AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓનલાઇન ફ્રોડ રોકવા TRAI નો મોટો પ્લાન – બદલાશે OTP સિસ્ટમ, નોટિફિકેશનમાં નહીં દેખાય નંબર

દેશમાં ઝડપથી વધી રહેલી ઓનલાઈન છેતરપિંડી અને સાયબર ફ્રોડને રોકવા માટે TRAI ઓટીપી મેસેજ સિસ્ટમમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહ્યું છે. આગામી સમયમાં ફોનના નોટિફિકેશન પ્રિવ્યુમાં સીધો OTP જોવા નહીં મળે અને બેંકોએ નિશ્ચિત ફોર્મેટમાં જ વિગતો દર્શાવવી પડશે. જાણો સમગ્ર વિગત.

ઓનલાઇન ફ્રોડ રોકવા TRAI નો મોટો પ્લાન - બદલાશે OTP સિસ્ટમ, નોટિફિકેશનમાં નહીં દેખાય નંબર
Image Credit source: Tv9 Gujarati
| Updated on: Oct 21, 2026 | 4:10 PM
Share

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) OTP (વન ટાઈમ પાસવર્ડ) ને લઈને અનેક મહત્વપૂર્ણ ફેરફારો લાગુ કરવાની તૈયારી કરી રહ્યું છે. આવા સંજોગોમાં શક્ય છે કે આગામી દિવસોમાં જ્યારે તમારા ફોન પર કોઈ OTP આવે, ત્યારે તે તમને સીધો નોટિફિકેશન સ્ક્રીન પર ન દેખાય. આ માટે તમારે મેસેજિંગ એપ ખોલીને અંદર જઈને જ મેસેજ ચેક કરવો પડશે. આ ઉપરાંત ઓટીપી મોકલવા માટેનું એક ચોક્કસ સ્ટાન્ડર્ડ ફોર્મેટ પણ નક્કી કરવામાં આવી શકે છે.

સામાન્ય રીતે જ્યારે લોકોના ફોન પર OTP આવે છે, ત્યારે મોટાભાગના લોકો આખો મેસેજ વાંચવાને બદલે માત્ર આંકડાઓ જોઈને આગળ વધી જાય છે. સાયબર ઠગ પણ તમારી આ જ ઉતાવળ અને બેદરકારીનો લાભ લઈને આર્થિક છેતરપિંડીને અંજામ આપે છે. આ ફ્રોડ રોકવા માટે TRAI એક નવું ફોર્મેટ લાવવાની કવાયત કરી રહ્યું છે, જેથી અસલી અને નકલી મેસેજ વચ્ચેનો તફાવત સામાન્ય યૂઝર્સ સરળતાથી ઓળખી શકે. એક સમાન માળખું હોવાથી લોકોને એ સમજવામાં સરળતા રહેશે કે કયો મેસેજ કાયદેસર છે અને કયો કોઈ છેતરપિંડી કરનારનો છે.

તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે?

TRAI અને અન્ય સુરક્ષા એજન્સીઓ સમયાંતરે આવી નવી સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં મૂકતી રહેશે, પરંતુ આખરે સૌથી મહત્વની બાબત યૂઝર્સની વ્યક્તિગત જાગૃતિ છે:

  • ક્યારેય પણ કોઈપણ અજાણી વ્યક્તિ સાથે ફોન પર કે મેસેજમાં OTP શેર કરવો નહીં.
  • OTP વાપરતાં પહેલાં મેસેજમાં લખેલી વિગત ધ્યાનપૂર્વક વાંચવી કે આ કોડ શેના માટે આવ્યો છે.
  • જો અચાનક તમારી જાણ બહાર બેંક કે પેમેન્ટ એપનો ઓટીપી આવે, તો તુરંત જ પોતાનું બેંક ખાતું ચકાસવું અને જરૂર પડે તો કાર્ડ કે ઓનલાઈન પેમેન્ટ્સ બ્લોક કરાવવા.

કેવું હશે નવું OTP ફોર્મેટ?

  • ચોક્કસ માળખું: બેંકો, ઈ-કોમર્સ કંપનીઓ અને અન્ય તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સે હવેથી એક નિર્ધારિત ફોર્મેટમાં જ ઓટીપી મેસેજ મોકલવાના રહેશે.
  • ઉદ્દેશ્યની સ્પષ્ટતા: ફોર્મેટમાં સ્પષ્ટપણે દર્શાવેલું હશે કે આ કોડ લૉગિન કરવા માટે છે, કોઈ પેમેન્ટ ડેબિટ કરવા માટે છે કે અન્ય કોઈ સર્વિસ માટે છે.
  • વેલિડિટી સમય: કંપનીએ પોતાની ઓળખ જણાવવા ઉપરાંત એ પણ સ્પષ્ટ લખવું પડશે કે આ ઓટીપી કેટલી મિનિટ સુધી માન્ય રહેશે.
  • પ્રિવ્યુ બ્લોક: TRAI એ બાબત પર પણ વિચાર કરી રહ્યું છે કે લૉક સ્ક્રીન કે નોટિફિકેશન પ્રિવ્યુમાં OTP ના આંકડા છુપાયેલા રહે, જેથી ફોનમાં આસપાસથી નજર રાખનારા કે અન્ય કોઈ ડિવાઇસ તમારો કોડ ચોરી ન શકે અને યૂઝર પોતે મેસેજ ખોલીને વાંચવા મજબૂર બને.

સાયબર ક્રાઈમ સામે લડવાનો પ્રયાસ

અહેવાલો અનુસાર, ગૃહ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે વર્ષ 2021 માં નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર આશરે 2.62 લાખ ફરિયાદો નોંધાઈ હતી, જે વર્ષ 2025 સુધીમાં ઉછળીને 24.02 લાખ પર પહોંચી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન ઓનલાઇન છેતરપિંડીમાં ફસાયેલી રકમ પણ ₹551 કરોડથી સીધી વધીને ₹22,495 કરોડ પર પહોંચી ગઈ છે. આ આંકડા તમામ પ્રકારના ઓનલાઈન ફ્રોડના છે, પરંતુ OTP જેવી પાયાની પ્રક્રિયામાં સુધારો લાવીને મોટા સાયબર ગુનાઓ અટકાવી શકાય છે.

ફોર્મેટ બદલવાથી કેટલો લાભ થશે?

સાયબર સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે માત્ર ફોર્મેટ બદલવાથી રાતોરાત જાદુ નહીં થઈ જાય, કારણ કે નવું માળખું આવશે એટલે ઠગ પણ પોતાની છેતરપિંડીની રીત બદલશે. આજકાલ ગુનેગારો સામાન્ય SMS ઉપરાંત વોટ્સએપ જેવી એપ્સનો પણ સહારો લઈ રહ્યા છે. તેમ છતાં, નોટિફિકેશનમાં OTP ન દેખાવવો અને યૂઝરને મેસેજ વાંચવા પ્રેરિત કરવાથી જાગૃતિના સ્તરે નોંધપાત્ર સકારાત્મક ફેરફાર ચોક્કસ જોવા મળશે.

સ્માર્ટ ગીઝર પર વધુ પૈસા ખર્ચવા યોગ્ય કે સામાન્ય મોડલ જ પૂરતું? આ છે બંને વચ્ચેનો મોટો તફાવત

Follow Us
દુધરેજ પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી
દુધરેજ પાસે જ્વલનશીલ પદાર્થ ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી
ગીર સોમનાથના તાલાલામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ગીર સોમનાથના તાલાલામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
સાબરકાંઠામાં ભાજપના જિલ્લા ઉપપ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ
સાબરકાંઠામાં ભાજપના જિલ્લા ઉપપ્રમુખ સામે એટ્રોસિટીની ફરિયાદ
નવસારીમાં સતત છઠ્ઠા દિવસે દીપડો દેખાતા દહેશત
નવસારીમાં સતત છઠ્ઠા દિવસે દીપડો દેખાતા દહેશત
સુરતમાં મનપાની કચરા ગાડી પર જોખમી સ્ટંટ,જુઓ Video
સુરતમાં મનપાની કચરા ગાડી પર જોખમી સ્ટંટ,જુઓ Video
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
ટાઈગર શ્રોફ પર હુમલા મામલે મોટો ખુલાસો
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી
શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કાળઝાળ ગરમી! ઓક્ટોબરની ગરમીએ ચિંતા વધારી
આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે
આજનું રાશિફળ : ભાગ્યના સિતારા ચમકશે અને આવકમાં મોટો વધારો થશે
ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો
ભાજપના પૂર્વ નેતાની 'દાદાગીરી', ગરબા રમતા યુવક પર જીવલેણ હુમલો કર્યો
ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતના સરહદી જિલ્લાઓમાં વરસાદની આગાહી: હવામાન વિભાગનું એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">