Bhakti: તુલસીના છોડ પાસે ક્યારેય ન કરતા આ ભૂલ, નહીંતર મુસીબતનો કરવો પડશે સામનો !

|

Oct 20, 2021 | 12:34 PM

આપણે તુલસીજીની પૂજા તો આસ્થા સાથે કરીએ છીએ, પણ, તેમની આસપાસ પડેલી વસ્તુઓ અંગે બેધ્યાન બની જઈએ છીએ. માન્યતા અનુસાર આ બાબત આપણાં જીવનમાં ગંભીર મુસીબતોને નોતરી શકે છે અને આપણને મહાદોષ લાગી શકે છે !

Bhakti: તુલસીના છોડ પાસે ક્યારેય ન કરતા આ ભૂલ, નહીંતર મુસીબતનો કરવો પડશે સામનો !
તુલસીની આમન્યા જાળવવી ખૂબ જ જરૂરી !

Follow us on

તુલસી (Tulsi) એટલે એક એવો છોડ કે જેનું આદ્યાત્મિક, વૈજ્ઞાનિક તેમજ ઔષધવિદ્યાના દૃષ્ટિકોણથી એક આગવું જ મહત્વ છે. હિન્દુ પરિવારોના ઘરમાં અન્ય કોઈ છોડ હોય કે ન હોય, પણ, એક નાનકડું તુલસીનું કૂંડુ તો અચૂક જોવા મળે જ. કારણ કે, વિવિધ પુરાણોમાં અને શાસ્ત્રોમાં તુલસી પૂજાની અદ્વિતીય મહત્તા વર્ણવાઈ છે. અલબત્, આપણે તુલસીજીની પૂજા તો આસ્થા સાથે કરીએ છીએ પણ, તેમની આસપાસ પડેલી વસ્તુઓ અંગે બેધ્યાન બની જઈએ. માન્યતા અનુસાર આ બાબત આપણાં જીવનમાં ગંભીર મુસીબતોને નોતરી શકે છે અને આપણને મહાદોષ લાગી શકે છે !

તુલસીના કૂંડા પાસે સ્વચ્છતાનું ધ્યાન
તુલસીજી તો હરિપ્રિયા છે. અને તે સાક્ષાત લક્ષ્મીજીનું જ સ્વરૂપ મનાય છે. માટે સૌથી અગત્યનું એ છે કે તમારે એક દેવીની જેમ જ તુલસીજીનું સન્માન કરવું જોઈએ. તુલસીના છોડ પાસે ક્યારેય ભૂલથી પણ સાવરણી ન રાખવી. જૂતા-ચપ્પલ પણ તુલસીના છોડની આસપાસ ન રાખવા. જે કૂંડામાં તુલસીનો છોડ હોય, તેમાં ક્યારેય બીજો છોડ ન રોપવો. તેમજ અન્ય કોઈ કાંટાળો છોડ પણ તુલસીની આસપાસ ન રહે તેનું વિશેષ ધ્યાન રાખવું. તુલસીજીની પાસે ક્યારેય ભરેલું પાણી રાખી ન મૂકવું. અને ભીનું કપડું પણ તેમની પાસે ન રાખવું. ભંગારની એકપણ વસ્તુ તુલસીજી પાસે ન હોવી જોઈએ.

તુલસી પૂજામાં શું રાખશો ધ્યાન ?
તુલસીજી પાસે પ્રગટાવેલો દીપ વિરામ થાય તેવો તરત જ ત્યાંથી લઈ લેવો. એટલે કે બુઝાઈ ગયેલો દીવો ક્યારેય તુલસીજી પાસે ન રાખવો ! ક્યારેય સાંજના સમયે તુલસીજીને જળ અર્પણ ન કરવું. ધારો કે તમે તુલસીને ચુંદડી અર્પણ કરતાં હોવ તો, સમયાંતરે તે ચુંદડી બદલી દેવી. માતા તુલસીને અર્પણ થતી ચુંદડી ક્યારેય ફાટેલી કે ગંદી ન હોવી જોઈએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કેવી રીતે તોડશો તુલસીપત્ર ?
તુલસીપત્ર ધરતી પરનું અત્યંત પવિત્ર પર્ણ મનાય છે. અને એટલે જ આપણે નૈવેદ્યમાં પ્રભુને તુલસીપત્ર અર્પણ કરીએ છીએ. અને પ્રસાદ રૂપે તેમજ ઔષધ રૂપે તેને ગ્રહણ કરીએ છીએ. આ માટે તુલસીપત્ર તોડવું અનિવાર્ય બની જાય છે. પણ, હંમેશા સ્નાન કરીને જ તુલસીપત્ર તોડવું જોઈએ. તેમજ તુલસીપત્ર તોડતા પૂર્વે માતા તુલસીની આજ્ઞા પણ લેવી જોઈએ.

વાયુ પુરાણમાં ઉલ્લેખ અનુસાર…
અસ્નાત્વા તુલસીં છિત્વા યઃ પૂજા કુરૂતે નરઃ ।
સો અપરાધી ભવેત્ સત્યં તત્ સર્વનિષ્પફલં ભવેત્ ।।

અર્થાત્, સ્નાન કર્યા વિના તુલસી તોડીને જે મનુષ્ય પૂજા કરે છે, તેને પાપ લાગે છે. અને તેના દ્વારા કરાયેલી પૂજા પણ નિષ્ફળ જાય છે ! માટે સ્નાન બાદ તુલસીજીની આજ્ઞા લઈને જ તુલસીપત્ર તોડવા. તુલસીપત્ર ભૂલથી પણ નખથી ન તોડવા. તેમજ એકાદશી, રવિવાર, ગ્રહણ અને સાંજના સમયે પણ તુલસીપત્ર ન તોડવા.

છોડ સુકાઈ જાય તો શું કરવું ?
સૌથી મહત્વની વાત એ છે કે તુલસીજીનો છોડ કરમાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. જો કોઈ કારણસર તુલસીજી સુકાઈ જાય તો તેને ગમે ત્યાં ન મૂકવા ! સુકાયેલા તુલસીજીને માટીમાં દાટી નવો છોડ રોપવો. ઘરમાં બિલ્કુલ પણ સુકાયેલો છોડ ન રાખવો.

ઉલ્લેખનીય છે કે ગંગાજળ અને તુલસીપત્ર ક્યારેય વાસી નથી મનાતું. માટે જરૂર હોય ત્યારે જ તુલસીપત્ર તોડવું. આ નાની-નાની બાબતોને ધ્યાનમાં રાખીને જ આપ માતા તુલસી પાસેથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ કરી શકશો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ જીવનમાં ખુશીઓનો રંગ ભરશે તમારા ઘર મંદિરનો રંગ !

આ પણ વાંચોઃ તમે વિચાર્યું છે ક્યારેય કે મંદિરની પ્રદક્ષિણા પણ તમને ફાયદો કરાવી શકે છે !

Next Article