કાનુની સવાલ : જો પિતાએ લોન લીધી હોય, અને તે ચૂકવ્યા વિના મૃત્યુ પામે તો શું પુત્રએ તે લોન ચૂકવવી પડશે?
આ એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ પ્રશ્ન છે. જો પિતાએ લોન લીધી હોય, અને તે ચૂકવ્યા વિના મૃત્યુ પામે તો શું પુત્રએ તે લોન ચૂકવવી પડશે? જેનો જવાબ (Indian Succession Law) કેટલાક Landmark Judgementsના આધારે આપી શકાય છે.

જો પિતાએ લોન લીધી હોય, અને તે ચૂકવ્યા વિના મૃત્યુ પામે તો શું પુત્રએ તે લોન ચૂકવવી પડશે? કેટલાક કિસ્સાઓમાં પુત્રને તેના પિતાનું દેવું ચૂકવવું પડી શકે છે પરંતુ તે સંપૂર્ણપણે સંજોગો પર આધાર રાખે છે.

ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ, 1925 આ કાયદા મુજબ જો કોઈ વ્યક્તિનું મૃત્યું થાય છે અને તેના પર કોઈ દેણું બાકી છે. તો સૌથી પહેલા તેની મિલકતમાંથી દેવું ચૂકવવામાં આવે છે. વારસદારો પાસે દેવાની વ્યક્તિગત રીતે ચુકવણી કરવાની કોઈ કાનૂની જવાબદારી નથી, જ્યાં સુધી તેઓએ દેવાની ગેરંટી ન આપી હોય અથવા પિતાની મિલકતમાંથી લાભ ઉઠાવ્યો હોય.

Indian Contract Act, 1872 મુજબ કોઈપણ દેવાની કાનૂની જવાબદારી ફક્ત તે વ્યક્તિ પર લાગુ પડે છે જેણે કરાર કર્યો છે. જો પુત્ર પિતા માટે કોઈપણ રીતે ગારંટર બન્યો નથી.તો તેવ્યક્તિગત રીતે જવાબદાર નથી.

હવે આપણે જાણીએ કે, ઉત્તરાધિકારી તરીકેની જવાબદારી કેવી રીતે નક્કી થાય છે? પિતાએ લોન લીધી અને મિલકત છોડી દીધી તો, પુત્ર પિતાની મિલકતનું દેવું ચૂકવવા માટે જવાબદાર છે, પરંતુ માત્ર મિલકતની હદ સુધી.બીજું પિતાએ લોન લીધી, કોઈ મિલકત છોડી નથી. દીકરો લોન ચૂકવવા માટે જવાબદાર નથી.પુત્ર લોન માટે ગેરંટર હતો. તો દીકરો સંપૂર્ણપણે વ્યક્તિગત રીતે જવાબદાર છે.

મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ચુકાદાઓ પર વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે,K. Rajamouli vs A.V.K.N. Swamy (2001) 5 SCC 37ના ચૂકાદામાં જો વારસદારને કોઈ મિલકત ન મળી હોય, તો તે લોન માટે જવાબદાર નથી.

CIT vs. Estate of Late Omprakash Jhunjhunwala (2002)ના કેસમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વારસદારની જવાબદારી ફક્ત મૃત વ્યક્તિ પાસેથી વારસામાં મળેલી મિલકત જેટલી જ છે. કોલકાતા હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે જો કોઈ વારસદાર મૃત વ્યક્તિની મિલકતમાંથી લાભ મેળવે છે, તો તે મિલકતની હદ સુધી દેવું ચૂકવવા માટે જવાબદાર રહેશે, વ્યક્તિગત રીતે નહીં

હિન્દુ કાયદા મુજબ જો કોઈ સંપત્તિ સંયુક્ત પરિવારની છે અને લોન ધર્માર્થે સામાજિક અથવા કૌટુંબિક હેતુઓ માટે લેવામાં આવી હોય, તો કેટલાક કિસ્સાઓમાં વારસદારો મિલકતમાંથી લોન ચૂકવવા માટે જવાબદાર હોઈ શકે છે.

હિન્દુ કાયદા મુજબ જો કોઈ સંપત્તિ સંયુક્ત પરિવારની છે અને લોન ધર્માર્થે સામાજિક અથવા કૌટુંબિક હેતુઓ માટે લેવામાં આવી હોય, તો કેટલાક કિસ્સાઓમાં વારસદારો મિલકતમાંથી લોન ચૂકવવા માટે જવાબદાર હોઈ શકે છે.

ટુંકમાં દિકરો પિતાના લોનની ચૂકવણી માટે વ્યક્તિગત રુપથી જવાબદાર નથી. માત્ર તેન સંપત્તિની હદ સુધી જવાબદાર છે જે તેને તેના પિતા પાસેથી વારસામાં મળી છે. જો કોઈ સંપત્તિ વારસામાં મળી નથી. જો કોઈ મિલકત વારસામાં ન મળે, તો કોઈ જવાબદારી ઊભી થતી નથી

અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે.જો તમને તમારા ચોક્કસ કેસ અંગે કાનૂની સલાહની જરૂર હોય, તો અનુભવી વકીલનો સંપર્ક કરી શકો છો. (All Image: Symbolic Image)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































