ઘરેલુ ઉપચાર
ઘરેલુ ઉપચાર એટલે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈ તેવી વસ્તુઓથી કોઈ પણ બીમારીની સારવાર કરવામાં આવે.રસોડામાં રહેલા મસાલા દ્વારા પણ આપણે કોઈ પણ બીમારીની સારવાર કરી શકીએ છીઅ. જેમાં હળદર, લવિંગ, લીંબુ, તુલસી, શાકભાજી વગેરેનો સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ અચાનક બીમાર થઈ જાય છે. ત્યારે ઘરેલુ ઉપચાર દ્વારા તેની સ્થિતિ પર કાબૂ મેળવી શકાય છે. જ્યારે કેટલાક રોગો એવા હોય છે જેમાં ઘરગથ્થુ ઈલાજ કરવાથી તે મટી જાય છે. શરીરને સ્વાસ્થય રાખવા માટે પણ ભારતીય મસાલાઓનો આપણે ઉપયોગ કરી શકીએ છે. જેમ કે શરદી – ઉધરસ જેવી બીમારી થઈ હોય ત્યારે હળદરનું સેવન કરવાથી કારગર સાબિત થાય છે.