વિરાટ કોહલીનો 110 કરોડનો કરાર થયો સમાપ્ત, IPL 2025 વચ્ચે આવ્યા મોટા સમાચાર
વિરાટ કોહલીનો રમતગમતના સામાન બનાવતી કંપની પુમા ઈન્ડિયા સાથેનો કરાર સમાપ્ત થઈ ગયો છે. પુમા ઈન્ડિયાનો વિરાટ સાથે 110 કરોડ રૂપિયાનો કરાર હતો. હવે વિરાટ કોહલી અન્ય કંપની સાથે કામ કરતો જોવા મળશે.

વિરાટ કોહલી હાલમાં IPL 2025માં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેનું શાનદાર પ્રદર્શન RCBને સતત જીત તરફ દોરી રહ્યું છે. પરંતુ આ દરમિયાન એક મોટા સમાચાર આવી રહ્યા છે કે રમતગમતના સામાન બનાવતી કંપની પુમા ઈન્ડિયા સાથેનો તેનો કરાર સમાપ્ત થઈ ગયો છે.

વિરાટ કોહલી પુમા ઈન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર હતો અને હવે આ કંપની સાથે તેનો સોદો પૂર્ણ થઈ ગયો છે. પુમા ઈન્ડિયાએ વિરાટ કોહલીને 110 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો. પરંતુ હવે વિરાટ અને પુમા ઈન્ડિયાથી અલગ થઈ ગયો છે.

વિરાટ કોહલી હવે એજિલિટાસ કંપની સાથે હાથ મિલાવી રહ્યો છે. વિરાટ કોહલી પણ આ કંપનીમાં રોકાણકાર છે. આ કંપનીનો એમડી અભિષેક ગાંગુલી અગાઉ પુમા ઈન્ડિયાનો દક્ષિણ-પૂર્વ એશિયાનો મેનેજિંગ ડિરેક્ટર હતો. એજિલિટાસ કંપનીની રચના વર્ષ 2023માં થઈ હતી અને વિરાટ કોહલીએ આ કંપનીમાં ઘણું રોકાણ કર્યું છે.

વિરાટ કોહલી ઘણી મોટી કંપનીઓમાં સાથે જોડાયેલો છે, જેમાંથી કેટલીક કંપનીઓમાં વિરાટે રોકાણ પણ કર્યું છે. વિરાટ કોહલી વન 8 કોમ્યુન, નોઈઝ, સન ફાર્મા વોલિની, એમઆરએફ ટાયર્સ, રેજ કોફી, ફાયર બોલ્ટ, ઉબેર ઈન્ડિયા, વિવો, બૂસ્ટ, અમેરિકન ટુરિસ્ટર જેવી કંપનીઓ સાથે સંકળાયેલો છે.

આ ઉપરાંત વિરાટ કોહલી હિમાલય, બ્લુ સ્ટાર, મિન્ત્રા, રોંગ, મોબાઈલ પ્રીમિયર લીગ, ઓડી ઈન્ડિયા, માન્યવર, ટિસો જેવી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યો છે.

IPL 2025માં વિરાટ કોહલીનું પ્રદર્શન અદ્ભુત રહ્યું છે. વિરાટ કોહલીએ 5 મેચમાં 50થી વધુની સરેરાશથી 164 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ બે અડધી સદી ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 140થી વધુ છે. વિરાટના આ પ્રદર્શનને કારણે RCB દરેક મેચમાં સારું પ્રદર્શન કરી રહી છે. RCBએ ચારમાંથી ત્રણ મેચ જીતી છે. (All Photo Credit : PTI / X)
IPL 2025માં વિરાટ કોહલી સારા ફોર્મમાં છે. RCB પણ જીતના ટ્રેક પર છે. કોહલી અને RCB આ વર્ષે ટ્રોફી જીતે એવી RCB ફેન્સની ઈચ્છા છે. વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો






































































