સની દેઓલે ‘જાટ’ માટે કરિયરની સૌથી મોટી ફી લીધી, ‘ઢાઈ કિલો’નો હાથ 6 વિલન પર ભારે પડશે
સની દેઓલની ફિલ્મ જાટ હાલમાં ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં 6 વિલન સાથે 8-8 અભિનેત્રીઓ છે. આ વિલનની વાત કરીએ તો. જગપતિ બાબુ, વિનીત કુમાર, દયાનંદ શેટ્ટી, બબલૂ પૃથ્વીરાજ અને અજય ધોષના નામ સામેલ છે.તો ચાલો જાણીએ સની દેઓલને જાટ માટે કેટલો ચાર્જ લીધો છે.

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સની દેઓલ ફરી એકવાર ચર્ચામાં છે. તેમની બ્લોકબસ્ટર ફિલ્મ 'ગદર 2' પછી, તેઓ હવે નવી ફિલ્મ 'જાટ' સાથે મોટા પડદા પર પાછો ફર્યો છે. આ ફિલ્મ ફક્ત તેની સ્ટોરી કે એક્શન સિક્વન્સ માટે જ નહીં પરંતુ તેના સ્ટારની ફીને લઈને પણ ચર્ચામાં છે.

એક્શન થ્રિલર ફિલ્મ જાટ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે કે, જો આપણે જાટના ચાર્જ વિશે વાત કરીએ તો સની દેઓલને 42 વર્ષ બાદ મોટી સેલેરી મળી છે.

ગદર-2 બાદ સની દેઓલ બોલિવુડમાં સૌથી વધારે ચાર્જ લેનાર અભિનેતા બન્યો છે. ગદર-2 બ્લોકબસ્ટર સાબિત થયા બાદ આ સની દેઓલની પ્રથમ ફિલ્મ છે. મોટા બજેટમાં બનેલી ફિલ્મમાં 42 વપ્યસ બાદ સૌથી મોટો ચાર્જ લીધો છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સનીદેઓલે આ ફિલ્મ માટે અંદાજે 50 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છો.રિપોર્ટ મુજબ ફિલ્મ જાટ માટે રણદીપ હુડાને માત્ર 7 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે.

ડાયરેક્ટર ગોપીચંદ માલિનેની એક્શન થ્રિલર ફિલ્મ જાટના બજેટની વાત કરીએ તો અંદાજે 100 કરોડના બજેટમાં જાટ ફિલ્મ તૈયાર થઈ છે. પરંતુ સની દેઓલ આ ફિલ્મમાં 6-6 વિલનને ઘૂળ ચટાવતો જોવા મળ્યો છે. કારણ કે, 29 વર્ષ પહેલા તે એક ફિલ્મમાં 7 ભાઈઓને મોતને ઘાટ ઉતારી ચૂક્યા છે.

સની દેઓલ 29 વર્ષ પહેલા 7-7 વિલન સાથે ટકરાય ચૂક્યો છે. ત્યારે આખા થિયેટરમાં તાળીઓ અને સીટીઓનો અવાજ ગુંજી ઉઠ્યો હતો. ઢાઈ કિલોનો હાથ સની દેઓલના ચાહકોને ખુબ પસંદ આવ્યો હતો.
‘હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ, ઝિંદાબાદ થા ઔર ઝિંદાબાદ રહેગા’ અભિનેતાના ડાયલોગ છે ખુબ ફેમસ, સની દેઓલના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો






































































