Mehsana : ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ, જુઓ Video
ગુજરાતના મહેસાણામાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. ઊંઝા - ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કોમફી નામની હોટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ગુજરાતના મહેસાણામાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
કોમફી નામની હોટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. હોટલના રુમ અને ફર્નિચર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. જો કે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
વુડલ મટીરીયલ બનાવતી ફેકટરીમાં લાગી હતી ભીષણ આગ
બીજી તરફ આ અગાઉ મહેસાણાના ઊંઝા હાઈવે પર આવેલી ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. વુડલ મટીરીયલ બનાવતી ફેકટરી, લાટી, બાઈક ગેરેજમાં આગ લાગી હતી. આગના કારણે ગેરેજમાં આવેલા વાહનો બળીને ખાખ થઈ ગયો હતો. આગમાં લાખોના માલને નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવ્યું હતુ. ઊંઝા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જો કે મળતી માહિતી અનુસાર સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.