

ગુજરાતનું દ્વારકા (dwarka) ધામ એ તો પૃથ્વી પરના ચાર મહાધામ (char dham) અને સપ્ત મોક્ષપુરીમાંથી (sapta mokshapuri) એક મનાય છે. અહીં શ્રીકૃષ્ણનું અત્યંત પ્રાચીન મંદિર શોભાયમાન છે. કે જેના મુખ્ય સ્થાનકમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકાધીશ રૂપે વિદ્યમાન થઈ ભક્તોને દર્શન આપી રહ્યા છે. પણ, સૌથી રસપ્રદ વાત તો છે આ મંદિર સાથે અને ખાસ તો તેની ધજા સાથે જોડાયેલાં કેટલાંક રહસ્યો. કે જેમાંથી કેટલાંક આજે પણ વણઉકેલાયેલાં છે. ત્યારે આવો આજે કેટલાંક આવાં જ રહસ્યો પર નજર કરીએ. 1. 52 ગજની ધજા દ્વારિકાધીશનું મંદિર 5 માળનું છે. તે 72 સ્તંભો પર સ્થાપિત છે. મંદિરનું શિખર 78.3 મીટર ઉંચું છે. શિખર પર લગભગ 84 ફૂટ લાંબી ધર્મ ધજા લહેરાતી હોય છે. એમ પણ કહેવાય છે કે આ ધજા 52 ગજની હોય છે. 2. ધજા પર સૂર્ય-ચંદ્રના પ્રતિક ! મંદિરની ધર્મ ધજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતિક બનેલા છે. આની પાછળની માન્યતા એવી છે કે જ્યાં સુધી બ્રહ્માંડમાં સૂર્ય અને ચંદ્ર રહેશે, ત્યાં સુધી જગતમાં દ્વારિકાધીશ તમારું નામ રહેશે. એક માન્યતા એ પણ છે કે સૂર્ય અને ચંદ્ર ભગવાન કૃષ્ણના પ્રતિક છે એટલે દ્વારિકાધીશના મંદિરના શિખર પર સૂર્ય ચંદ્રના ચિન્હવાળી ધજા લહેરાય છે. 3. 10 કિ.મી. દૂરથી ધજાના દર્શન ! આ ધજા એટલી મોટી છે કે મંદિરથી 10 કિ.મી. દૂરથી પણ તે લહેરાતી સ્પષ્ટપણે જોઈ શકાય છે. વળી, દૂરબીનથી જોઈએ તો તેની પર બનેલા ચિન્હ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. 4. પૂર્વની તરફ લહેરાય ધજા મંદિરના શિખર પર ધજા હંમેશા હવા જે દિશામાં હોય તે પ્રમાણે લહેરાતી રહેતી હોય છે. પરંતુ, દ્વારકા મંદિરની ધજાની ખાસિયત એ છે કે હવાની દિશા કોઇ પણ હોય, આ ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વની દિશામાં જ લહેરાતી રહે છે ! 5. કેટલીવાર બદલાય છે ધજા ? આ ભારતનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં દિવસમાં 3 વાર એટલે કે સવારે, બપોરે અને સાંજે 52 ગજની ધજા ચઢાવવામાં આવે છે. તો, વિશેષ અવસરો પર તો ધજાને 5 વાર પણ બદલવામાં આવે છે ! 6. 2 વર્ષ જોવી પડે છે રાહ ! મંદિરમાં ધજા શ્રદ્ધાળુઓ તરફથી ચઢાવવામાં આવે છે. જેના માટે નામ નોંધાવવાનું રહે છે. ઘણીવાર તો આ માટે 2 વર્ષ સુધી પણ રાહ જોવી પડે છે ! એટલે કે શ્રદ્ધાળુઓમાં આ ધજાને ચઢાવવા પાછળ અનન્ય શ્રદ્ધા અને ભક્તિ રહેલી છે, કે જેને ચઢાવવા માટે લોકો 2 વર્ષની રાહ પણ જોવે છે. 7 52 ગજનું રહસ્ય ! દ્વારિકાધીશની ધજાની લંબાઇ 52 ગજની હોય છે. તેની પાછળનું કારણ એ છે કે અહીં 56 યાદવોએ શાસન કર્યું હતું. જેમાંથી કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ, અને પ્રધ્યુમનના અલગ અલગ મંદિરો બન્યા છે જ્યાં તેમની ધજાઓ લહેરાય છે. બાકી વધેલા 52 યાદવોના રૂપમાં આ ધર્મ ધજા લહેરાય છે. એમ પણ કહેવાય છે કે 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશાઓ, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારિકાધીશ એમ મેળવીને કુલ 52 થાય છે. એક માન્યતા એવી પણ છે કે દ્વારકામાં એક સમયે 52 દ્વાર હતા. અને 52 ગજની ધજા તેનું જ પ્રતિક છે. 8.અબોટી બ્રાહ્મણ લહેરાવે છે ધજા મંદિર પર ધજા ચઢાવવાનો અને ઉતારવાનો તેમજ દક્ષિણા મેળવવાનો અધિકાર અબોટી બ્રાહ્મણને પ્રાપ્ત થાય છે. ધજા બદલવાની ઘડી એક મોટા ઉત્સવ સમાન હોય છે. નવી ધજા ચઢાવ્યા પછી જૂની ધજા પર પણ અબોટી બ્રાહ્મણોનો અધિકાર હોય છે. તેના કપડાથી ભગવાનના વસ્ત્ર વાઘા બનાવવામાં આવે છે. મંદિરની આ ધજા માટે એક ખાસ દરજી હોય છે જેની પાસે આ કામ કરાવવામાં આવે છે. 9. ધજા ગાયબ રહે છે ! ધજા ઉતારતી વખતે અને ચઢાવતી વખતે અમુક સમય માટે મંદિરના શિખર પરથી ધજા ગાયબ રહે છે. જ્યારે ધજા બદલવાની પ્રક્રિયા થતી હોય છે તે સમયે તેની સામે જોવાની પરવાનગી નથી હોતી. મનાઇ હોય છે. 10 ધજાના રંગનું રહસ્ય મંદિરના શિખર પર સાત રંગની ધજા લગાવવામાં આવે છે. શ્રીકૃષ્ણના સ્વરૂપ અને વ્યક્તિત્વમાં આ જ સાત રંગ સમાયેલા છે. મુખ્યત્વે આ રંગ છે લાલ, લીલો, પીળો, નીલો, સફેદ, ભગવો, અને ગુલાબી લાલ રંગ ઉત્સાહ, સ્ફૂર્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે. લીલો રંગ પ્રકૃતિ, ખુશાલી, આદ્યાત્મિકતા અને સુખ-શાંતિનું પ્રતિક છે. પીળો રંગ જ્ઞાન અને બુદ્ધિનું પ્રતિક છે. સફેદ રંગ શાંતિ, પવિત્રતા અને વિદ્યાનું પ્રતિક છે. ભગવો રંગ શૂરવીરતા, સાહસ અને પ્રગતિનું પ્રતિક છે. ગુલાબી રંગ એ કાંટા વચ્ચે પણ હંમેશા હસતા રહેવું અને સુગંધ પ્રસરાવવી તે વાતને સમજાવે છે.

આ પણ વાંચો : કયા પાંચ કારણના લીધે શ્રીરામે ધરતી પર લીધો જન્મ, જાણો રામચરિત માનસનું અદભુત વર્ણન

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આ પણ વાંચો : જાણો શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા આ રસપ્રદ પ્રતિક, તમારા ઘરને પણ ખુશીઓથી ભરી દેશે આ વસ્તુઓ !

g clip-path="url(#clip0_868_265)">