AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anirudh Private Photo Leak: અનિરુદ્ધનો ખાનગી લિપ-લોક ફોટો થયો હતો લીક! કાવ્યા મારન પહેલાં આ અભિનેત્રીઓ સાથે જોડાયું હતું નામ

અનિરુદ્ધ રવિચંદરના કાવ્યા મારન સાથેના લગ્નની ચર્ચા વચ્ચે તેમના ભૂતકાળના સંબંધો ફરી ચર્ચામાં છે. 2012માં એન્ડ્રીયા જેરેમિયા સાથેનો તેમનો ખાનગી લિપ-લોક ફોટો લીક થયો હતો, જેણે ભારે વિવાદ સર્જ્યો હતો.

| Updated on: Nov 12, 2026 | 4:16 PM
Share
પ્રખ્યાત સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર હાલ પોતાના જીવનના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદની CEO કાવ્યા મારન સાથે તેમના લગ્નને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. 11 નવેમ્બરના રોજ ગ્રીસમાં આ શાહી લગ્ન યોજાઈ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે અનિરુદ્ધના ભૂતકાળના સંબંધોની ચર્ચા પણ ફરી એકવાર શરૂ થઈ છે. જોકે, અનિરુદ્ધે ક્યારેય પોતાના અંગત જીવનને લઈને ફેલાયેલી મોટાભાગની અફવાઓ પર જાહેરમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી.

1 / 9
કાવ્યા મારન સાથેના લગ્ન પહેલાં અનિરુદ્ધનું નામ દક્ષિણ ભારતીય અભિનેત્રી અને ગાયિકા એન્ડ્રીયા જેરેમિયા સાથે જોડાયું હતું. જોકે, બંનેમાંથી કોઈએ પણ પોતાના સંબંધોની સત્તાવાર પુષ્ટિ કરી નહોતી, તેમ છતાં આ અફેરની ચર્ચાએ તે સમયે મીડિયામાં ભારે જોર પકડ્યું હતું.

2 / 9
વર્ષ 2012માં અનિરુદ્ધ અને એન્ડ્રીયાનો એક ખાનગી લિપ-લોક ફોટો સોશિયલ મીડિયા પર લીક થયો હતો. આ તસવીર સામે આવતાં જ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. વાયરલ થયેલી તસવીરમાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. જ્યારે અન્ય એક તસવીરમાં અનિરુદ્ધ એન્ડ્રીયાના ગાલ પર કિસ કરતા નજરે પડ્યા હતા. આ તસવીરો થોડા જ સમયમાં ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી.

3 / 9
આ તસવીરો લીક થયા બાદ એન્ડ્રીયાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેણે દાવો કર્યો હતો કે આ તસવીરો તેના ફોનમાંથી તેની પરવાનગી વિના ડાઉનલોડ કરીને લીક કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે બંનેના અંગત જીવનને લઈને અનેક સવાલો ઊભા થયા હતા અને સમગ્ર મામલો વિવાદમાં આવ્યો હતો.

4 / 9
તસવીરો લીક થયા બાદ સોશિયલ મીડિયા પર એવી અફવાઓ પણ ફેલાઈ હતી કે આ ઘટનાને કારણે અનિરુદ્ધ અને એન્ડ્રીયાના સંબંધોમાં તિરાડ પડી હતી. જોકે, આ દાવાઓની બંનેમાંથી કોઈએ પુષ્ટિ કરી નહોતી. સમય જતાં બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયાં હતાં.

5 / 9
એન્ડ્રીયા ઉપરાંત અનિરુદ્ધનું નામ ગાયિકા જોનિતા ગાંધી સાથે પણ જોડાયું હતું. બંનેએ સંગીતની દુનિયામાં સાથે કામ કર્યું છે અને અનેક ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. બંને વચ્ચેની ગાઢ મિત્રતા અને તેમની સાથેની તસવીરોને કારણે ચાહકોમાં તેમના અફેરની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે, અનિરુદ્ધે જોનિતા સાથેના કોઈ પ્રેમસંબંધની ક્યારેય પુષ્ટિ કરી નથી.

6 / 9
રસપ્રદ વાત એ છે કે અનિરુદ્ધે જાહેરમાં પોતાના જીવનના એક જ પ્રેમસંબંધનો ઉલ્લેખ કર્યો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે પોતાના સ્કૂલના દિવસોના પ્રેમ વિશે વાત કરી હતી. અનિરુદ્ધના જણાવ્યા અનુસાર, સ્કૂલમાં તેણે એક યુવતીને પ્રપોઝ કર્યું હતું. જોકે, આ પ્રેમસંબંધ લાંબો ચાલ્યો નહોતો. અનિરુદ્ધે મજાકિયા અંદાજમાં જણાવ્યું હતું કે તેમનો આ સંબંધ માત્ર ત્રણ કલાક જ ટક્યો હતો.

7 / 9
હવે કાવ્યા મારન સાથેના તેમના સંબંધોને લઈને ચર્ચા ચાલી રહી છે. અહેવાલો અનુસાર, બંનેએ લાંબા સમય સુધી પોતાના સંબંધોને ખાનગી રાખ્યા હતા. જોકે, લગ્નની ચર્ચાઓ સામે આવ્યા બાદ ચાહકોમાં આ જોડીને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

8 / 9
કામની વાત કરીએ તો અનિરુદ્ધ રવિચંદર ભારતીય ફિલ્મ સંગીત જગતનું જાણીતું નામ છે. તેમણે 'જેલર', 'વિક્રમ', 'લિયો', 'જવાન' અને 'જેલર 2' જેવી ફિલ્મો માટે સંગીત આપ્યું છે. વર્ષ 2011માં રિલીઝ થયેલા તેમના ગીત 'વાય ધિસ કોલાવેરી ડી'એ તેમને દેશભરમાં ઓળખ અપાવી હતી. આજે અનિરુદ્ધ પોતાની સંગીત પ્રતિભા અને સુપરહિટ ગીતોને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય સંગીતકારોમાં સ્થાન ધરાવે છે.

9 / 9

કેટલો અમીર છે કાવ્યા મારનનો પતિ અનિરુદ્ધ રવિચંદર?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">