TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગરમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં સાંસદ ખેલકૂદ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત કુલ 37 ખેલ સ્પર્ધા યોજાશે. જેમાં શાળા, વિધાનસભા અને લોકસભા કક્ષાએ ખેલ સ્પર્ધા યોજાશે.
અમદાવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું સ્વાગત કર્યું. ત્યારે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી વગેરે તેમનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.
મંત્રી ભાનુબેન બાબરીયાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમની મુલાકાત લઈ માહિતી મેળવી હતી અને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ફેઝ 3 અંગેની કામગીરીની ચર્ચા-વિચારણા પણ કરી હતી.
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીકના કડિયાનાકા પર નવા શ્રમિક ભોજન કેન્દ્રનો શુભારંભ કરાવ્યો છે. સાથે જ શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત તેમજ શ્રમ અને રોજગાર અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા હાજર રહ્યા હતા. આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિકોને ભાવથી ભોજન પીરસ્યુ હતું.
ભગવાન કૃષ્ણ પ્રભુના જન્મને 5189 વર્ષ પૂર્ણ થયા છે. નાથદ્વારા ખાતે હવેલીમાં વિશ્વની એકમાત્ર અનોખી પરંપરા જેમાં કૃષ્ણની જન્મજયંતિ નિમિત્તે 21 તોપોની સલામી આપવામાં આવે છે. આ સાથે પ્રભુની હવેલીમાં નંદ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો. સમગ્ર હવેલી અને શહેર દૂધ અને દહીંના રસમાં તરબોળ થયું હતું.
ધોળકા પાસે બનાવવામાં આવેલું આ સુંદર તીર્થ સ્થળ એ રીતે વિશેષ છે જે જીવનમાં ધર્મ નું આચરણ અને પાલન માટેની પ્રેરણા પૂરી પાડે છે આ છે જેનું નામ "ઇન્દ્રશીલ સનાતન ધર્મ તીર્થ સ્થાન" છે અહીં તમને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના સાક્ષાત દર્શન થશે.
અમદાવાદની શાન એવા આ ચબુતરાને જોવા માટે અમદાવાદ ઉપરાંત દેશ અને વિદેશથી પણ મહેમાનો આવે છે. એક સદી કરતા પણ જુના આ ચબૂતરાઓને હેરિટેજ સ્મારક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
રથયાત્રામાં આ વર્ષે સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તીથર ડ્રોન અને એન્ટી ડ્રોન સિસ્ટમનો સૌપ્રથમ વાર ઉપયોગ થશે. ખાસ કરીને સતત 10 કલાકથી વધુ સમય હવામાં ઉડી શકે તેવું હાઈ રિઝોલ્યુશન કેમેરા વાળું આ ડ્રોન છે.
રિવરફ્રન્ટ ખાતે પાર્કિંગની અલાયદી સુવિધા ઊભી કરવામાં આવી છે. જેમાં અંદાજે 1,000 આસપાસ કાર પાર્ક કરવાની ક્ષમતા ઊભી કરાઈ છે. આ પાર્કિંગમાં કુલ 6 માળ બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે અમદાવાદમાં આવેલા ચાર મલ્ટી લેવલ પાર્કિંગ માનું આ એક છે.
Hasti Bibi No Gokhlo Photos: કહેવાય છે કે અંદાજે 500 વર્ષથી પણ વધારે જુના આ ગોખલાની અંદર દિવસ અને રાત એક દીવો ચાલતો જોવા મળશે. અહીં ગુરુવારના દિવસનું વિશેષ મહત્વ છે.
અતિવિશિષ્ટ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત અજય કુમાર સિંહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના કૃષિ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે યોગદાન માટે અહોભાવ વ્યક્ત કર્યો હતો.
USના રાજદૂતે ભારત અને ગુજરાત સાથે U-20, ઓલિમ્પીક્સ ગેઈમ્સ અને આગામી વાયબ્રન્ટ સમિટમાં સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી.