Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs KKR IPL 2025 : કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2025 | 11:07 PM

આજે 11 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

CSK vs KKR IPL 2025 : કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું
IPL 2025 CSK vs KKR

આજે 11 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Apr 2025 10:34 PM (IST)

    CSKની ચેન્નાઈમાં હાર

    ચેન્નાઈ સુપર કિંગ્સનો 8 વિકેટે પરાજય થયો. KKR એ પોતાની ત્રીજી જીત નોંધાવી અને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું. KKR એ માત્ર 10.1 ઓવરમાં 104 રનના લક્ષ્યનો પીછો કર્યો. ચેપોકમાં ચેન્નાઈનો આ સૌથી મોટો પરાજય છે. ઉપરાંત, પહેલીવાર આ ટીમ ચેપોકમાં સતત ત્રણ મેચ હારી ગઈ છે. IPLની કોઈપણ સિઝનમાં પહેલી વાર ચેન્નાઈએ સતત પાંચ મેચ હારી છે.

  • 11 Apr 2025 10:28 PM (IST)

    KKR એ CSK ને હરાવ્યું

    કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું, રિંકુ સિંહે શાનદાર સિક્સર ફટકારી KKRને અપાવી જીત

  • 11 Apr 2025 10:14 PM (IST)

    નારાયણ 44 રન બનાવી આઉટ

    કોલકાતાને બીજો ઝટકો, સુનીલ નારાયણ 18 બોલમાં 44 રન બનાવી આઉટ, નૂર અહમદે લીધી વિકેટ

  • 11 Apr 2025 09:59 PM (IST)

    કમબોજે ડી કોકને કર્યો ક્લીન બોલ્ડ

    કોલકાતાને પહેલો ઝટકો, ડી કોક 16 બોલમાં 23 રન બનાવી આઉટ, કમબોજે ડી કોકને કર્યો ક્લીન બોલ્ડ

  • 11 Apr 2025 09:24 PM (IST)

    KKRને જીતવા 104નો ટાર્ગેટ

    ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું ખરાબ પ્રદર્શન, કોલકાતાને જીતવા માત્ર 104 રનનો ટાર્ગેટ, અંતિમ બોલ પર શિવમ દુબેએ બાઉન્ડ્રી ફટકારતા CSKનો સ્કોર 100 ને પાર થયો

  • 11 Apr 2025 09:02 PM (IST)

    CSKને નવમો ઝટકો

    ચેન્નાઈ સુપર કિંગ્સને નવમો ઝટકો, નૂર અહમદ માત્ર 1 રન બનાવી થયો આઉટ, વૈભવ અરોરાએ લીધી વિકેટ

  • 11 Apr 2025 08:50 PM (IST)

    ધોની 1 રન બનાવી આઉટ

    ચેન્નાઈ સુપર કિંગ્સને સૌથી મોટો ઝટકો, એમએસ ધોની માત્ર એક રન બનાવી થયો આઉટ

  • 11 Apr 2025 08:42 PM (IST)

    ધોની ક્રિઝ પર

    ચેન્નાઈ સુપર કિંગ્સને સાતમો ઝટકો, હુડ્ડા 0 રન બનાવી આઉટ, ધોની ક્રિઝ પર

  • 11 Apr 2025 08:37 PM (IST)

    જાડેજા 0 પર આઉટ

    ચેન્નાઈ સુપર કિંગ્સને છઠ્ઠો ઝટકો, રવીન્દ્ર જાડેજા 0 પર આઉટ, સુનિલ નારાયણે લીધી વિકેટ

  • 11 Apr 2025 08:34 PM (IST)

    રાણાએ અશ્વિનને કર્યો આઉટ

    ચેન્નાઈ સુપર કિંગ્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, અશ્વિન માત્ર 1 રન બનાવી આઉટ, હર્ષિત રાણાએ લીધી વિકેટ

  • 11 Apr 2025 08:24 PM (IST)

    રાહુલ ત્રિપાઠી 16 રન બનાવી આઉટ

    ચેન્નાઈ સુપર કિંગ્સને ચોથો ઝટકો, રાહુલ ત્રિપાઠી 16 રન બનાવી થયો આઉટ, સુનિલ નારાયણે લીધી વિકેટ

  • 11 Apr 2025 08:08 PM (IST)

    CSK નો સ્કોર 50ને પાર

    ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 50 ને પાર, રાહુલ ત્રિપાઠી-વિજય શંકરે સંભાળી બાજી

  • 11 Apr 2025 07:54 PM (IST)

    બે ઓવરમાં બે ઝટકા

    ચેન્નાઈ સુપર કિંગ્સને બે ઓવરમાં બે ઝટકા, ડેવોન કોનવે બાદ રચિન રવીન્દ્ર સસ્તામાં આઉટ, હર્ષિત રાણાએ રચિન રવીન્દ્રને કર્યો આઉટ, કેપ્ટન રહાણેએ લીધો કેચ

  • 11 Apr 2025 07:50 PM (IST)

    CSKને પહેલો ઝટકો

    ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલો ઝટકો, ડેવોન કોનવે માત્ર 12 રન બનાવી થયો આઉટ, મોઈન અલીએ કોલકાતા નાઈટ રાઈડર્સને અપાવી પહેલી સફળતા, મોઈન અલીએ ડેવોન કોનવેને lbw આઉટ કર્યો. ડેવોન કોનવેએ રિવ્યૂ લીધો અને અમ્પાયર્સ કોલ આવતા થર્ડ અમ્પાયરે આઉટ આપ્યો હતો જેથી કોનવે આઉટ જાહેર થયો.

  • 11 Apr 2025 07:31 PM (IST)

    ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઈંગ 11

    રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, શિવમ દુબે, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ.

    ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: મથિશા પથિરાના, જેમી ઓવરટોન, દીપક હુડા, શેખ રશીદ, કમલેશ નાગરકોટી.

  • 11 Apr 2025 07:30 PM (IST)

    કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ 11

    ક્વિન્ટન ડી કોક, સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.

    ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: અંગક્રિશ રઘુવંશી, મનીષ પાંડે, રોવમેન પોવેલ, લવનીથ સિસોદિયા, અનુકુલ રોય.

  • 11 Apr 2025 07:29 PM (IST)

    CSK એ બે ફેરફાર કર્યા

    આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે બે ફેરફાર કર્યા છે. ઋતુરાજ ગાયકવાડ અને મુકેશ ચૌધરી આ મેચમાંથી બહાર થઈ ગયા છે. આ બંનેની જગ્યાએ રાહુલ ત્રિપાઠી અને અંશુલ કંબોજ રમશે.

  • 11 Apr 2025 07:28 PM (IST)

    કોલકાતામાં એક બદલાવ

    કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે એક ફેરફાર કર્યો છે. આ મેચમાં સ્પેન્સર જોહ્ન્સનની જગ્યાએ મોઈન અલી રમી રહ્યો છે.

  • 11 Apr 2025 07:02 PM (IST)

    ધોની હાર્યો ટોસ

    ધોની હાર્યો ટોસ, રહાણેએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ચેન્નાઈ બેટિંગ ફર્સ્ટ

  • 11 Apr 2025 06:39 PM (IST)

    UCC અને વકફના વિરોધ મામલે મૌન રેલીની પરવાનગી આપવા હાઈકોર્ટનો ઈન્કાર

    UCC અને વકફના વિરોધ મામલે ગુજરાત હાઈકોર્ટે, મૌન રેલી યોજવા કોઈ પરવાનગી આપી નથી. બનાસકાંઠાના પાલનપુરમાં મૌન રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શિત કરવા મુસ્લિમ અધિકાર મંચે મંજૂરી માંગી હતી. સ્થાનીક તંત્ર દ્વારા રેલી માટે મંજૂરી અપાઈ નહોતી. અરજદારે સ્થાનિક તંત્રના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. 15 એપ્રિલના રોજ યોજાનાર રેલીમાં 1000 થી વધુ લોકો ભાગ લેવાના હોવાનો અરજદારનો દાવો કર્યો હતો. રાજ્ય સરકાર વતી જી એચ વીર્ક એ મહત્વની દલીલ કરતા જણાવ્યું કે, વિરોધ દર્શાવવાનો તમામને અધિકાર પરંતુ કાયદો અને વ્યવસ્થાના ભોગે નહીં. કાયદાકીય સૂચનો કે પ્રસ્તાવ સામે માત્ર રેલી કરવી વિરોધ કરવો એ માત્ર એક પદ્ધતિ નથી. 21 એપ્રિલના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

  • 11 Apr 2025 06:33 PM (IST)

    રાજકોટમાં હીરાના કારખાનામાંથી 60 લાખ રૂપિયાના ડાયમંડ ચોરાયા

    રાજકોટમાં 60 લાખ રૂપિયાના હિરાની ચોરીની ઘટના સામે આવી છે. રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા ધરમનગર સોસાયટીમાં આવેલા ખેડિયાર ડાયમંડ નામના કારખાનામાં ગત ગુરૂવારે રાત્રે 60 લાખની કિંમતના હિરાની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. કારખાનાના માલિક વિપુલ ગોંડલિયાને, શુક્રવારે સવારના રોજ જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ડીસીપી , એસીપી અને ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી.

  • 11 Apr 2025 05:27 PM (IST)

    કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગરમાં વરસ્યો કમોસમી વરસાદ

    ભાવનગરમાં ભર ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. શહેરના જશોનાથ ચોક,  ભીડભજન સહિતના વિસ્તારોમાં કમોમસી વરસાદ વરસ્યો છે. લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

  • 11 Apr 2025 04:46 PM (IST)

    રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

    રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ તપાસ એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી , ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કેલકટર કચેરીએ પહોંચી હતી. કલેક્ટર કચેરીમાં બોમ્બની ધમકીને લઈને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ સુધીમાં કચેરીમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. તપાસ બાદ, પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.

  • 11 Apr 2025 04:14 PM (IST)

    અનેક ફરિયાદો મળતા અમદાવાદ ટ્રાફિક આઈ ડિવિઝનના 4 ટીઆરબી જવાનને છૂટા કરાયાં

    અમદાવાદ ટ્રાફિક આઈ ડિવિઝનના 4 ટીઆરબી જવાનને છૂટા કરવામાં આવ્યા છે. માનદ સેવા આપતા ચાર ટીઆરબીને છૂટા કરવામાં આવ્યા છે. ટીઆરબી જવાન વિરુદ્ધ અનેક ફરિયાદો મળતા છૂટા કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. ચારેય જવાનો શિસ્ત વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક જેસીપી દ્વારા ચારેયને ટીઆરબીમાંથી છૂટા કરવા આદેશ કરાયો છે.

  • 11 Apr 2025 04:12 PM (IST)

    અમદાવાદના ખોખરામાં પરિષ્કા ફ્લેટના પાંચમા માળે લાગી આગ

    અમદાવાદના પૂર્વ વિસ્તારમા આવેલ ખોખરાના પરિષ્કા ફ્લેટના પાંચમા માળે આગ લાગ્યાની ઘટના ઘટી છે. આગ લાગવાના સમાચાર મળતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ છે. રહેણાક ફ્લેટના પાંચમા માળે આગ લાગી હોવાથી અમદાવાદ ફાયરના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.

  • 11 Apr 2025 03:47 PM (IST)

    સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલ ધોબી ઘાટને મ્યુ. કોર્પોરેશને કર્યું સીલ

    અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલ ધોબી ઘાટને મ્યુ કોર્પોરેશને સીલ કર્યું છે. ધોબી ઘાટ પર બિનઅધિકૃત રીતે ચાલુ રાખી લાયસન્સ ફી, AMCને ભાડાની રકમ નહી ચૂકવતા મ્યુ.કોર્પોરેશને સીલ કર્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ. કો.લી ખાતે પૈસા જમા કરાવેલ ના હોવાથી ધોબી ઘાટ વપરાશ માટે બંધ કરાવી દઈને સીલ કરવામાં આવ્યું છે. ધોબી ઘાટમાં કરાયેલ અમુક ગેરકાયદે બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યું છે. ધોબી ઘાટના વપરાશકર્તાઓએ 23- 10- 2020 પછી પૈસા ભર્યા ન હતા. ધોબી ઘાટ પર 7 બ્લોક માં કુલ 168 સભ્યો છે. ધોબી ઘાટ સીલ મારતા તેના વપરાશકર્તાઓએ વિરોધ કર્યો છે.

    અમે લોકોએ પૈસા ભર્યા છતાં પણ આખું યુનિટ હોવાથી બંધ કરવામાં આવ્યું છે. અમૂલ લોકો પૈસા ચૂકવતા ના હોવાથી સીલ માર્યું હોવાના ધોબી કામ કરતા સભ્યોએ આક્ષેપ કર્યા છે. સીલ માર્યું હોવાથી ધંધો બંધ થઈ જતા નુકશાન થશે તેમ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, સીલ મારતા કામ કરવા માટે આપેલા કપડાં અંદર હોવાથી ગ્રાહકોને મોટું નુકશાન થશે. ધોબી ઘાટ પર તમામ યુનિટમાં વપરાશ કરનારા વચ્ચે એક જ મીટર હોવાથી તકલીફ પડી રહી છે. મ્યુ.કોર્પોરેશન થોડી રાહત આપે જેથી ધંધો ફરી શરૂ કરી શકીએ તેવી રજૂઆત વપરાશકર્તાઓ દ્વારા કરાઈ છે.

  • 11 Apr 2025 02:46 PM (IST)

    ગાંધીનગરઃ સચિવાલયના બ્લોક નંબર 4ની કેન્ટીનમાં વાનરનો આતંક

    ગાંધીનગરઃ સચિવાલયના બ્લોક નંબર 4ની કેન્ટીનમાં વાનરનો આતંક જોવા મળી રહ્યો છે. બ્લોક નંબર 4ના ત્રીજા માળે વાનર પહોંચ્યો. કેન્ટીનમાં વાનરને બેઠેલો જોઈ સરકારી કર્મચારીઓમાં ભયનો માહોલ છે. વાનરે જમવા બેઠેલા લોકોની થાળીમાંથી રોટલી છીનવી. કેન્ટીનમાં આવેલા કર્મચારીઓ વાનરને જોઈ ડરી ગયા.

  • 11 Apr 2025 01:39 PM (IST)

    દમણ: રસ્તા પર ખોદકામની કરતી એજન્સીની બેદરકારી આવી સામે

    દમણ: રસ્તા પર ખોદકામની કરતી એજન્સીની બેદરકારી સામે આવી છે. રીંગણવાળામાં નવા રોડની કામગીરી દરમિયાન આગની ઘટના બની. JCB મશીનનો પાવડો ગેસ લાઈનમાં લાગી જતા ભીષણ આગ લાગી. આગની જ્વાળા 15થી 20 ફૂટ સુધી ઉઠતા JCB મશીન આગની ઝપેટમાં આવી ગયા છે. ગેસ લાઈનમાં ભંગાણ બાદ લાગેલી આગને કારણે અફરાતફરી મચી છે. ફાયર વિભાગ અને ગેસ લાઈનની ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે છે.

  • 11 Apr 2025 12:29 PM (IST)

    જામનગરઃ નંદપુરના ઉંડ-1 ડેમમાંથી પાણી છોડાયું

    જામનગરઃ નંદપુરના ઉંડ-1 ડેમમાંથી પાણી છોડાયું છે. ચેકડેમ ભરવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. આસપાસના 15 ગામના લોકોને સચેત કરાયા. ગ્રામજનોને સાવધાન રહેવા સૂચના અપાઈ. નદીનાં પટમાં અવરજવર ન કરવા તાકીદ અપાઇ.

  • 11 Apr 2025 11:34 AM (IST)

    જૂનાગઢ: CM ભૂપેન્દ્ર પટેલ વિસાવદરની મુલાકાતે

    જૂનાગઢ: CM ભૂપેન્દ્ર પટેલ વિસાવદરની મુલાકાતે પહોંચ્યા છે. કરોડોના વિકાસકાર્યોનું CMના હસ્તે લોકાર્પણ, ખાતમુહૂર્ત  થશે. વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્યપ્રધાનનો કાર્યક્રમ છે. CM ભૂપેન્દ્ર પટેલ વિકાસકાર્યોના લોકાર્પણ સભા સંબોધશે. મુખ્યપ્રધાન બ્રહ્માનંદ ચાપરડા આશ્રમની પણ મુલાકાત લેશે.

  • 11 Apr 2025 11:10 AM (IST)

    રાજકોટના ધોરાજીના વાતાવરણમાં પલટો

    રાજકોટના ધોરાજીના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. તલ, મગફળી, અડદ સહિતના પાકને નુકસાનની ભીતિ છે.

  • 11 Apr 2025 09:38 AM (IST)

    PM મોદી સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે

    PM મોદી સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાતે છે. PM મોદી 2014 પછી 50મી વખત વારાણસીની મુલાકાત લેશે. પૂર્વાંચલને ₹3884 કરોડની  PM મોદી ભેટ આપશે. 1629 કરોડના 19 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. 2255 કરોડના 25 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. PM લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવશે. એરપોર્ટથી હેલિકોપ્ટરમાં મેહંદીગંજ પહોંચશે. PM મોદી મેહંદીગંજ જનસભાને સંબોધિત કરશે.

  • 11 Apr 2025 09:25 AM (IST)

    ઉત્તરપ્રદેશ: વાવાઝોડા અને વીજળીથી તબાહી

    ઉત્તરપ્રદેશ: વાવાઝોડા અને વીજળીથી તબાહી મચી ગઇ છે. કુદરતી આફતમાં 22 લોકોના મોત થયા છે. ફતેહપુર અને આજમગઢમાં સૌથી વધુ 3-3ના મોત થયા છે. ફિરોજાબાદ, કાનપુર, દેહાત, સીતાપુરમાં 2-2 મોત થયા,ગાજીપુર, ગોંડા, અમેઠીમાં એક-એક મોત, સંત કબીરનગર અને સિદ્ધાર્થનગરમાં એક-એક મોત. 45 જેટલા પશુઓના મોત થયા છે. 15 મકાનોને નુકસાન પહોંચ્યુ છે. મૃતકો માટે 4-4 લાખના વળતરની જાહેરાત કરવામાં આવી છે.

  • 11 Apr 2025 09:01 AM (IST)

    સુરતઃ વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટમાં લાગી આગ

    સુરતઃ વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટમાં આગ લાગી છે. હેપ્પી એન્કલેવના સાતમાં માળે આગ લાગી. ફ્લેટના ત્રણ માળ આગની ચપેટમાં આવી ગયા છે. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પહોંચી છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવા પ્રયાસ કરી રહ્યા છે.

  • 11 Apr 2025 08:18 AM (IST)

    અમેરિકા: મેનહટ્ટન નજીક હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ

    અમેરિકા: મેનહટ્ટન નજીક હડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થયુ છે. હેલિકોપ્ટર ક્રેશ થતા 6ના મોત થયા છે. પાઇલટ અને 3 બાળકો સહિત 6 લોકોના મોત થયા છે. લોઅર મેનહટ્ટન અને જર્સી વચ્ચે દુર્ઘટના સર્જાઇ. અગમ્ય કારણોસર પાઇલોટે કાબૂ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ.

  • 11 Apr 2025 07:30 AM (IST)

    વડોદરા જિલ્લામાં શ્વાનનો આતંક સામે આવ્યો

    વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. સાધલી ગામની એકતા નગર સોસાયટીમાં રહેતી ત્રણ વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો. શ્વાને બાળકીને ઘેરીને હુમલો કરતા બાળકીને ભારે ઈજાઓ પહોંચી છે. બાળકીને તાત્કાલિક સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાઈ હતી, પરંતુ ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં બાળકીને દાખલ કરવી પડી હતી.

  • 11 Apr 2025 07:29 AM (IST)

    NIAએ તહવ્વુર રાણાના 18 દિવસના રિમાન્ડ મેળવ્યા

    પટિયાલા હાઉસ કોર્ટે તહવ્વુર રાણાની 18 દિવસની કસ્ટડી મંજૂર કરી છે. તપાસ એજન્સી NIAએ 20 દિવસની કસ્ટડી માંગી હતી. આ કેસની સુનાવણી બંધ રૂમમાં થઈ અને રાત્રે 2 વાગ્યે ચુકાદો જાહેર કરવામાં આવ્યો.

Published On - Apr 11,2025 7:28 AM

Follow Us:
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલની મુલાકાતે
ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલની મુલાકાતે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
રાજુલામાં મસ્જિદ સહિતના અનેક વિસ્તારોમાં પોલીસનું સર્ચ ઓપરેશન
રાજુલામાં મસ્જિદ સહિતના અનેક વિસ્તારોમાં પોલીસનું સર્ચ ઓપરેશન
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ
મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
g clip-path="url(#clip0_868_265)">