SA20, 2025 : કાવ્યા મારનની ટીમ ખરાબ હાલતમાં, હારની હેટ્રિક ફટકારી, ’40 બોલમાં’ મેચ હારી

બે વખતની SA20 ચેમ્પિયન સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપની હાલત ખરાબ છે. આ સિઝનમાં આ ટીમ સતત ત્રણ મેચ હારી છે. પરાજયની હેટ્રિક સેન્ચુરિયન મેદાન પર પ્રિટોરિયા કેપિટલ્સ સામે આવી, જેણે આ સનરાઈઝર્સને 6 વિકેટથી હરાવ્યું. સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ IPL ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારનની ટીમ છે.

| Updated on: Jan 14, 2025 | 9:06 PM
સેન્ચુરિયનમાં રમાયેલી મેચમાં સનરાઈઝર્સે પ્રથમ બેટિંગ કરી હતી અને પ્રથમ 40 બોલમાં તેમની હાર નિશ્ચિત થઈ ગઈ હતી. હકીકતમાં, પ્રથમ 40 બોલમાં જ અડધી ટીમ પોવેલિયન પરત ફરી ગઈ હતી. તેની 5 વિકેટ માત્ર 26 રનમાં પડી ગઈ હતી. જેક ક્રાઉલી 1 રન બનાવીને આઉટ થયો હતો. બેડિંગહામ 2, એબેલ 9 રન બનાવી શક્યો હતો.

1 / 5
કેપ્ટન માર્કરામ પહેલા જ બોલ પર આઉટ થયો હતો. વિકેટકીપર ટ્રિસ્ટન સ્ટબ્સ 11 રન બનાવીને આઉટ થયો હતો. માર્કો જેન્સને સાતમા નંબર પર શાનદાર અડધી સદી ફટકારી અને ત્યારે આ ટીમ સ્કોર 100ને પાર કરી શકી હતી. જેન્સને 35 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. આ ખેલાડીએ 3 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા.

2 / 5
પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સની ટીમ માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેના જવાબમાં પ્રિટોરિયા કેપિટલ્સે 16 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. પ્રિટોરિયાની જીતનો હીરો ફાસ્ટ બોલર એથન બોશ હતો જેણે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

3 / 5
પ્રિટોરિયા કેપિટલ્સને વિજય હાંસલ કરવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. રૂસો અને વોરેન પણ વહેલા આઉટ થઈ ગયા હતા પરંતુ વિલ જેક્સના 27 રન અને માર્કસ એકરમેનના અણનમ 39 રનની મદદથી ટીમને આસાનીથી જીત અપાવી હતી. સવાલ એ છે કે સનરાઈઝર્સ ટીમને આ સિઝનમાં પહેલી જીત ક્યારે મળશે?

4 / 5
સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ આ સિઝનમાં એકતરફી મુકાબલામાં ત્રણેય મેચ હારી છે. આ ટીમ MI કેપટાઉન સામે 97 રનથી હારી ગઈ હતી. પાર્લ રોયલ્સ સામે 9 વિકેટે હાર્યું હતું અને હવે પ્રિટોરિયાએ તેને 6 વિકેટથી હરાવ્યું છે. મોટી સમસ્યા એ છે કે સનરાઈઝર્સનો નેટ રન રેટ પણ -2.423 છે. (All Photo Credit : X / INSTAGRAM)

5 / 5

SA20, IPL 2025 સહિત દુનિયભરમાં યોજાતી T20 લીગ વિશેના સમાચારો વિશે જાણવા કરો ક્લિક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">