AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા, જાણો નવા ભાવ, જુઓ Video

Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા, જાણો નવા ભાવ, જુઓ Video

| Updated on: Nov 14, 2026 | 5:23 PM
Share

અમુલ દ્વારા મસ્તી દહીંના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો કરાયો છે, જેના પગલે નવો ભાવ 85 રૂપિયા થયો છે. આ ઉપરાંત 380 ગ્રામ મસ્તી દહીં 37 રૂપિયામાં મળશે, જ્યારે એક કિલો બકેટનો ભાવ 120 રૂપિયા થયો છે.

હાલમાં જ અમુલ દૂધના ભાવમાં વધારો થયા બાદ હવે દહીં અને લસ્સી જેવી ડેરી પ્રોડક્ટ્સ પણ મોંઘી બની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમુલ દ્વારા તેના મસ્તી દહીંના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવ વધારા પછી 1 કિલો મસ્તી દહીંનો નવો ભાવ 85 રૂપિયા થયો છે.

વિવિધ પેકિંગમાં પણ ભાવ વધારો લાગુ પડ્યો છે. 380 ગ્રામ મસ્તી દહીંનો ભાવ હવે 37 રૂપિયા થયો છે, જ્યારે 1 કિલો મસ્તી દહીં બકેટનો ભાવ 120 રૂપિયા પર પહોંચ્યો છે. માત્ર દહીં જ નહીં, અમુલ પ્રોબાયોટિક રોઝ લસ્સીના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો નોંધાયો છે. ભાવ વધારા બાદ લસ્સીનો નવો ભાવ 17 રૂપિયા થયો છે. આ ભાવ વધારાથી ગ્રાહકોના બજેટ પર વધુ બોજ પડશે તેવું જણાઈ રહ્યું છે.

ગુજરાતમાં આગામી 7 દિવસ સૂકું વાતાવરણ, તાપમાન ઘટવાની શક્યતા, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">