Vastu tips : ઘરની કઈ દિશામાં લગાવવો જોઈએ બાળકોનો ફોટો ? જાણો
વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવા માટે સાચી દિશા અને સ્થાન અંગે માહિતી આપવામાં આવી છે. તેવી જ રીતે ઘરના ક્યાં રુમમાં કઈ વસ્તુ મુકવી જોઈએ તે અંગે પણ જાણકારી આપવામાં આવી છે.

મોટાભાગના લોકોના ઘરે બાળકો અને પરિવારોનો ફોટો લગાવતા હોય છે. ઘરે બાળકોના ફોટા કઈ દિશામાં લગાવવા જોઈએ તે અંગે પણ વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે.

તમારા ઘરની પશ્ચિમ દિશા બાળકો અને સર્જનાત્મકતા સાથે સંબંધિત છે. આ દિશામાં બાળકોના ફોટો લગાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. અહીં બાળકનો ફોટો મૂકવાથી, તેઓ અભ્યાસમાં હોશિયાર બને છે અને હંમેશા તેમના જીવનમાં આગળ વધે છે.

બાળકનો ફોટો દક્ષિણ દિશામાં લગાવવાનો ટાળવો જોઈએ. જો તમે દક્ષિણ દિશામાં બાળકનો ફોટો લગાવવાથી બાળક જલ્દી જ જવાબદાર બને છે અને એકલા આખા પરિવારને સંભાળવાની હિંમત વિકસાવે છે. આ દિશા ઘરના માલિક સાથે સંબંધિત છે.

તમારા બાળકનો ફોટો પૂર્વ દિશામાં લગાવવાથી, તમારું બાળક બુદ્ધિશાળી અને ઉર્જાવાન બને છે. તે જીવનમાં સફળ સ્થાન પ્રાપ્ત કરે છે અને ભગવાનના આશીર્વાદ હંમેશા તેના પર રહે છે.

તમારે બાળકોની તે તસવીર ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવી જોઈએ. વાસ્તવમાં આ દિશામાં પરિવારનો ફોટો લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. અહીં કૌટુંબિક ફોટા મૂકવાથી, કૌટુંબિક સંબંધો વધુ મજબૂત બને છે અને બધા લોકોમાં એકતા અને સૌહાર્દપૂર્ણ સંબંધો જળવાઈ રહે છે.
Tv9 ગુજરાતી પર વાસ્તુશાસ્ત્રની તમામ પ્રકારની સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે. તો વાસ્તુની તમામ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

































































