ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત કરતા વધુ મેચ હારનારી એકમાત્ર ટીમ કઈ ? જાણો તમામ 8 ટીમોના પ્રદર્શનનો ઈતિહાસ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મેચ કોણે રમી છે? કોણે સૌથી વધુ મેચ જીતી? એવી કઈ ટીમ છે જે જીત કરતાં વધુ મેચ હારી છે? ચેમ્પિયન્સ ટ્રોફીની સૌથી નવી ટીમ કોણ છે? આ તમામ સવાલોના જવાબ તમને આ રિપોર્ટમાં મળશે.

| Updated on: Jan 13, 2025 | 5:04 PM
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. મિની વર્લ્ડ કપ તરીકે ઓળખાતી આ ટુર્નામેન્ટમાં આ વખતે વિશ્વની 8 ટીમો ભાગ લઈ રહી છે. આમાં યજમાન પાકિસ્તાન સિવાય ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાનના નામ સામેલ છે.

1 / 9
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ મેચ રમનાર ટીમ ભારત છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં 29 મેચ રમી છે, જેમાં 18માં જીત અને 8માં હારનો સામનો કરવો પડ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની 3 મેચ અનિર્ણિત રહી છે.

2 / 9
ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં 24 મેચ રમી છે જેમાંથી 12માં જીત મેળવી છે જ્યારે 8માં હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાની 4 મેચો અનિર્ણિત રહી છે.

3 / 9
દક્ષિણ આફ્રિકાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં 24 મેચ રમી અને જેમાંથી 12માં જીત મેળવી છે જ્યારે 11માં હારનો સામનો કરવો પડ્યો છે. તેની એક મેચ ટાઈ રહી છે.

4 / 9
પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં 23 મેચ રમી છે જેમાંથી 11માં જીત મેળવી છે પરંતુ 12માં હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભાગ લઈ રહેલી 8 ટીમોમાંથી પાકિસ્તાન એકમાત્ર એવી ટીમ છે જેણે જીત કરતા વધુ મેચ ગુમાવી છે.

5 / 9
ઈંગ્લેન્ડની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં અત્યાર સુધી 25 મેચ રમી છે, જેમાં 14માં જીત અને 11માં હારનો સામનો કરવો પડ્યો છે.

6 / 9
વેસ્ટ ઈન્ડિઝે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 24 મેચ રમી છે, જેમાં 13માં જીત અને 10માં હારનો સામનો કરવો પડ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની એક મેચ ટાઈ રહી છે.

7 / 9
ન્યુઝીલેન્ડે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 24 મેચ રમી છે, જેમાં 12માં જીત અને 10માં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કિવી ટીમની 2 મેચ અનિર્ણિત રહી હતી.

8 / 9
અફઘાનિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની સૌથી નવી ટીમ છે. અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ વખત ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાં રમશે. (All Photo Credit : PTI)

9 / 9

ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ, ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમોના રેકોર્ડ સહિત ક્રિકેટને લગતા તમામ સમાચારો જાણવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">