ગુજરાતના આ શહેરમાં રસ્તા પર સોનાનો એક પથ્થર જોવા મળશે, આ પથ્થર જોઇ તમને આશ્ચર્ય થશે

આ પથ્થર જોઈ તમને આશ્ચર્ય ચોક્કસ થશે. સોનાનો પથ્થર એ પણ આ રીતે રસ્તા પર. તમે આ તસવીર જોઈ શકો છો. પણ આ સોનાનો પથ્થર આ રીતે રસ્તા પર શા માટે પડ્યો છે તેને કોણે મુક્યો હશે પ્રશ્ન ચોક્કસ ઉદ્ભવે છે.

Divyang Bhavsar
| Edited By: | Updated on: Apr 01, 2022 | 2:48 PM
ગુજરાતમાં આવેલા એક શહેરમાં એક બજારમાં જશો. તો તમને રસ્તા પર સોનાનો એક પથ્થર જોવા મળશે. આ પથ્થર જોઈ તમને આશ્ચર્ય ચોક્કસ થશે. સોનાનો પથ્થર એ પણ આ રીતે રસ્તા પર તમે આ તસવીર જોઈ શકો છો. પણ આ સોનાનો પથ્થર આ રીતે રસ્તા પર શા માટે પડ્યો છે તેને કોણે મુક્યો હશે પ્રશ્ન ચોક્કસ ઉદ્ભવે છે.

1 / 7
આ પથ્થર પાછળ ઇતિહાસ રહેલો છે. વાત છે ભરૂચ શહેરની ઇતિહાસ એવો છે કે અંગ્રેજોના સમયમાં ભરૂચમાં રહેતા દેસાઈજીના હવેલી પાસેથી જે રસ્તો પસાર થતો હતો. તે રસ્તો પહોળો કરવાની કામગીરી ભરૂચ નગરપાલિકા દ્વારા શરૂ થઈ, તે સમયે દેસાઈજીએ તેમની હવેલી બચાવવા માટે રસ્તા પર આ પથ્થરની હદ બાંધી દીધી, હવે આ પથ્થર માર્ગમાં અવરોધ ઉભો કરી રહ્યો હતો. તેથી અંગ્રેજોએ દેસાઈને તે નોટિસ આપી કયા પથ્થર તમે હટાવી લો.

2 / 7
જાણકારોના મત મુજબ દેસાઈની હવેલીના ખૂણ। પર ઊભેલો આ પથ્થર, હવેલી ભલે તૂટી ગઈ પણ હવેલી બચાવવા માટે રાખેલો આ પથ્થર આજે પણ ઊભો છે. જે દેસાઈ જીના ઇતિહાસનો સાક્ષી છે દેસાઈ જી એક એવા માણસ હતા જેમણે અંગ્રેજો સામે આ પથ્થર ન હટાવવા માટે વિરોધ કર્યો હતો. તેમણે તેમના અધિકાર માટે અંગ્રેજ શાસન સામે અવાજ ઉઠાવ્યો એ જ દેસાઈની હિંમતની દાદ આપે છે.

3 / 7
 સન 1870માં ચુનાર વાડાથી જુના બજાર સુધી જવા માટે ભરૂચ નગરપાલિકાએ રસ્તો બનાવ્યો. જે દેસાઈ જુના ઘર સુધી આવ્યો હવે આ રસ્તો લાલ બજાર લઈ જવું હોય તો દેસાઈની હવેલીનો કેટલો હિસ્સો નગરપાલિકાએ લેવો પડે તે સમયે હવેલીની દેખરેખ રાખત ચુનીલાલ દેસાઈ તેમણે એક પણ પૈસો લીધા વગરએ જગ્યા મ્યુનિસિપાલટીને આપી દીધી.

4 / 7
હવે વાત આવે છે આ પથ્થરની, રસ્તો બનાવવા હવેલીની ખાનગી જગ્યા તો નગરપાલિકાને આપી દીધી. પણ ત્યાંથી વાહન વ્યવહાર પસાર થતા અને લોકોની અવરજવર શરૂ થતા દેસાઈ જોઈને લાગ્યું કે હવેલીના ખુણા  ના ભાગને નુકસાન થઈ શકે છે. તેનાથી બચવા માટે એક મોટો પથ્થર ત્યાં ઊભો કરવામાં આવ્યો પણ ભરૂચ નગરપાલિકાને આ પથ્થર રસ્તામાં નડતરરૂપ લાગતાં દેસાઈ જીની હવેલીના રહેવાસીઓને આ પથ્થર હટાવવા એક નોટિસ આપી અને હવેલીના રહેવાસીઓએ પથ્થર હટાવાની ના પાડી દીધી.

5 / 7
વાત અહીં ન અટકતા પથ્થર હટાવવા મુદ્દે કોર્ટ કેસ ચાલ્યો જે શરૂઆતમાં ભરૂચ શહેરમાં ચલાવવામાં આવ્યો. જે દેસાઈની હવેલીના રહેવાસીઓ હારી ગયા ત્યારબાદ હાર ન માનતા કોર્ટ કેસ બ્રિટિશ પ્રિવી કાઉન્સિલ સુધી લઈ ગયા અને ત્યાં ઈસવીસન 1875 શરૂ થઈ થી 1895 માં પૂરો થયો એટલે 20 વર્ષ જેટલો લાંબો સમય કેસ ચાલ્યા બાદ આખરે દેસાઈની હવેલીના રહેવાસીઓની જીત થઈ અને બ્રિટિશ કાઉન્સિલ પોતાના એક નાગરિકને તેનો અધિકાર આપ્યો ક્યા પથ્થર છે ત્યાં જ રહેશે તેઓ હુકમ કર્યો.

6 / 7
આ પથ્થર એક સાદો પથ્થર જ છે પણ તે સોનાનો એટલે થઈ ગયો કેઆ પથ્થરને ત્યાંના હટાવા પાછળ દેસાઈની હવેલી અને નગરપાલિકાના અધિકારીઓ તરફથી તે સમયે એટલો ખર્ચ કરવામાં આવ્યો હતો કે તે ખર્ચની રકમ માં સોનાનો પથ્થર બની જાય ત્યારથી આ પથ્થરને સોનાનો પથ્થર તરીકે ઓળખવામાં આવે છે જે આજે પણ હયાત છે. ( Photos By- Divyang bhavsar, Edited By- Omprakash Sharma)

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">