પતંગ ચગાવીને થાકી ગયા છો ? 10 મિનીટમાં બનાવો આ સાઉથ ઈન્ડીયન વાનગી

ઉત્તરાયણના દિવસે સવારથી સાંજ સુધી પતંગ ચગાવીને થાકી ગયા હોય ત્યારે રસોઈ કરવાનું ગમતુ નથી. તો આજે અમે તમારા માટે એકદમ ટેસ્ટી હેલ્ધી અને 10 મિનિટમાં જ તૈયાર થઈ જાય તેવી સાઉથ ઈન્ડીયન વાનગીની રેસિપી જણાવીશું.

| Updated on: Jan 14, 2025 | 11:00 AM
સાઉથ ઈન્ડીયામાં ફેમસ એવા ઉપમા અત્યારે ભારતના દરેક ઘરમાં બનતા હોય છે. પરંતુ કેટલીક વાર ઉપમા બજારમાં મળતો હોય તેવો નથી બનતો તેથી બાળકો સહિત પરિવારના સભ્યો ઉપમા ખાવાનું ટાળતા હોય છે.

1 / 6
ઉપમા બનાવવા માટે સોજી, ઘી, અડદની દાળ, ચણાની દાળ, જીરું, મગફળી, લીલા મરચા, ડુંગળી, લીલા વટાણા, સમારેલા ગાજર, આદું, મીઠા લીમડાના પાન, પાણી, છાશ અથવા દહીં, મીઠું, કાજુ સહિતની સામગ્રી જરુર પડશે.

2 / 6
એક પેનમાં ઘી અથવા તેલ મુકો. તેમાં સોજી ઉમેરી બરાબર શેકી લો. સોજી શેકતા ધ્યાન રાખો કે   સોજી કાચી ન રહી જાય. સોજી શેકાઈ જાય ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢીને ઠંડી થવા દો.

3 / 6
હવે એક પેનમાં તેલ લઈ તેમાં અડદની દાળ, ચણાની દાળ ઉમેરો.ત્યારબાદ મગફળી નાખી તે ફ્રાય થઈ જાય ત્યાર બાદ મીઠા લીમડાના પાન,ડુંગળી, વટાણા, કાપેલું ગાજર, આદુ મરચાની પેસ્ટ ઉમેરી શાક થવા દો.

4 / 6
હવે તેમાં સોજી નાખી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં છાશ અથવા દહીંમાં પાણી મિક્સ કરીને ધીમે ધીમે સોજીમાં ઉમેરો અને સતત સોજીને હલાવતા રહો. જેથી ઉપમામાં ગાંઠ ન પડી જાય ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

5 / 6
જો તમારા પાસે દહીં કે છાશ ન હોય તો તમે પાણી ઉમેરી તેમાં લીંબુનો રસ નાખી શકો છો. ધ્યાન રાખો કે 1 કપ સોજીમાં 3 કપ પાણી અથવા છાશની જરુર પડશે. ત્યારબાદ તમે તેના પર ફ્રાય કરેલા કાજુ નાખી શકો છો. ગરમા ગરમ પીરસી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">