IPL 2025: ‘માજી મુંબઈ’નો યુવા સ્ટાર સીઝનની અધવચ્ચેથી કોલકાતામાં જોડાશે, જાણો કોણ છે આ યુવા ખેલાડી?
આઈપીએલ 2025માં કોલકાતા નાઈટ રાઇડર્સનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. કોલકાતાએ 5 મેચ રમી છે, ટીમે 5 મેચમાંથી 3માં હાર અને ફક્ત 2માં જીત મેળવી છે. એવામાં કોલકાતાએ એક યુવા ઓલરાઉન્ડરની ટીમમાં એન્ટ્રી કરી છે.

કોલકાતાની ટીમમાં જોડાયેલ આ યુવાનું નામ 'અભિષેક દલહોર' છે. અભિષેક દલહોર કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે એક નેટ બોલરના રૂપે જોડાશે. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની છેલ્લી 2 સીઝનમાં અભિષેક દલહોરે શાનદાર પ્રદર્શન કરીને લોકોના દિલ જીતી લીધા છે.

જણાવી દઈએ કે, અભિષેક દલહોર ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં માજી મુંબઈ તરફથી રમે છે. માજી મુંબઈમાં અભિષેકનું પ્રદર્શન દમદાર રહેતા કોલકાતાના સિલેક્ટર્સે તેને એક નેટ બોલર તરીકે ટીમમાં જોડ્યો છે.

ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગના ઇતિહાસમાં અભિષેક દલહોર સૌથી મોંઘો ખિલાડી છે. સીઝન 2માં માજી મુંબઈએ ખિતાબ જીત્યો ત્યારે અભિષેક દલહોરે ટીમમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની 2 સીઝનમાં અભિષેકે કુલ 19 મેચો રમી છે. જેમાં તેણે 324 રન બનાવ્યા છે અને 33 વિકેટ પોતાના નામે કરી છે. સીઝન 1માં અભિષેક દલહોરને 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યો હતો. તેમજ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની બીજી સીઝનમાં તેણે 'બેસ્ટ બોલર ઓફ ધ ટૂર્નામેન્ટ'નો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

ટી-10 તરીકે યોજાતી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ યુવા ખિલાડીઓને વિશ્વ મંચ પર એક ઓળખાણ અપાવે છે. અભિષેક દલહોરની આ સફરથી કહી શકાય કે, આઇએસપીએલ ભારતના યુવાઓ માટે ક્રિકેટમાં ક્રાંતિ લાવી રહ્યું છે.
IPL 2025માં સૌથી મોટી ઉંમરના ખેલાડીનો આવો છે પરિવાર ,બહેન છે શિક્ષક,ધોનીના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો
