Roll over શું છે ? શેરબજારમાં વધારે નફો કરવા માટે તેનો કેવી રીતે ઉપયોગ કરવો ?
રોલઓવર શું છે? રોલઓવર એ એક પ્રક્રિયા છે જેના દ્વારા રોકાણકારો ડેરિવેટિવ કોન્ટ્રાક્ટમાં તેમની સ્થિતિને એક એક્સપાયરીથી બીજા દિવસે કેરી ફોરર્વડ કરે છે.

રોલઓવર શું છે? રોલઓવર એ એક પ્રક્રિયા છે જેના દ્વારા રોકાણકારો ડેરિવેટિવ કોન્ટ્રાક્ટમાં તેમની સ્થિતિને એક એક્સપાયરીથી બીજા દિવસે કેરી ફોરર્વડ કરે છે. ટ્રેડર પાસે બે વિકલ્પ છે.એક તે તેના ખરીદેલા સ્ટોકની પોઝિશન એક્સપાયર થવા માટે છોડી દે છે અથવા , તે કોન્ટ્રાક્ટ્સ અંતર્ગત તેને કેરી ફોર્વડ કરી શકે છે.

રોલઓવર ક્યારે અને કેવી રીતે થાય છે? ભારતમાં શેર ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ દર મહિનાના છેલ્લા ગુરુવારે એક્સપાયર થઇ જાય છે. તેથી, તે દિવસે ટ્રેડિંગ બંધ થાય ત્યાં સુધી રોલઓવર કરી શકાય છે. મોટાભાગના રોલઓવર એક્સપાયરીના એક અઠવાડિયા પહેલા શરૂ થઈ જાય છે. છેલ્લી ઘડી સુધી રોલઓવર ચાલુ રહે છે.

મોટાભાગે કોન્ટ્રાક્ટ આગળના મહિના માટે રોલઓવર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ટ્રેડર પાસે પાસે 10 Tata Techna ના ફ્યુચર્સ મે મહિનામાં એક્સપાયર થતા હોય, તો રોલઓવરનો અર્થ એવો થાય છે કે ટ્રેડર તેની પોઝિશન છોડી દે છે અને જૂનમાં એક્સપાયર થતા 10 Tata Techna ફ્યુચર્સ ખરીદે.

રોલઓવરનો અર્થ શું થાય છે? રોલઓવર આકૃતિ માટે કોઈ નિશ્ચિત બેન્ચમાર્ક નથી, પરંતુ તે રોલઓવર થયેલી કુલ પોઝિશનના હિસ્સા (ટકામાં) તરીકે દર્શાવવામાં આવે છે. કેટલાક વિશ્લેષકો રોલઓવરની સંખ્યામાં ફેરફારને નોંધપાત્ર માને છે, પરંતુ પ્રમાણભૂત પ્રથા એ છે કે છેલ્લા ત્રણ મહિનાની સરેરાશ સાથે રોલઓવરની ટકાવારીની તુલના કરવી.

રોલઓવર સેન્ટિમેન્ટ થોડો મજબૂત રહેવાનો સંકેત છે. રોલઓવર બજારમાં દાવ લગાવવા માટે રોકાણકારોની ઈચ્છા દર્શાવે છે. તેથી, સરેરાશ કરતાં નીચા રોલઓવર સાવધાનીનો સંકેત છે, જ્યારે સરેરાશ કરતાં વધુ રોલઓવર મજબૂત સેન્ટિમેન્ટ દર્શાવે છે. તેવી જ રીતે, લોંગ પોઝિશન્સ અથવા શોર્ટ પોઝિશન્સમાં કોઈપણ અસંતુલન દર્શાવે છે કે બજાર કઈ દિશામાં દાવ લગાવી રહ્યું છે. વિશ્લેષકો પણ રોલઓવરનું અર્થઘટન કરે છે. ઉદાહરણ તરીકે,ટ્રેડર પ્રીમિયમ અથવા અંડરલાન વેલ્યમાં ડિસ્કાઉન્ટ પર આવતા મહિનાના કોન્ટ્રાક્ટમાં પ્રવેશ કરીને પોઝિશન પર રોલ ઓવર કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જે રોલઓવરની કિંમત વધુ હોઈ શકે છે, જે બજારમાં તેજી દર્શાવે છે. જેમ કે 70 વધુ હોય તે રોલઓવર મજબુત સ્થિતી માની લેવામાં આવે છે.

અહીં આપણે ઉદાહરણ દ્વારા સમજીયે, ઉપર જે આંકડા લખ્યા છે એ લગભગ 70 ટકાથી ઓછા રોલઓવર વાળા છે, ફ્યુચર ખરીદવા માટે હાલ તેવા સ્ટોક પર વધારે ભરોસો કરી શકાય નહીં. તેથી રોકાણકારો આવા સ્ટોકમાં દાવ લગાવતા નથી.

જે રોલઓવર 70 ટકાથી વધુ છે વધારે સ્ટ્રોંગ છે તેમ દર્શાવે છે, અહિં કેટલાક સ્ટોક ઉપર જોઇ શકાય છે જેમાં રોલઓવર 70થી વધારે છે.

અહીં 6 સ્ટોકનાં નામમાં નિશાન દર્શાવ્યા છે જે રોલઓવરના ક્રાઇટ એરિયામાં યોગ્ય રીતે ફિટ બેસે છે.(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.)

































































