Ahmedabad : સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં આરોપીને હાઈકોર્ટે આપી રાહત ! 20 વર્ષની સજા સ્થગિત કરી આપ્યા જામીન, જાણો કારણ
અમદાવાદમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપીની 20 વર્ષની સજા સ્થગિત કરી જામીન મંજૂર કર્યા છે. તપાસમાં બેદરકારી અને DNA મેળ ન ખાવા સહિતના પુરાવાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
અમદાવાદમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં નાટકીય વળાંક આવ્યો છે. તપાસ અધિકારીની બેદરકારી અને દસ્તાવેજી તથ્યોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે આરોપીની 20 વર્ષની સજા સ્થગિત કરી જામીન મંજૂર કર્યો છે.
સગીરાએ દુષ્કર્મ બાદ બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ આરોપી સાથે બાળકનો DNA મેળ ન ખાય એવું સાબિત થયું. આ ઉપરાંત સ્કૂલના રેકોર્ડના આધારે સગીરાની જન્મતારીખ રજૂ કરીને આરોપીના વકિલે મહત્વના પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા.
આ કેસમાં કુલ ત્રણ આરોપી હોવા છતાં, માત્ર એક સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. બચાવ પક્ષે બાકીના બે આરોપીઓ સામે ફરિયાદ ન હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો.
હાઈકોર્ટના ચુકાદા બાદ ટ્રાયલ કોર્ટે પણ તપાસમાં બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.
આ કેસ રાજ્યમાં મહિલાઓ અને બાળ સુરક્ષા મુદ્દે પોલીસ તપાસની ગુણવત્તા અને ન્યાયપ્રણાલી સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
