એસબીઆઈ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ભારતની સૌથી મોટી અને સૌથી જૂની બેંક છે. 2 જૂન 1806ના રોજ કલકત્તામાં ‘બેંક ઓફ કલકત્તા’ની સ્થાપના કરવામાં આવી હતી. ત્રણ વર્ષ પછી તેને તેનું ચાર્ટર મળ્યું અને 2 જાન્યુઆરી 1809ના રોજ બેંક ઓફ બંગાળ તરીકે તેનું પુનર્ગઠન કરવામાં આવ્યું. તે તેના પ્રકારની અનન્ય બેંક હતી જે બ્રિટિશ ભારત અને બંગાળ સરકાર દ્વારા સામાન્ય સ્ટોક પર ચલાવવામાં આવતી હતી.
બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ પાછળથી શરૂ કરવામાં આવી હતી. 28 જાન્યુઆરી 1921ના રોજ ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયામાં મર્જ ન થાય ત્યાં સુધી આ ત્રણ બેંકો આધુનિક ભારતની મુખ્ય બેંકો રહી.
1941માં પ્રથમ પંચવર્ષીય યોજનાનો પાયો નાખવામાં આવ્યો હતો જેમાં ગામડાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સમય સુધી ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયાનો કારોબાર માત્ર શહેરો પૂરતો સીમિત હતો. ગ્રામીણ વિકાસને ધ્યાનમાં રાખીને, એક બેંકની કલ્પના કરવામાં આવી હતી જે ગામડાઓ સુધી પહોંચે અને જે ગ્રામીણ લોકોને લાભ આપી શકે. પરિણામે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના 1 જુલાઈ 1944ના રોજ થઈ હતી, જેમાં સરકારનો હિસ્સો 61.58% છે.
SBI માંથી રૂપિયા 60 લાખની Home Loan લેવા તમારો પગાર કેટલો હોવો જોઈએ અને EMI કેટલી આવશે?
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 7.50% વ્યાજ દરથી હોમ લોન આપી રહી છે. ₹60 લાખની લોન 30 વર્ષ માટે લેતાં માસિક EMI કેટલી હશે અને તમારી આવક કેટલી હોવી જોઈએ તેની વિગત અહીં આપવામાં આવી છે.
- Sagar Solanki
- Updated on: Nov 16, 2025
- 10:00 pm
Breaking News : ગુજરાતી બિઝનેસમેન અનિલ અંબાણીને મોટો ફટકો, SBI કેસમાં કોર્ટે અરજી ફગાવી, જાણો આખો મામલો
બોમ્બે હાઈકોર્ટે અનિલ અંબાણીની અરજી ફગાવી દીધી જેમાં SBI દ્વારા તેમના અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ખાતાઓને છેતરપિંડી તરીકે વર્ગીકૃત કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
- Sagar Solanki
- Updated on: Oct 3, 2025
- 7:49 pm
SBI અભ્યાસ માટે આપી રહી છે ₹20 લાખની શિષ્યવૃત્તિ, જાણો કોણ અરજી કરી શકે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેની 75મી વર્ષગાંઠ નિમિત્તે આશા શિષ્યવૃત્તિ 2025 શરૂ કરી છે. ગરીબ પરિવારોના 23,230 વિદ્યાર્થીઓને ધોરણ 9 થી સ્નાતક સ્તર સુધીના તેમના અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી વાર્ષિક ₹15,000 થી ₹20 લાખ સુધીની સહાય મળશે. SC/ST વિદ્યાર્થીઓને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર છે.
- Meera Kansagara
- Updated on: Sep 22, 2025
- 4:20 pm
ભારતનો મોટો બેંકિંગ પ્લાન, 2047 સુધીમાં આ બે બેંકોનો દુનિયાની ટોપ 20 માં થશે સમાવેશ ! તમારું ખાતું છે ?
ભારતનું લક્ષ્ય 2047 સુધીમાં બે PSB ને વિશ્વના ટોચના 20 માં સમાવવાનું છે. PSB મંથનમાં કોર્પોરેટ ગવર્નન્સ, AI, સાયબર સુરક્ષા, MSME લોન, જોખમ વ્યવસ્થાપન પર ચર્ચા કરવામાં આવી હતી. બેંકોનો NPA 9.11% થી ઘટીને 2.58% થયો છે. ઉપરાંત, નફો પણ વધ્યો છે.
- Sagar Solanki
- Updated on: Sep 13, 2025
- 6:34 pm
SBIના કરોડો ગ્રાહકોને સ્વતંત્રતા દિવસ પર મોટી ભેટ ! હવે હોમ લોનની EMI ઘટશે
SBI એ હોમ લોન અને કાર લોન સંબંધિત વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. આનાથી જૂની હોમ લોનનો EMI અથવા મુદત ઘટી શકે છે. નવી હોમ લોન લેવી પહેલા કરતા સસ્તી થશે. ઉપરાંત, EMI પણ ઘટી શકે છે. આ લાભ એવા SBI ગ્રાહકો માટે હશે જેમણે ફ્લોટિંગ રેટ પર લોન લીધી છે.
- Devankashi rana
- Updated on: Aug 15, 2025
- 1:51 pm
ATM ડેબિટકાર્ડના આ 13 કમાલના ઉપયોગ દેશના મોટાભાગના લોકો નહીં જાણતા હોય, જુઓ
ATM ડેબિટ કાર્ડના 13 અદ્ભુત ઉપયોગો છે જે મોટાભાગના લોકોને ખબર નથી. જો તમને આ વિશે માહિતી હશે તો તમારા મોટાભાગના કામો સરળ થઈ જશે.
- Sagar Solanki
- Updated on: Jul 11, 2025
- 5:32 pm
ભારતની બેંકોનું 13 હજાર કરોડનું કરી નાખનાર ભાગેડુ નીરવ મોદીના ભાઈની થઈ ધરપકડ, 50 કિલો સોનુ, 50 કરોડની ડાયમંડ જ્વેલરી અને 150 કિંમતી મોતી ભરેલી બેગ્સ જપ્ત
EDનું કહેવું છે કે નેહલ મોદીએ મની લોન્ડરિંગમાં સામેલ થઈને PMLAની કલમ 3 હેઠળ ગુનો કર્યો છે, અને તેને કલમ 4 હેઠળ કડક સજા મળવી જોઈએ. ભારત સરકારે સત્તાવાર રીતે નેહલ મોદીના પ્રત્યાર્પણની માંગ કરી હતી, જેના પર હવે અમેરિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, એવી અપેક્ષા છે કે આગામી દિવસોમાં નેહલ મોદીને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ થશે.
- Manish Gangani
- Updated on: Jul 5, 2025
- 7:46 pm
માંડ ઠેકાણે પડ્યાતા.. અનિલ અંબાણીને ફરી મોટો ઝટકો, SBI એ RCom લોનને છેતરપિંડી જાહેર કરી, જાણો હવે શું થશે
એસબીઆઈએ અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ ના લોન ખાતાને છેતરપિંડી ગણાવી છે. Rcom દ્વારા લોનનો ઉપયોગ નિર્ધારિત હેતુઓ બદલે સંબંધિત પક્ષોને ચુકવણી અને આંતરિક વ્યવહારોમાં કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.
- Sagar Solanki
- Updated on: Jul 3, 2025
- 9:44 pm
Breaking News : દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIને RBI એ ફટકાર્યો દંડ, જાણો શું છે કારણ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે. જો કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના પર ખૂબ મોટો દંડ ફટકાર્યો છે. અગાઉ RBI એ SBI ને કારણ દર્શાવો નોટિસ આપી હતી, જેના જવાબથી સંતુષ્ટ ન થતાં, RBI એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર આટલો મોટો દંડ ફટકાર્યો છે.
- TV9 Gujarati
- Updated on: May 12, 2025
- 10:05 am
Bank Rule Change : 1 એપ્રિલથી બેંકના આ નિયમો બદલાશે, સહેજ પણ બેદરકારી પર વસૂલવામાં આવશે ચાર્જ, જાણી લો
હવે ગ્રાહકો ઓનલાઈન બેંકિંગ દ્વારા પહેલા કરતાં વધુ સારી સેવાઓ મેળવી શકે છે. આ માટે, બેંકો કૃત્રિમ બુદ્ધિ દ્વારા સંચાલિત ચેટબોટ્સ પણ રજૂ કરી રહી છે.
- Sagar Solanki
- Updated on: Mar 25, 2025
- 6:38 pm
SBI માંથી 30 લાખની હોમ લોન લેવા માટે તમારો પગાર કેટલો હોવો જોઈએ ? જાણી લો EMI કેટલી આવશે
અહીં તમને SBI માંથી 30 લાખ રૂપિયાની હોમ લોન મેળવવા માટે જરૂરી પગાર અને માસિક EMI વિશે માહિતી આપવાં આવી છે. 8.5%ના વ્યાજ દરે, 30 વર્ષની મુદત માટે, માસિક EMI કેટલી ટશે તેણી દરેક માહિતી અહીં જાણી શકો છો.
- Sagar Solanki
- Updated on: Mar 19, 2025
- 3:39 pm
Bank, Post Office કે FD તમને સૌથી વધુ રિટર્ન ક્યાં મળે છે ? અહીં જાણો તમામ બેંકની વિગત
રોકાણકારો માટે ફિક્સ્ડ ડિપોઝિટ સલામત અને નફાકારક વિકલ્પ છે. FDમાં, પૂર્વ-નિર્ધારિત સમયગાળો અને વ્યાજ દર અનુસાર બેંકો અથવા પોસ્ટ ઑફિસમાં વળતર ઉપલબ્ધ છે. બચત પર સુરક્ષિત અને નિશ્ચિત વળતર મેળવવા માટે FD હજુ પણ રોકાણકારોમાં લોકપ્રિય છે.
- Sagar Solanki
- Updated on: Jan 3, 2025
- 9:18 pm
Experts Advice : સેલિંગ મોડમાં છે આ દિગ્ગજ સ્ટોક, એક્સપર્ટે કહ્યું: ભાવ વધુ ઘટશે
આ સ્ટૉકમાં વધુ ઘટાડાની શક્યતા છે. હાલમાં આ શેરની કિંમત 665 રૂપિયા છે. તે જ સમયે, InCred ઇક્વિટીઝનો અંદાજ છે કે સ્ટોક વધુ ઘટશે. જૂન 2024માં શેરની કિંમત ઘટીને 649 રૂપિયા થઈ ગઈ હતી. આ સ્ટોકનો 52 સપ્તાહનો તળિયે પણ છે. તે જ સમયે, 13 સપ્ટેમ્બર, 2024 ના રોજ, શેર 817.05 રૂપિયાની 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો હતો.
- krushnapalsinh chudasama
- Updated on: Dec 31, 2024
- 3:38 pm
SBIએ વ્યાજ દરને લઈને બદલ્યા નિયમો, હવે તમારી EMI પર થશે સીધી અસર, જાણો
નવા દરો 15 ડિસેમ્બર, 2024થી અમલમાં આવ્યા છે. ચાલો સમજીએ કે બેંક દ્વારા MCLRમાં કરવામાં આવેલા ફેરફારોની હોમ અને પર્સનલ લોનની EMI પર કેટલી અસર પડશે. શું હવે પર્સનલ લોન મોંઘી થશે?
- Sagar Solanki
- Updated on: Dec 14, 2024
- 10:47 pm
SBI MFની નવી સ્કીમ, રોકાણ ₹5000 થી થઈ શકે છે શરૂ, જાણો ખાસ વાતો
Mutual Fund NFO : એસેટ મેનેજમેન્ટ કંપની SBI મ્યુચ્યુઅલ ફંડે ઇક્વિટી કેટેગરીમાં નવું સેક્ટરલ/થિમેટિક ફંડ રજૂ કર્યું છે. SBI MF ની નવી સ્કીમ SBI ક્વોન્ટ ફંડનું સબસ્ક્રિપ્શન 4 ડિસેમ્બરથી ખુલ્યું છે અને 18મી ડિસેમ્બર 2024ના રોજ બંધ થશે.
- Meera Kansagara
- Updated on: Dec 8, 2024
- 9:32 am