Breaking News : ન્યૂઝીલેન્ડે ટોસ જીત્યો, ભારત પહેલા બેટિંગ કરશે જુઓ કેવી છે ભારતની પ્લેઈંગ ઈલેવન
ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand ) વચ્ચે પાંચ મેચની વનડે સીરિઝની છેલ્લી મેચ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરશે.

ભારત અને ન્યુઝીલેન્ડ પાંચ મેચની વનડે સીરિઝ રમી રહ્યા છે. સીરિઝની પાંચમી અને છેલ્લી મેચ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ ખાતે રમાઈ રહી છે, જ્યાં ભારત પ્રથમ બેટિંગ કરશે. ભારતે સીરિઝની પ્રથમ બે મેચ જીતી હતી, અને પછી ત્રીજી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. જોકે, ચોથી મેચમાં ન્યુઝીલેન્ડે જોરદાર વાપસી કરી અને મોટી જીત મેળવી. તેથી, ન્યુઝીલેન્ડ સીરિઝને ડ્રો પર સમાપ્ત કરવા માંગશે.
ન્યુઝીલેન્ડે આ સીરિઝમાં ટોસ જીત્યો છે. તેમણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે ટીમ ઈન્ડિયા આ મેચમાં પહેલા બેટિંગ કરશે.
View this post on Instagram
ભારતીય ટીમ માટે છેલ્લી 2 વનડે મેચમાં કેપ્ટનશીપની જવાબદારી શ્રેયસ અય્યર સંભાળી રહ્યો છે. જેમાં ચોથી મેચમાં અય્યર માટે ખરાબ રહી હતી. પહેલી વખત વનડેમાં તેની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 244 રનના મોટા અંતરથી હારી હતી. હવે પાંચમી વનડે મેચ તેના માટે ખુબ મહત્વપૂર્ણ છે. જેમાં અય્યરનો પ્રયત્ન હશે કે, ટીમને જીત અપાવે. જેનાથી સીરિઝ જીતી શકે.
ક્રિકેટર દુનિયામાં બેટ્સમેનનું છે મોટું નામ શ્રેયસ અય્યરનો પરિવાર જુઓ અહી ક્લિક કરો
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
