દોઢ દાયકા કરતા પણ વધુનો પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક મીડિયાનો અનુભવ. પત્રકારત્વ ક્ષેત્રે ગુજરાતના રાજકારણના રિપોર્ટીગ પર પકડ. રાજકીય ઘટનાઓ ઉપરાંત કોર્ટ અને કાયદાકીય બાબતોના રિપોર્ટિંગનો બહોળો અનુભવ. અત્યારે રાજ્ય સરકાર અને સત્તાધારી પક્ષ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને સામાજિક મુદ્દાઓ તેમના રિપોર્ટિંગના મુખ્ય વિષય રહ્યા છે. 15 વર્ષ કરતાં વધુના કાર્યકાળ દરમિયાન ઈલેટ્રોનિક મીડિયામાં અનેક સ્પેશીયલ શો કરી નામના મેળવી.
Tiger In Gujarat : ગુજરાતના જંગલમાં મળ્યા વાઘની હાજરીના પુરાવા, વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો, જુઓ તેનો શાનદાર Video
ગુજરાતમાં ફરી એક વાર વાઘની હાજરીના પુરાવા મળ્યા છે. રતનમહાલના જંગલમાં વાઘની હાજરીના પુરાવા મળી આવ્યા છે. જંગલમાં લાગેલા વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો છે. ગુજરાતમાં વાઘ લુપ્ત થયાના ઘણા વર્ષો પછી ફરી જંગલમાં તે ફરી દેખવા મળ્યો છે. જેને લઇને વન વિભાગ સહિત ગુજરાતના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
- Kinjal Mishra
- Updated on: Nov 19, 2025
- 12:07 pm
Gandhinagar : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, ટેકાના ભાવે પાકની ખરીદી અને કૃષિ રાહત પેકેજની કરાશે સમીક્ષા
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.કેબિનેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.આજે કેબિનેટ બેઠકમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવશે.
- Kinjal Mishra
- Updated on: Nov 19, 2025
- 9:48 am
ગુજરાતમાં PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે કાર્યવાહી, 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 હોસ્પિટલમાં શોકોઝ નોટિસ અપાઇ
ગુજરાતના આરોગ્ય વિભાગે PMJAY હેઠળ ગેરરીતિ કરતી ચાર ખાનગી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરી છે. આરોગ્યપ્રધાન પ્રફૂલ પાનસેરિયાની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન ગોધરા, ભરૂચ, દાહોદ અને પંચમહાલમાં આવેલી હોસ્પિટલોમાં ગેરરીતિઓ સામે ખુલાસો થયો હતો.
- Kinjal Mishra
- Updated on: Nov 7, 2025
- 11:22 am
CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત, ટૂંક સમયમાં ખેડૂતો માટે જાહેર કરાશે રાહત પેકેજ, જુઓ Video
ગુજરાતમાં માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. રાજ્યમાં કમોસમી વરસાદના પગલે અનેક વિસ્તારોમાં ખેતીના પાકને નુકસાન થયું છે. જેના પગલે રાજ્ય સરકાર ઝપડથી રાહત-સહાય પેકેજની જાહેરાત કરશે.
- Kinjal Mishra
- Updated on: Nov 2, 2025
- 1:45 pm
રાષ્ટ્રીય એકતા, મહિલા સશક્તિકરણ, નક્સલવાદ… PM મોદી એકતા પરેડ સંબોધનમાં કરેલી 6 મોટી વાત જાણો
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય એકતા મજબૂત કરવા, મહિલા સશક્તિકરણ અને નક્સલવાદ સામેની લડત પર ભાર મૂક્યો. તેમણે સરદાર પટેલના વારસાનું સન્માન કરી, કોંગ્રેસની ઐતિહાસિક ભૂલોની ટીકા કરી.
- Kinjal Mishra
- Updated on: Oct 31, 2025
- 11:58 am
મહિલા નેતૃત્વનો પ્રેરણાદાયક સંદેશ, SoU ખાતે એકતા પરેડ લીડ કરનાર મહિલા IPS સુમન નાલા કોણ છે ? જાણો
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડનું નેતૃત્વ કરનાર IPS સુમન નાલા મહિલા સશક્તિકરણનું પ્રતિક બન્યા છે. ગુજરાત કેડરના આ અધિકારીએ દાંતામાં ગંભીર ગુનાઓ ઉકેલી પ્રશંસનીય કામ કર્યું છે.
- Kinjal Mishra
- Updated on: Oct 31, 2025
- 11:28 am
માવઠાથી અસર પામેલા 33 જિલ્લાના 239 તાલુકામાં ખેતી ક્ષેત્રે થયેલા નુકસાન અંગે 7 દિવસમાં સર્વે કરાવવા સરકારનો આદેશ, જુઓ Video
સીએમ દ્વારા કેબિનેટ બેઠકમાં માવઠાથી થયેલા નુકસાન જાણવા માટે તાકીદે સર્વે હાથ ધરવા અધિકારીઓને આદેશ અપ્યા છે. 5 જિલ્લા કે જ્યાં અતિભારે વરસાદ હતો ત્યાં સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો છે. સીએમ દ્વારા પણ, માવઠાને લઈને રીઅલ ટાઈમ મોનીટરીંગ કરવામાં આવ્યું હતુ.
- Kinjal Mishra
- Updated on: Oct 29, 2025
- 6:04 pm
‘ દાસ’ બનશે સરકાર ના “હનુમાન”? જાણો કોણ છે IAS મનોજ કુમાર દાસ…
એમ. કે. દાસ, 1990ની બેચના વરિષ્ઠ IAS અધિકારી અને IIT ખડગપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. હાલમાં તેઓ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે ગુજરાત સરકારમાં સેવા આપી રહ્યા છે.
- Kinjal Mishra
- Updated on: Oct 29, 2025
- 4:51 pm
ઈરાનમાં 4 ગુજરાતીઓને અપહરણ કરી માર મારતો વીડિયો વાયરલ, સરકારની મદદથી તમામ બંધકોને કરાયા મુક્ત, જુઓ Video
ગાંધીનગર જિલ્લાના માણસાના બાપુપુરા ગામના 3 યુવક અને મહિલાને બંધક બનાવાયા હતા. યુવકોને નગ્ન કરીને માર મારતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. જે બાદ ગુજરાત અને ભારત સરકારની મદદથી તમામ બંધકોને છોડવામાં આવ્યા છે.
- Kinjal Mishra
- Updated on: Oct 29, 2025
- 1:47 pm
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગરમાં ધારાસભ્યો માટેના નવા MLA ક્વાર્ટર્સનું લોકાર્પણ કર્યું, જાણો શું છે તેની ખાસિયત
ગાંધીનગરમાં સેક્ટર-17માં ધારાસભ્યો માટે બનાવવામાં આવેલા નવા MLA ક્વાર્ટર્સનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વૈભવી આવાસોમાં કુલ 216 મકાનો 220 કરોડથી વધુના ખર્ચે 9 માળના 12 ટાવરમાં બનાવાયા છે, જે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અને કેટલાક પૂર્વ-વર્તમાન પ્રધાનો માટે ફાળવવામાં આવશે.
- Kinjal Mishra
- Updated on: Oct 23, 2025
- 12:45 pm
Breaking News : ગુજરાતની સૌથી નાની વયના નાયબ મુખ્યપ્રધાન બનશે હર્ષ સંઘવી, જુઓ Video
આજે એટલે કે 17 ઓકટોબરના રોજ રાજ્યના નવા મંત્રીમંડળના શપથવિધિ માટે મહાત્મા મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવા મંત્રીમંડળને લઇને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પૂર્વ ગૃહપ્રધાન હર્ષ સંઘવી ગુજરાતના DyCM બનશે તેવા સમાચાર સામે આવી રહ્યાં છે.
- Kinjal Mishra
- Updated on: Oct 17, 2025
- 2:12 pm
સાંજે 5 વાગ્યા સુધીમાં નવા મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે, આવતીકાલે મહાત્મા મંદિર ખાતે લેવાશે શપથ, જુઓ Video
ગાંધીનગરમાં ભાજપ સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણને લઈને ચહલપહલ વધી ગઈ છે. પાર્ટી હાઇકમાન્ડની સૂચના બાદ ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા છે, જ્યારે કેટલાક ધારાસભ્યો MLA ક્વાર્ટર્સ ખાતે ઉપસ્થિત થયા છે.
- Kinjal Mishra
- Updated on: Oct 16, 2025
- 2:50 pm