Stock Market : Sensexમાં 3000 પોઈન્ટ અને નિફ્ટી 1000 પોઈન્ટ વધવાની શક્યતા ! જાણો શું કહે છે SGX નિફ્ટીના આંકડા
SGX નિફ્ટીના ડેટા અનુસાર આજે સેન્સેક્સ 3000 પોઈન્ટનો જંગી ઉછાળો નોંધાવી શકે છે. જ્યારે નિફ્ટી 50માં 1000 પોઈન્ટનો જંગી ઉછાળો નોંધાવી શકે છે.

ભારતીય શેરબજારમાં ગુરુવાર એટલે 10 એપ્રિલના રોજ બંધ રહેશે. આજે ભારતીય બજારમાં તમામ પ્રકારના વ્યવસાયો બંધ છે. આ દરમિયાન સિંગાપોર એક્સચેન્જ પર ટ્રેડેડ SGX નિફ્ટીનો ડેટા ભારતીય બજારમાં મજબૂત તેજી તરફ ઈશારો કરી રહ્યો છે.

ગુરુવારે SGX નિફ્ટી લગભગ 900 પોઈન્ટના વધારા સાથે 23,300 પોઈન્ટની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. જેથી શુક્રવારે નિફ્ટીની સાથે સેનસેક્સમાં પણ ભારે ઉછાળો જોવા મળી શકે છે. તમને

તમને જણાવી દઈએ કે SGX નિફ્ટી એક નિફ્ટી ઇન્ડેક્સ ડેરિવેટિવ છે, જે સિંગાપોર સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ થાય છે. તે ભારતીય નિફ્ટી ઇન્ડેક્સના પ્રદર્શનની આગાહી અને દેખરેખ રાખવામાં મદદ કરે છે.

SGX નિફ્ટીના ડેટા અનુસાર શુક્રવારે સેન્સેક્સ 3000 પોઈન્ટનો જંગી ઉછાળો નોંધાવી શકે છે. અને નિફ્ટી 50માં 1000 પોઈન્ટનો જંગી ઉછાળો નોંધાવી શકે છે. તમને જણાવી દઈએ કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવા ટેરિફ દરો પર 90 દિવસનો પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ, યુએસ માર્કેટમાં રોકેટ જેવો ઉછાળો જોવા મળ્યો છે.

બુધવારે યુએસ બજારમાં 12.16 ટકા સુધીનો જંગી ઉછાળો જોવા મળ્યો. ગઈકાલે ડાઉ જોન્સમાં 6.38%, S&P 500 માં 9.5% અને Nasdaq માં 12.16%નો ઉછાળો નોંધાયો હતો. જે બાદ આજે એશિયન બજારોમાં ભારે ઉછાળો જોવા મળ્યો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવી ટેરિફ નીતિની જાહેરાત બાદ, વિશ્વભરના શેરબજારોમાં વિનાશક ઘટાડો જોવા મળ્યો. આ સપ્તાહે સોમવારે સેન્સેક્સ 3914 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો અને નિફ્ટી 1146 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો.

મંગળવારે બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 875 પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી 285 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો. પરંતુ બુધવારે બજારને ફરી એકવાર ભારે નુકસાન થયું. ગઈકાલે સેન્સેક્સ 379 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 136 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો

































































