મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા

14 Jan 2024

Created by: Mina Pandya

પ્રયાગરાજમાં  મહાકુંભમેળાનો પ્રારંભ થઈ ચુક્યો છે અને તે 26 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થશે. મહાકુંભ 144 વર્ષમાં એકવાર થાય છે.

એવી માન્યતા છે કે મહાકુંભમાં સ્નાન કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે અને દેવી-દેવતાઓના આશિર્વાદ પ્રાપ્ત થાય છે.

આચાર્ય કૌશિક જી મહારાજના જણાવ્યા અનુસાર, મહાકુંભમાં કેટલીક વસ્તુઓ લઈ જવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે.

જો તમે ત્રિવેણી ઘાટ પર જઈ રહ્યા છો, તો એક સાડી જરૂર લઈ જાઓ,  ચુનરી મનોરથ માટે 

આ સિવાય એક તાંબાનો કળશ જરૂર સાથે રાખો અને તેમાં સોપારી, હળદર, પીળા ચોખા અને એક સિક્કો રાખો

તે પછી તેના પર પંચપલ્લવ એટલે કે (પાંચ પ્રકારના વૃક્ષોના પાંદડા) મુકો. ત્યારબાદ તેના ઉપર  ગંગા જળ ભરો.

ત્યારબાદ તે તાંબાના કળશ પર એક નારિયેળ મૂકો અને તેને ત્રિવેણીમાં પધરાવી દો. આ સાથે આપની કુંભ યાત્રા પૂર્ણ અને સફળ થશે.