આ છે 5 સૌથી સસ્તી ઓટોમેટિક કાર, 25.75 કિમી સુધીની આપે છે માઇલેજ
મેન્યુઅલને બદલે ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી સસ્તી કાર ખરીદવા માંગો છો ? તો અમે તમને આ લેખમાં પાંચ બેસ્ટ મોડલ વિશે માહિતી આપીશું કે જે ઓટોમેટિક છે અને સારી માઇલેજ પણ આપે છે. ટાટા મોટર્સથી લઈને મારુતિ સુઝુકી સુધી ઘણી કંપનીઓ 10 લાખથી ઓછી કિંમતે ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી કાર ઓફર કરે છે.

Tata Punch : ટાટા મોટર્સની આ SUVના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત 7,76,990 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે, અહેવાલો અનુસાર, આ SUVનું પેટ્રોલ (ઓટોમેટિક) વેરિઅન્ટ 18.8 કિમી/લીટર માઇલેજ આપે છે.

Maruti Suzuki Swift : મારુતિની ફેમસ હેચબેક સ્વિફ્ટના સૌથી સસ્તા ઓટોમેટિક વેરિઅન્ટ (VXI AGS)ની કિંમત રૂ. 7,74,501 (એક્સ-શોરૂમ) છે, આ કારનું પેટ્રોલ (ઓટોમેટિક) વેરિઅન્ટ 25.75 કિમી/લીટર માઇલેજ આપે છે.

Maruti Suzuki Dzire : ડિઝાયરના સૌથી સસ્તા ઓટોમેટિક વેરિઅન્ટ (LXI)ની કિંમત રૂ. 6,79,001 (એક્સ-શોરૂમ) છે, પેટ્રોલ (ઓટોમેટિક) વેરિઅન્ટ 25.71 કિમી/લીટર માઇલેજ આપે છે.

Maruti Alto K10 : મારુતિ સુઝુકીની આ કારનું સૌથી સસ્તું ઓટોમેટિક વેરિઅન્ટ 5.51 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) માં મળે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ કારનું પેટ્રોલ (ઓટોમેટિક) વેરિઅન્ટ 24.90 કિમી/લીટર માઇલેજ આપે છે.

Hyundai Grand i10 Nios : હ્યુન્ડાઇની આ હેચબેકના સૌથી સસ્તા ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ. 7,48,900 (એક્સ-શોરૂમ) છે, આ કારનું પેટ્રોલ (ઓટોમેટિક) વેરિઅન્ટ 16 કિમી/લી માઇલેજ આપે છે.
કાર કે બાઈક પર મળતા ડિસ્કાઉન્ટ, સસ્તી કાર કે બાઈક તેમજ બેસ્ટ માઈલેજ આપતા વાહનોના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

































































