Rekha Gupta Net Worth: કેટલા અમીર છે દિલ્હીના નવા CM રેખા ગુપ્તા ? જાણો તેમની કુલ સંપત્તિ
રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. પાર્ટીના બંને નિરીક્ષકો, રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડે પાર્ટી કાર્યાલયમાં એક પછી એક ધારાસભ્યો સાથે વાત કરી અને પછી તેમના નામ જાહેર કર્યા હતા.

રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. જ્યારે પ્રવેશ વર્મા નાયબ મુખ્યમંત્રી બનશે. પાર્ટીના બંને નિરીક્ષકો, રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડે પાર્ટી કાર્યાલયમાં એક પછી એક ધારાસભ્યો સાથે વાત કરી અને પછી તેમના નામ જાહેર કર્યા.

વિજેન્દ્ર ગુપ્તાને વિધાનસભા અધ્યક્ષ પદ સોંપવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે રેખા ગુપ્તાના પતિનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. હવે ચાલો જાણીએ કે રેખા ગુપ્તા કેટલી ધનવાન છે અને તેમની કુલ સંપત્તિ કેટલી છે.

2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન દાખલ કરાયેલા સોગંદનામા મુજબ, રેખા ગુપ્તાની કુલ સંપત્તિ લગભગ 5.3 કરોડ છે, અને તેમની liability 1.2 કરોડ છે. તેમની આવકનો સ્ત્રોત વકીલ તરીકેનો વ્યવસાય અને તેમની રાજકીય કારકિર્દી છે. રેખા ગુપ્તા પાસે 1,48,000 રોકડા છે. ભાજપના નેતાના ખાતામાં 22,44,242 રૂપિયા જમા છે. તેમની પાસે વિવિધ કંપનીઓમાં શેર પણ છે. કેશવ સહકારી બેંક લિમિટેડમાં 200 શેર અને હિન્દુસ્તાન સમાચાર લિમિટેડમાં 100 શેર છે.

ભાજપના નેતાએ NSS અને પોસ્ટલ સેવિંગ્સમાં કોઈ રોકાણ કર્યું નથી. રેખા ગુપ્તા અને તેમના પતિ પાસે 53,68,323 રૂપિયાની જીવન વીમા પૉલિસી છે. રેખા ગુપ્તા પાસે કોઈ કાર નથી. તેના પતિના નામે મારુતિ XL6 (2020 મોડેલ) કાર છે. તેની કિંમત 4,33,500 રૂપિયા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા પાસે 1,800000 રૂપિયાના ઘરેણાં પણ છે. હવે જો આપણે રેખા ગુપ્તાની સ્થાવર મિલકત પર નજર કરીએ તો, તેમનું દિલ્હીના રોહિણીમાં એક ઘર છે. તેની કિંમત 30 લાખ રૂપિયાથી વધુ છે. એટલું જ નહીં, શાલીમાર બાગમાં પણ એક ઘર છે. તેની કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ છે.

રેખા ગુપ્તાનો જન્મ 19 જુલાઈ 1974 ના રોજ હરિયાણાના જુલાનામાં થયો હતો. રેખાની રાજકીય સફર દિલ્હી યુનિવર્સિટીના દૌલત રામ કોલેજથી શરૂ થઈ હતી. અહીં તે 1992 માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) માં જોડાઈ.

તેમણે 1994-1995 દરમિયાન દૌલત રામ કોલેજના સેક્રેટરી તરીકે અને બાદમાં 1995-1996 દરમિયાન દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU) ના સેક્રેટરી તરીકે સેવા આપી હતી. તે 1996-1997માં DUSU ના પ્રમુખ બન્યા. રેખા ગુપ્તા 2007 અને 2012 માં ઉત્તર પિતામપુરા (વોર્ડ 54) થી કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. હવે તેઓ 2025 માં દિલ્હીના CM બન્યા છે
Rekha Gupta Family Tree : દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના પરિવાર વિશે જાણો






































































