HNGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં છબરડાં ? LLBમાં બેઠે બેઠુ ગત વર્ષનું પેપર પુછ્યાનો યુવરાજસિંહનો આરોપ, જુઓ Video
પાટણની હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીની LLB સેમેસ્ટર-4ની પરીક્ષા અંગે ગંભીર આક્ષેપો થયા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહએ દાવો કર્યો છે કે 2025માં લેવાયેલા પેપરમાં 2024ના જૂના પ્રશ્નો ફરીથી પુછવામાં આવ્યા હતા, જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના જણાવ્યા મુજબ, ન્યાયશાસ્ત્ર વિષયના પેપરમાં અગાઉના વર્ષના પ્રશ્નો જ વિના ફેરફાર પુછાયા હતા. આ મામલાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે યુનિવર્સિટી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે કે આવી રીતે પરીક્ષાનું ગુણવત્તાયુક્ત મૂલ્યાંકન શક્ય બને શકે?
યુવરાજસિંહે પેપરની કોપી દર્શાવી કહી દીધું કે પેપરમાં માત્ર વર્ષ બદલાયું છે, પ્રશ્નો તદ્દન સમાન છે. તેથી, તેણે આ સમગ્ર મામલામાં HNGU, પરીક્ષા નિયામક, તેમજ કોલેજના સત્તાધીશોને જવાબદાર ગણાવ્યા છે.વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે, એમ યુવરાજસિંહે કડક ટિપ્પણી કરતાં જણાવ્યું. યુનિવર્સિટી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ મળ્યો નથી, પણ આ મામલો કદાચ ઊંડો જઈ શકે છે કારણ કે શૈક્ષણિક ગુણવત્તા અને વિશ્વસનીયતાનો પ્રશ્ન અહીં ઊભો થાય છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે માંગ કરી રહ્યા છે કે HNGU આ મામલાની તાત્કાલિક તપાસ કરે અને જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય પગલાં લે.