Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ઍરપોર્ટ કે ટ્રેન યાત્રા દરમિયાન આધાર કાર્ડ સાથે રાખવાની જરૂર નથી, સરકારે નવી એપ કરી લોંચ- જાણી લો નિયમ

આધાર માટે એક નવી એપ લોંચ કરવામાં આવનાર છે. જેનાથી QR કોડ સ્કેન કરીને ઓળખની પુષ્ટિ કરી શકાશે. આધારકાર્ડ અને તેની ફોટોકોપી સાથે રાખવાની જરૂર નહીં પડે.

Follow Us:
| Updated on: Apr 10, 2025 | 5:12 PM

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે આધારા કાર્ડને લઈને વધુ સરળ અને સુરક્ષિત બનાવવા માટે એક આધાર એપ લોંચ કરી છે. આ નવા એપની જાહેરાત કેન્દ્રીય મંત્રીએ એક્સ પર કરી છે. આ એપ ફેસ આઈડી ઓથેંન્ટીકેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સને જોડે છે. તેના દ્વારા ભારતીય નાગરિકોને ડિજિટલ આધાર સર્વિસ મળશે.

UIDAIના સહયોગથી બનાવાયેલા આ એપમાં QR કોડ આધારીત ઈન્સ્ટન્ટ વેરિફિકેશન અને ઓથેન્ટિકેશન માટે રિયલ ટાઈમ ફેસ આઈડીની સુવિધા છે. તેનાથી લોકોને આધારની ફિજિકલ ફોટોકોપી કે કાર્ડ લાવવાની જરૂર નહીં રહે. વૈષ્ણવે એક્સ પર એક પોસ્ટમાં કહ્યુ કે આધાર વેરિફિકેશન યુપીઆઈ પેમેન્ટ કરવા જેટલુ જ સરળ થઈ જશે.

શું થશે તેનાથી ફાયદો?

આ આધાર એપથી યુઝર્સને હવે ફિઝિકલ આધાર કાર્ડ સાથે રાખવાની જરૂર નહીં રહે. હોટેલમાં ચેક-ઈન ચેકઆઉટ દરમિયાન તેની ફોટોકોપી આપવાની જરૂર નહીં રહે. એપ બહુ જલદી બીટા ટેસ્ટિંગ ફેઝ પુરુ કરવાની તૈયારીમાં છે અને સમગ્ર દેશમાં વ્યાપક રીતે તેને લાગુ કરી દેવામાં આવશે. જેના દ્વારા આધારની ફિઝિકલ કોપી બતાવ્યા વિના જ આ નવી એપથી લોકો ક્યુઆર કોડ સ્કેન કરીને તેની ઓળખ વેરીફાય કરી શકશે.

આ તે વળી કેવું? છાશની અંદર ગોળ નાખવાથી શરીરને થાય આટલા ફાયદા
IPL 2025માં BCCI લાખો વૃક્ષો કેમ વાવી રહ્યું છે?
ઈસુને ફાંસી આપવાનો આદેશ કોણે આપ્યો હતો ?
Vastu Tips : ઘરના મંદિરમાં રાખો આ એક વસ્તુ, બદલાઈ જશે તમારી કિસ્મત
5G Unlimited ડેટા વાળો સૌથી સસ્તો પ્લાન ! Jio લાવ્યું મોટી ઓફર
રોહિત શર્માએ વાનખેડેમાં રચ્યો ઈતિહાસ, આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો

હવે ક્યાંય પણ આધાર કાર્ડ આપવાની જરૂર નહહીં રહે. આ આધાર એપ સુરક્ષિત છે અને માત્ર યુઝર્સની સહમતીથી જ તેને શેર કરી શકાય છે. આ 100 ટકા ડિજિટલ અને સુરક્ષિત છે. નવા આધાર એપની સાથે યુઝર્સને માત્ર જરૂરી ડેટા શેર કરવાની અનુમતી હશે. જેનાથી વ્યક્તિગત જાણકારી પર પોતાનો જ પુરો કંટ્રોલ રહેશે.

UPI પેમન્ટ જેટલુ જ આસાન

ફેસ આઈડી- બેસ્ડ ઓથેંન્ટિકેશન ઉપરાંત નવી આધાર એપ ક્યુઆર કોડ વેરિફિકેશન ફીચર પણ આપશે. જેનાથી આધાર વેરિફિકેશન તેજ અને વધુ સ્કિલ્ડ થઈ જશે. જેવી રીતે ભારતમાં લગભગ દરેક પેમેન્ટ પોઈન્ટ પર UPI પેમેન્ટ ક્યુઆર કોડ વ્યાપક રીતે ઉપલબ્ધ છે. એ જ રીતે આધાર વેરિફિકેશન ક્યુઆર કોડ પણ જલદી ઓથેન્ટિકેશન પોઈન્ટ્સ પર ઉપલબ્ધ થશે.

જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">