મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળના 3 વર્ષમાં ગુજરાતની કાયાપલટ, જાણો શું કર્યા વિકાસના કામ, જુઓ તસવીરો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાતની કમાન સંભાળ્યાના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા શરુ કરાયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં G20 મીટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ, બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે. તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
Most Read Stories