AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાત સમંદર પાર છવાયો SRK નો ક્રેઝ! ‘મેહંદી લગા કે રખના’ પર વિદેશી છોકરીએ કર્યો ડાન્સ, વીડિયો જોઈ ભલભલા હેરાન થયા

બોલિવૂડના ગીતો અને શાહરુખ ખાનની લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ કેવી જાદુઈ છે, તેનો અદ્ભુત નજારો સામે આવ્યો છે. વાત એમ છે કે, વિદેશની એક નાની બાળકીએ જે અંદાજમાં કિંગ ખાનના ગીત પર ડાન્સ કર્યો છે, તેણે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

સાત સમંદર પાર છવાયો SRK નો ક્રેઝ! 'મેહંદી લગા કે રખના' પર વિદેશી છોકરીએ કર્યો ડાન્સ, વીડિયો જોઈ ભલભલા હેરાન થયા
Image Credit source: AI Generated
| Updated on: Nov 14, 2026 | 5:56 PM
Share

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દુનિયાભરમાં પોતાના ગીતો માટે પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે, વિદેશમાં લોકો જે ફિલ્મમાં ગીત ન હોય, તે બોલિવૂડની હોઈ જ ન શકે. રાજ કપૂરથી લઈને રણબીર કપૂર સુધીનો દોર આવી ગયો છે પરંતુ બોલિવૂડ વિશેની આ કહેવત બદલાઈ નથી.

આ વાતનો પુરાવો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો એક વીડિયો ફરીથી આપી રહ્યો છે, જેમાં એક નાનકડી બાળકી શાહરુખ ખાનના ગીત પર ઝૂમી રહી છે. ડાન્સ એવો કે, જાણે તેને દુનિયાની કોઈ પરવા જ નથી.

જ્યોર્જિયાની એક છોકરીએ જીતી લીધું ઈન્ટરનેટનું દિલ

હાલમાં ઈન્ટરનેટ પર જ્યોર્જિયાની એક નાની છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે શાહરુખ ખાનની ફિલ્મ ‘Dilwale Dulhania Le Jayenge’ ના સુપરહિટ ગીત ‘Mehndi Laga Ke Rakhna’ પર દિલ ખોલીને ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ ગીતના શબ્દો છોકરીને યાદ નથી પરંતુ તેમ છતાં તે જે રીતે ગીતને તૂટી-ફૂટી ભાષામાં ગણગણી રહી છે અને ડાન્સ કરી રહી છે, તે અંદાજ લોકોને દીવાના બનાવી રહ્યો છે.

આ દોરના બાદશાહ છે Shah Rukh Khan

અભિનેતા શાહરુખ ખાને 90ના દાયકામાં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને ટૂંક સમયમાં જ ઇન્ડસ્ટ્રીમાં નામ કમાઈ લીધું હતું. સુપરહિટ ફિલ્મો આપીને શાહરુખ ખાને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખાસ ઓળખ બનાવી છે. આ જ કારણ છે કે, 3 દાયકા બાદ પણ જ્યારે શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’ રિલીઝ થવા માટે તૈયાર છે, ત્યારે દર્શકો તેની રાહ જોઈ રહ્યા છે.

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા બહુ ઓછા કલાકારો છે, જેમની કારકિર્દી 3-4 દાયકા સુધી ચાલી હોય. શાહરુખ ખાનની ‘કિંગ’ આ વર્ષે ક્રિસમસના અવસરે રિલીઝ થશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, જેકી શ્રોફ, રાઘવ જુયાલ અને સુહાના ખાન જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Bigg Boss 20: સ્કાઉટ OPની હાલત જોઈ ભાંગી પડી તેની માતા, મેકર્સની લગાવી ક્લાસ, કહ્યું-મારા દિકરા સાથે ન્યાય કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">