Travel Tips : હનુમાન જંયતિ પર ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરના દર્શન કરો, જુઓ ફોટો
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

તમામ મુસીબતોને પળવારમાં દૂર કરીને મનોકામનાઓ પૂર્ણ કરનાર પવન પુત્ર હનુમાનજીની જન્મજયંતિની ઉજવણી ખુબ ધામધુમથી કરવામાં આવે છે. તો આજે આપણે ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ હનુમાનજીના મંદિર વિશે વાત કરીશું.

ગુજરાતમાં પસિદ્ધ હનુમાનજીનું મંદિર સાળંગપુરમાં આવેલું છે. અહી પહોંચવા માટે તમારે સૌથી પહેલા ભાવનગર આવવાનું રહેશે. ભાવનગર તેમજ અમદાવાદ, રાજકોટથી પણ તમે આસાનીથી ટ્રેન દ્વારા સારંગપુર પહોંચી શકો છો.

અમદાવાદ શહેરમાં આવેલું કેમ્પ હનુમાન મંદિર પણ ખુબ જ ફેમસ છે.આ મંદિર અંદાજે 250 વર્ષ જૂનું છે.કેમ્પ હનુમાન મંદિર અમદાવાદના શાહીબાગમાં અમદાવાદ છાવણીમાં આવેલું છે. આ મંદિર તેના ધાર્મિક મહત્વ માટે ફેમસ છે.આ મંદિર મંગળવાર અને શનિવારે રાત્રે 11: 00 વાગ્યા સુધી અને બાકીના બધા દિવસોમાં રાત્રે 9 : 00 વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

ભારતના ઘણા મંદિરો એવા છે કે તે પોતાની આગવી વિશેષતા ધરાવે છે. તેમાંથી એક છે બાલા હનુમાન મંદિર ,આ મંદિર 1964 થી સતત શ્રી રામ ધૂનનો જાપ થાય છે, અખંડ જાપ માટે આ મંદિરને ગિનિસ બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે.જામનગરમાં આવેલા બાલા હનુમાન મંદિરમાં લોકોને ઊંડી શ્રદ્ધા છે,

બેટ દ્વારકામાં ભગવાન હનુમાનનું એક ભવ્ય મંદિર છે, જે બેટ દ્વારકાના મુખ્ય શ્રી કૃષ્ણ મંદિરથી પાંચ કિલોમીટર પૂર્વમાં સ્થિત છે. આ મંદિર દાંડી હનુમાન મંદિર તરીકે ઓળખાય છે.આ મંદિર હનુમાન અને તેમના પુત્ર મકરધ્વજને સમર્પિત છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો