Rainy season : ઓફિસ-સ્કૂલથી પલળીને આવ્યા છો, માથામાં ખંજવાળ આવે છે? આ ઘરગથ્થુ ઉપચાર કરો
Monsoon Season : મોટાભાગે એવું બનતું હોય છે કે ઓફિસ-જોબ, સ્કૂલ પરથી આવતા હોઈએ ત્યારે વરસાદમાં પલળવાથી ઘણી વાર ચામડીના રોગો પણ થાય છે. ઘણી વાર માથામાં પાણી લાગવાને લીધે અને માથું વ્યવસ્થિત કોરુ ન થાય તો ખંજવાળ આવવાની શક્યતા રહેલી છે. માથામાં આવતી ખંજવાળને કેવી રીતે દુર કરવી તેની કેટલીક ટિપ્સ અહીં આપેલી છે.

વરસાદનું પાણી દર વખતે સારુ હોય એ જરુરી નથી. તેમાં ઘણા પ્રકારના પ્રદૂષકો હોઈ શકે છે અને તે તમારા વાળ માટે ઝેરી છે. તેમાં બેક્ટેરિયા, જંતુઓ અને ગંદકી હોઈ શકે છે, જે તમારા માથાની ચામડીમાં બળતરા પેદા કરી શકે છે. તમારા વાળના ફોલિકલ્સ પણ ફૂલી શકે છે અને તમારા માથાની ચામડીમાં ખંજવાળ આવી શકે છે.

દહીં - દહીં પ્રોબાયોટીક્સથી ભરપૂર હોય છે અને તે ખોપરી ઉપરની ચામડી પર ઠંડકની અસર કરે છે. 1 કપ દહીં લો તેને વાળમાં હળવા હાથે સ્કાલ્પમાં લગાવો. અડધા કલાક માટે તેને છોડી દીધા પછી તેને દૂર કરવા માટે હળવા શેમ્પૂનો ઉપયોગ કરો.

એલોવેરા જેલ - એલોવેરા તેના ઠંડુ અને મોઇશ્ચરાઇઝિંગ ગુણો માટે જાણીતું છે. તમારા ખોપરી ઉપરની ચામડી પર એલોવેરા જેલ લગાવવાથી ખંજવાળ અને સોજો ઘટાડવામાં મદદ મળી શકે છે. આ માટે સૌથી પહેલા એલોવેરાનું એક પાન લો અને તેમાંથી જેલ કાઢી લો અને તેને સીધા તમારા માથાની ત્વચા પર લગાવો. 20 થી 30 મિનિટના ઉપયોગ પછી તેને દૂર કરવા માટે હળવા શેમ્પૂનો ઉપયોગ કરો.

લીંબુનો રસ - લીંબુ, જે વધારાના તેલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. વરસાદના પાણીથી આવતી ખંજવાળને થોડી જ મિનિટોમાં શાંત કરે છે. 10 મિનિટ રાખ્યા પછી માથામાં શેમ્પુ નાખીને ધોઈ લો.

નાળિયેર તેલ - નાળિયેર તેલ એ એક ખૂબ જ સારું મોઇશ્ચરાઇઝર છે. જે ખંજવાળવાળી માથાની ચામડીને શાંત કરવામાં મદદ કરી શકે છે. 2 ચમચી નારિયેળ તેલમાં 1 ચમચી મધ મિક્સ કરો અને તેને તમારા માથા પર લગાવો. તેને 20-30 મિનિટ માટે રહેવા દો, પછી હળવા હાથે શેમ્પૂથી ધોઈ લો. (નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)






































































