ઉત્તરાયણ પર ઊંધિયું, પુરી ખાઈ થાકી ગયા છો ? હેલ્ધી અને ટેસ્ટી રાગી ઉત્તપમ બનાવો, જાણો સંપૂર્ણ રેસિપી

ઉત્તરાયણ પર દરેક માણસે ઊંધિયું, પુરી, જલેબી, ફાફડાની મજા માણે છે. ત્યારે હેલ્ધી અને ટેસ્ટી ખાવાનું ખૂબ જ જરુરી બની જાય છે. તો આજે અમે તમારા માટે રાગીના સ્વાદિષ્ટ ઉત્તપમ બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ.

| Updated on: Jan 15, 2025 | 12:01 PM
રાગીના ઉત્તપમ બનાવવા માટે રાગી, ચોખા, અડદની દાળ, લીલા મરચા, ટામેટું, ડુંગળી, મેથીના દાણા, ઝીણી સમારેલી કોથમીર, સ્વાદ અનુસાર મીઠું, તેલ સહિતની સામગ્રીની જરુર પડશે.

1 / 6
રાગીના ઉત્તપમ બનાવવા માટે સૌથી પહેલા ચોખા, અડદની દાળ, મેથી અને રાગીને 5 થી 6 કલાક માટે પાણીમાં પલાળી લો. ત્યારબાદ તમે ચોખ્ખા પાણીથી ધોઈને સાફ કરી લો. ત્યારબાદ  રાગી, અડદની દાળ, મેથી અને ચોખાને અલગ અલગ પીસીને તેને એક બાઉલમાં કાઢી લો.

2 / 6
હવે આ ખીરાને 4 થી 5 કલાક સુધી ઢાંકીને રાખો જેથી ફોરમેન્ટ થઈ જાય અને ઉત્તપમ સોફ્ટ બની શકે. ત્યારબાદ ખીરામાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. ત્યારબાદ આદુ-મરચાની પેસ્ટ અને હીંગ ઉમેરી બરાબર મિક્સ કરો.

3 / 6
રાગીના બેટરમાં ખાવાના સોડા નાખી તેના પર એક ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરો. ત્યારબાદ ટામેટા, ડુંગળી, લીલા મરચા અને કોથમરીને ઝીણા કાપી લો. તમે ઈચ્છો તો તેને બેટરમાં પણ નાખી શકો છો.

4 / 6
હવે એક તવીમાં તેલ લગાવી તેના પર રાગીના બેટરને પાથરી લો. તેના પર ઝીણા કાપેલા ટામેટા, ડુંગળી, લીલા મરચા અને કોથમરી લગાવી દો.ત્યારબાદ તેને પર ચાટ મસાલો નાખી બંન્ને બાજુ બરાબર શેકી લો.

5 / 6
તમે આ રાગી ઉત્તપમને લીલી ચટણી અને ગળી ચટણી સાથે તમે સર્વ કરી શકો. તેમજ તમારા બાળકને નાસ્તામાં પણ બનાવીને ખવડાવી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">