AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhathi Maiya: છઠી મૈયા કોણ છે, તેમની પૂજા શા માટે કરવામાં આવે છે? સૂર્ય દેવ અને ભગવાન કાર્તિકેય સાથે તેના કનેક્શન વિશે જાણો

છઠ મહાપર્વમાં મહિલાઓ છઠી મૈયાની પૂજા કરે છે. તેમજ ગીત ગાય છે. પરંતુ શું તમે જાણો છો કે, આ છઠી મૈયા (Chhathi Maiya ) કોણ છે અને તેનું સૂર્ય દેવ સાથે શું કમેક્શન છે. તો ચાલો આજે આપણે વિસ્તારથી છઠી મૈયા વિશે જાણીએ.

Chhathi Maiya: છઠી મૈયા કોણ છે, તેમની પૂજા શા માટે કરવામાં આવે છે? સૂર્ય દેવ અને ભગવાન કાર્તિકેય સાથે તેના કનેક્શન વિશે જાણો
| Updated on: Nov 15, 2026 | 8:02 AM
Share

છઠ મહાપર્વની શરુઆત 13 નવેમ્બરથી શરુ થઈ ચૂકી છે. 4 દિવસ સુધી ચાલનાર આ પર્વમાં સરૂ્ય દેવ અને છઠી મૈયાની વિશેષ પૂજા -અર્ચના કરવામાં આવે છે. નહાય-ખાય થી શરુ થનારી આ મહાપર્વમાં મહિલાઓ નિયમ અને શ્રદ્ધા સાથે આ વ્રત રાખે છે. આ દરમિયાન ડૂબતા અને ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. છઠ પૂજા એ બાળકો માટે સુખ અને સમૃદ્ધિ, પરિવારની સુખાકારી અને સારા સ્વાસ્થ્યની ઇચ્છા સાથે સંકળાયેલ એક ખૂબ જ ખાસ તહેવાર માનવામાં આવે છે. મહિલાઓ આખું વર્ષ આ તહેવારની રાહ જુએ છે, અને બિહાર, ઝારખંડથી લઈને નેપાળ સુધીના સ્થળોએ આ પ્રસંગે ભારે ઉત્સાહ જોવા મળે છે.

તમે જોયું હશે કે, છઠ પૂજા દરમિયાન મહિલાઓ છઠી મૈયાની પૂજા કરે છે. તેને પારંપરિક ગીત ગાય છે. તેમજ સંતાનની લાંબી ઉમર અને પરિવારની ખુશહાલીની કામના કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, આ છઠી મૈયા કોણ છે. તેની પૂજા કેમ કરવામાં આવે છે. ખુબ ઓછા લોકો જાણતા હશે કે, છઠી મૈયાનો સંબંધ માત્ર છઠ મહાપર્વ સાથે નથી પરંતુ પૌરાણિક કથાઓમાં ભગવાન કાર્તિકેય અને સૂર્યદેવ સાથે જોડાયેલ છે. તો ચાલો જાણીએ છઠી મૈયાનું સ્વરુપ, તેની ઉત્પતિ અને તેની સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ વિશે.

કોણ છે છઠી મૈયા?

ધાર્મિક માન્યતા અનુસાર છઠી મૈયાને ષષ્ઠી દેવી અથવા છઠ માતાના નામથી ઓળખવામાં આવે છે. તેને સંતાનની રક્ષા કરનારી દેવી માનવામાં આવી છે. ધાર્મિક માન્યતા છે કે, છઠી મૈયા બાળકોની લાંબી ઉંમર, સારા સ્વાસ્થ અને સુખી જીવનના આશીર્વાદ આપે છે. આ કારણ છે કે, મહિલાઓ સંતાનની સલામતી અને પરિવારની ખુશહાલી માટે વિશેષ પૂજા કરે છે. સંતાનનું સુખ રાખનારી મહિલાઓ પણ છઠી મૈયા પાસે સંતાન પ્રાપ્તિનું વરદાન માંગે છે.

માન્યતા અનુસાર છઠી મૈયાને ભગવાન સૂર્યની બહેન માનવામાં આવે છે. આ તહેવારમાં, ઉપવાસ કરતી સ્ત્રીઓ, સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવાની સાથે, તેમના પરિવાર અને બાળકોની સુખાકારી માટે છઠી મૈયાને પ્રાર્થના કરે છે.

પૌરાણિક માન્યતા અનુસાર ષષ્ઠી દેવીને દેવસેના નામથી ઓળખવામાં આવે છે. કેટલાક ધાર્મિક ગ્રંથોમાં તેને ભગવાન કાર્તિકેયની પત્ની કહેવામાં આવી છે. ભગવાન કાર્તિકેયને દેવતાઓના સેનાપિત માનવામાં આવે છે. આ રીતે છઠી મૈયાનો સંબંધ ભગવાન કાર્તિકેય સાથે છે.

બાળકના જન્મ પછી છઠ્ઠા દિવસે છઠી પૂજા શા માટે ઉજવવામાં આવે છે?

કેટલાક પરિવારોમાં બાળકના જન્મ પછી છઠ્ઠા દિવસે છઠી ઉજવવાની પરંપરા પણ છે. એવું માનવામાં આવે છે કે છઠી મૈયા આ દિવસે નવજાત શિશુનું રક્ષણ કરવા અને તેમને લાંબા આયુષ્યનો આશીર્વાદ આપવા માટે આવે છે. આ પ્રસંગે, ઘરે ખાસ પ્રાર્થના કરવામાં આવે છે, જેમાં બાળકના સારા સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ જ કારણ છે કે છઠી મૈયાને બાળકોની રક્ષક દેવી તરીકે વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.

પૂજામાં નારિયેળને ધાર્મિક રીતે કેમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે? જાણો અહી ક્લિક કરો

Disclaimer : આ સમાચારમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરાતી તેનું સમર્થન કરતું નથી.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">