Breaking News : દેશના અનેક રાજયોમાં આજે હવામાનમાં આવી શકે છે પલટો, ક્યાંક વરસાદ તો ક્યાંક બરફવર્ષાની આગાહી!
દેશના અનેક રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાવાની શક્યતા છે. હવામાન વિભાગે ગાઢ ધૂમ્મસ, વરસાદ, ભારે પવન અને હિમવર્ષાને લઈને આગાહી કરી છે. દિલ્હીથી લઈને દક્ષિણ ભારત સુધી અનેક વિસ્તારોમાં હવામાનની અસર જોવા મળી શકે છે. ત્યારે બદલાતા હવામાન વચ્ચે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
દેશના અનેક રાજ્યોમાં આજે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી સમયગાળામાં ગાઢ ધૂમ્મસ, વરસાદ અને ભારે પવનને લઈને આગાહી કરી છે. દક્ષિણ-પૂર્વીય બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતાં દેશના વિવિધ વિસ્તારોમાં તેની અસર જોવા મળી શકે છે. હવામાનમાં ફેરફારને પગલે અનેક રાજ્યોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે.
રાજધાની દિલ્હીમાં આજે આકાશ વાદળછાયું રહેવાની આગાહી કરવામાં આવી છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પણ હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બીજી તરફ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે, જેના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે.
પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને પંજાબમાં પણ હવામાનમાં પલટો જોવા મળી શકે છે. આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ, દેશના અલગ-અલગ ભાગોમાં વરસાદ, ગાઢ ધૂમ્મસ અને હિમવર્ષાની સ્થિતિ સર્જાવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

