તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? 

11 એપ્રિલ, 2025

હિન્દુ ધર્મમાં તુલસી માતાને સિંદૂર લગાવવું એ એક શુભ પ્રથા માનવામાં આવે છે. આની પાછળ ઘણી ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ રહેલી છે.

સિંદૂરને પરિણીત સ્ત્રીઓ માટે સૌભાગ્ય અને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. તુલસી માતાને વિષ્ણુની પત્ની તરીકે પૂજવામાં આવે છે, તેથી તેમને સિંદૂર લગાવવું શુભ અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે.

તુલસી માતાને સિંદૂર લગાવવા પાછળ એક માન્યતા એવી પણ છે કે સ્ત્રી પોતાના પતિના લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરે છે.

વાસ્તુ અનુસાર, તુલસી પર સિંદૂર લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે.

એવું પણ માનવામાં આવે છે કે તુલસી પર સિંદૂર લગાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તુલસીને સિંદૂર ચઢાવવાથી વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે અને વૈવાહિક જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. આનાથી તમારા જીવનસાથી સાથેનો સંબંધ પણ ગાઢ બને છે.

જ્યોતિષ શાસ્ત્રમાં, સિંદૂર મંગળ સાથે સંબંધિત માનવામાં આવે છે, તેથી તુલસી પર સિંદૂર ચઢાવવાથી કુંડળીમાં મંગળ મજબૂત બને છે.

નોંધ : અહીં અપવમાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.