AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘વાસ્તે’ ફેમ સિંગર Dhvani Bhanushali એ કરી ‘સગાઈ’, બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી

બોલિવૂડની પ્રખ્યાત સિંગર ધ્વનિ ભાનુશાલીના ચાહકો માટે એક ખુશખબર સામે આવી છે. પોતાના મધુર અવાજથી બધાને દીવાના બનાવનાર ધ્વનિએ સગાઈ કરી લીધી છે અને સોશિયલ મીડિયા પર પોતાની ડાયમંડ રિંગ સાથે રોમેન્ટિક તસવીરો શેર કરી છે.

'વાસ્તે' ફેમ સિંગર Dhvani Bhanushali એ કરી 'સગાઈ', બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી
Image Credit source: INSTAGRAM
| Updated on: Nov 13, 2026 | 8:35 PM
Share

‘દિલબર’ અને ‘વાસ્તે’ જેવા ગીતોથી બધાનું દિલ જીતનારી ધ્વનિ ભાનુશાલી હાલમાં ચર્ચામાં આવી ગઈ છે. ધ્વનિ ભાનુશાલીએ પોતાની ગાયકીથી જબરદસ્ત ઓળખ બનાવી છે. તે એવી સિંગર રહી છે, જેના એક નહીં પરંતુ અનેક ગીતોને યુટ્યુબ પર 1 બિલિયનથી પણ વધુ વ્યુઝ મળ્યા છે.

એવામાં હવે ધ્વનિ ભાનુશાલી પોતાની જિંદગીના નવા પડાવમાં પગ મૂકવા માટે તૈયાર છે. ધ્વનિ ભાનુશાલીએ તાજેતરમાં જ બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી છે, જેની તસવીરો ખુદ સિંગરે સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં ધ્વની ભાનુશાળી પોતાના બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક અંદાજમાં નજર આવી. એટલું જ નહીં, તેણે બોયફ્રેન્ડને ‘કપકેક’ પણ કહ્યો છે.

ધ્વનિ ભાનુશાલી દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો જોતજોતામાં સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ. પહેલી ફોટોમાં ધ્વનિ ભાનુશાલી પોતાના બોયફ્રેન્ડ યશ ભાનુશાલી (Yash Bhanushali) ને ભેટેલી નજર આવી. તેની પાછળ લખેલું નજર આવ્યું, “શું તમે મારી સાથે લગ્ન કરશો?” જ્યારે આગલી તસવીરમાં યશ, ધ્વનીના ગાલ પર કિસ કરતા દેખાયો.

મને જિંદગીની કપકેક મળી ગઈ: Dhvani Bhanushali

ત્રીજી તસવીરમાં પણ ધ્વનિ ભાનુશાલી અને યશ એકસાથે નજર આવ્યા. બીજી તરફ ચોથી તસવીરમાં ધ્વનિએ પોતાની ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરી. આ ફોટોઝ શેર કરતા ધ્વની ભાનુશાળીએ લખ્યું, “મને મારી જિંદગીની કપકેક મળી ગઈ. મેં હા કહી દીધી.”

ધ્વનિ ભાનુશાલી અને યશ ભાનુશાલીને આ ખાસ પળો માટે લોકો ખૂબ અભિનંદન આપી રહ્યા છે. આ ફોટોઝ જોઈને કહી શકાય કે, બંને જલદી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જો કે, લગ્નની વાત પર અત્યાર સુધી બંને તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. જણાવી દઈએ કે, ધ્વનિ ભાનુશાલીએ ઘણા સુપરહિટ સોંગ ગાયા છે. આ લિસ્ટમાં ‘વાસ્તે’, ‘લે જા રે’, ‘દિલબર’, ‘નયન’, ‘કોકા’, ‘દુનિયા’, ‘ઇશારે તેરે’ અને ‘સાયકો સૈયાં’ છે.

24 વર્ષ જૂની બ્લોકબસ્ટર કૉમેડી ફિલ્મનો બનશે ‘બીજો ભાગ’, બે દાયકા બાદ ચાહકોની જૂની ઈચ્છા થશે પૂરી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">