AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : CMના નિવાસસ્થાને PM મોદીની ગુજરાતના મંત્રીઓ સાથે બેઠક, આપ્યો ચૂંટણીલક્ષી મંત્ર, 3.30 કલાક ચાલી ચર્ચા

Breaking News : CMના નિવાસસ્થાને PM મોદીની ગુજરાતના મંત્રીઓ સાથે બેઠક, આપ્યો ચૂંટણીલક્ષી મંત્ર, 3.30 કલાક ચાલી ચર્ચા

Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 14, 2026 | 12:32 PM
Share

ગુજરાતમાં ભાજપના શરૂઆતના દિવસોમાં પક્ષ અને સંગઠન કેવી રીતે મજબૂત બન્યાં હતાં તે અંગેના અનેક પ્રસંગો અને કિસ્સાઓ પણ સંભળાવ્યા હતા. હળવા મૂડમાં તેમણે સરકાર અને સંગઠન સાથે જોડાયેલા અનુભવો મંત્રીઓ સાથે શેર કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલી મંત્રીઓ સાથેની બેઠક ચર્ચાનું કેન્દ્ર બની છે. PM મોદીએ ગઈકાલે મોડી સાંજ સુધી રાજ્યના મંત્રીઓ સાથે અંદાજે 3.30 કલાક સુધી વાર્તાલાપ કર્યો હતો. આ મુલાકાતને રાજકીય વર્તુળોમાં PM મોદીની ‘ડિનર ડિપ્લોમસી’ તરીકે જોવામાં આવી રહી છે.

આ બેઠક દરમિયાન PM મોદીએ મંત્રીઓ સાથે પોતાના જૂના અનુભવો વાગોળ્યા હતા. ગુજરાતમાં ભાજપના શરૂઆતના દિવસોમાં પક્ષ અને સંગઠન કેવી રીતે મજબૂત બન્યાં હતાં તે અંગેના અનેક પ્રસંગો અને કિસ્સાઓ પણ સંભળાવ્યા હતા. હળવા મૂડમાં તેમણે સરકાર અને સંગઠન સાથે જોડાયેલા અનુભવો મંત્રીઓ સાથે શેર કર્યા હતા. આ ઉપરાંત જૂના જોગીઓ સાથે કામ કરતી વખતે થયેલા અનુભવોને પણ યાદ કર્યા હતા.

ચૂંટણી પહેલાં મંત્રીઓને લોકસંપર્ક વધારવા સૂચન

PM મોદીએ મંત્રીઓને લોકસંપર્ક અને જનાધારનું મહત્વ સમજાવ્યું હતું. ચૂંટણી પહેલાં પ્રજાની વચ્ચે જઈને લોકો સાથે સીધો સંપર્ક જાળવવો અને તેમની સમસ્યાઓ સમજવી કેટલી જરૂરી છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સરકારની કામગીરીનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા પણ ભાર મૂક્યો હતો.

ગુજરાતની યોજનાઓના દેશવ્યાપી અમલના અનુભવો શેર કર્યા

આ વાર્તાલાપ દરમિયાન PM મોદીએ ગુજરાતમાં શરૂ થયેલી વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અને તેના પરિણામો અંગે પણ ચર્ચા કરી હતી. ગુજરાતમાં અમલી બનેલી યોજનાઓને દેશના અન્ય રાજ્યોમાં કેવી રીતે લાગુ કરવામાં આવી તે અંગેના અનુભવો પણ મંત્રીઓ સાથે શેર કર્યા હતા.

ડિજિટલ યુગમાં નેતાઓને ડિજિટલ બનવા સૂચન

બદલાતા સમય અને ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને PM મોદીએ મંત્રીઓ અને નેતાઓને પણ ડિજિટલ માધ્યમો અપનાવવા સૂચન કર્યું હતું. લોકો સુધી પહોંચવા અને સરકારની કામગીરીની માહિતી જનતા સુધી પહોંચાડવા ડિજિટલ પ્લેટફોર્મનો અસરકારક ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.

આમ, PM મોદીની મંત્રીઓ સાથેની સાડા ત્રણ કલાકની આ બેઠકમાં સંગઠન મજબૂત બનાવવા, લોકસંપર્ક વધારવા, પ્રજાલક્ષી યોજનાઓ અને ડિજિટલ યુગમાં નેતૃત્વની ભૂમિકા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

Breaking News: ગુજરાતમાં ધીમે ધીમે વધ્યો ઠંડીનો ચમકારો, 9 શહેરોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Published on: Nov 14, 2026 12:32 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">