શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન

11 Apr 2025

by: Mina Pandya

જ્યારે આપણું બોડી પ્યુરીન તોડે છે ત્યારે યુરિક એસિડ ઉત્પન્ન થાય છે. પ્યુરીન લગભગ તમામ ખોરાક અને પીણામાં જોવા મળે છે.

by: Mina Pandya

શરીરમાં યુરિક એસિડનું સ્તર વધવાથી સાંધામાં તકલીફ, કિડની રોગ અને હાર્ટ એટેક આવી શકે છે.

by: Mina Pandya

યુરિક એસિડ

ઘણીવાર યુરિક એસિડ શરીરમાં ક્રિસ્ટલના રૂપમાં ભેગું થઈ જાય છે, જે સાંધાઓની આજુબાજુ જમા થવા લાગે છે. જેને કારણે સાંધામાં દુખાવાની સમસ્યા અને સંધિવા જેવા રોગ થાય છે.

યુરિક એસિડ

આ સ્થિતિમાં કેટલીક વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી તમે આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

યુરિક એસિડ ઘટાડવાના ઉપાય

લીંબુના રસને ડાયટમાં શામેલ કરવાથી યુરિક એસિડનું લેવલ ઘટાડવામાં મદદ મળી શકે છે.

આદુમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે, જેનાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

હળદરમાં કરક્યૂમિન નામનું તત્વ હોય છે જે યુરિક એસિડને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે.

કોથમીર શરીરને ડિટોક્સ કરવામાં અને કિડનીના કાર્યને સુધારવામાં મદદ કરે છે, જેથી કિડની યુરિક એસિડને સારી રીતે ફિલ્ટર કરીને બહાર કાઢી શકે છે.

એપલ સાઇડર વિનેગર શરીરના પીએચ લેવલને સંતુલિત કરે છે અને મેટાબોલિઝમને વધારે છે.

આ એક સામાન્ય જાણકારી છે. કોઈપણ ચીજને તમારા ડાયેટમાં સામેલ કરતા પહેલા એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લો