હોમ લોન ઝડપથી ચૂકવવા માટે આવી રીતે કરો પ્લાનિંગ, તમારે લોન પર ઓછું વ્યાજ ચૂકવવું પડશે

સેક્શન 80C હેઠળ તમે નાણાકીય વર્ષમાં હોમ લોનની ચુકવણી માટે ચૂકવવામાં આવેલી મૂળ રકમ પર 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ કપાતનો દાવો કરી શકો છો. આ ઉપરાંત તમે કલમ 24(B) હેઠળ, હોમ લોન પર ચૂકવવામાં આવેલી 2 લાખ રૂપિયા સુધીની વ્યાજની રકમ પર કર કપાતનો દાવો કરી શકો છો.

| Updated on: Mar 11, 2024 | 1:05 PM
લોકો હોમ લોન લાંબા ગાળા માટે લેતા હોય છે, જે લગભગ 15 થી 25 વર્ષ સુધી ચાલતી હોય છે. જો તમે તેને ટુંકા ગાળામાં અને ઝડપથી ચૂકવવા માંગો છો, તો તેના માટે તમારે પ્લાનિંગ કરવું પડશે. હોમ લોન લેનારાઓ લાંબી મુદત માટેનો સમય પસંદ કરે છે જેથી કરીને તેઓ હોમ લોન સમાન માસિક હપ્તા સરળતાથી ચૂકવી શકે.

1 / 5
હોમ લોનનો સમયગાળો જેટલો લાંબો હશે, તેટલું તમારે વ્યાજ વધારે ચૂકવવું પડશે. તેથી હોમ લોન શક્ય તેટલી વહેલી તકે ચૂકવવામાં આવે તો વધારે વ્યાજ ભરવું પડતું નથી. હોમ લોન લેતી વખતે તમારે વ્યાજ દરને મહત્વ આપવું જોઈએ. તમારી હોમ લોનનો વ્યાજ દર બજાર કરતાં વધારે છે, તો તમે ઓછી વ્યાજ દરે લોન આપતી બેંક અથવા ફાઇનાન્સ કંપનીમાં લોન બેલેન્સ ટ્રાન્સફર કરાવી શકો છો.

2 / 5
હોમ લોનમાં ડાઉન પેમેન્ટ ઘરની કુલ કિંમતના 25 ટકા સુધી હોઈ શકે છે. જો તમારી પાસે પૂરતી બચત છે અને તમે એડવાન્સ પેમેન્ટ માટે 25 ટકાથી વધુ રકમ ચૂકવવા સક્ષમ છો, તો તમારે ઓછી લોનની રકમ માટે અરજી કરવી જોઈએ. તેનો ફાયદો એ થશે કે વ્યાજની રકમ ઘટશે અને તમારા હપ્તાની રકમ પણ ઓછી થશે.

3 / 5
હોમ લોન ઝડપથી ચૂકવવાનો બીજો વિકલ્પ ટૂંકા ગાળાની મુદત પસંદ કરવાનો છે. જો તમે ટૂંકી લોનની મુદત પસંદ કરો છો તો તમારે વધારે રકમના EMI ચૂકવવા પડશે. ટૂંકા ગાળામાં ચૂકવેલ લોન તમારા માટે સસ્તી રહેશે. તમારે વ્યાજની રકમ ઓછી ચૂકવવી પડશે. આ ઉપરાંત જો તમારી પાસે વધારે નાણાં છે, તો હોમ લોન ઝડપથી ચૂકવવાનો સૌથી સહેલો રસ્તો પ્રીપેમેન્ટ છે.

4 / 5
આવકવેરા કાયદા હેઠળ ઉપલબ્ધ વિવિધ કર કપાતનો ઉપયોગ કરી શકો છો. સેક્શન 80C હેઠળ તમે નાણાકીય વર્ષમાં હોમ લોનની ચુકવણી માટે ચૂકવવામાં આવેલી મૂળ રકમ પર 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ કપાતનો દાવો કરી શકો છો. આ ઉપરાંત તમે કલમ 24(B) હેઠળ, હોમ લોન પર ચૂકવવામાં આવેલી 2 લાખ રૂપિયા સુધીની વ્યાજની રકમ પર કર કપાતનો દાવો કરી શકો છો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">