AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હી

દિલ્હી

દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે. ઘણા લોકો દિલ્હી અને નવી દિલ્હીને એક જ માને છે, પરંતુ આ બંને જગ્યાઓ સંપૂર્ણપણે અલગ છે. 20મી સદીની શરૂઆતમાં જ્યારે ભારતની રાજધાની દિલ્હીમાં ખસેડવામાં આવી ત્યારે નવી દિલ્હીની રચના કરવામાં આવી હતી.

રાજધાની હોવાને કારણે, કેન્દ્ર સરકારના ત્રણેય એકમો – કારોબારી, સંસદ અને ન્યાયતંત્રનું મુખ્યાલય નવી દિલ્હીમાં સ્થાપિત થયેલ છે. 1483 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું, દિલ્હી વસ્તીની દ્રષ્ટિએ ભારતનું બીજું સૌથી મોટું મહાનગર છે. તેની દક્ષિણ-પશ્ચિમમાં અરવલીની ટેકરીઓ અને પૂર્વમાં યમુના નદી છે, જેના કિનારે આ શહેર વસેલું છે.

દિલ્હીના ઈતિહાસની શરૂઆત સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. મહાભારતકાળ દરમિયાન તેનું નામ ઈન્દ્રપ્રસ્થ હતું. મહાભારત કાળમાં ઈન્દ્રપ્રસ્થ પાંડવોની રાજધાની હતી. 18મી અને 19મી સદીમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ લગભગ આખા ભારત પર કબજો જમાવ્યો.

Read More

13 નવેમ્બરના મહત્વના સમાચાર : ડૉ. ઉમર દિલ્હીમાં થયેલા બ્લાસ્ટવાળી કારમાં હતા, DNA ટેસ્ટથી પુષ્ટિ થઇ

આજે 13 નવેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

દિલ્હી વિસ્ફોટ બાદ, દેશના પાંચ એરપોર્ટને ઉડાવી દેવાની મળી ધમકી

મુંબઈથી વારાણસી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટને ઉડાન દરમિયાન બોમ્બ હોવાની ધમકી મળી હોવાના અહેવાલ છે. આ પછી, વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Breaking News : Delhi Blast; સરકારે દિલ્હી બ્લાસ્ટને આતંકવાદી ઘટના ગણાવી, કેબિનેટ બેઠકમાં 2 મિનિટનું મૌન

દિલ્હી વિસ્ફોટ બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક બોલાવી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે બેઠકમાં હાજરી આપી. તપાસ અહેવાલ અને સુરક્ષા એજન્સીઓના ઇનપુટ્સ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.

ઓછુ ભણેલા જ આતંકવાદી હોય છે એવુ નથી, ખૂબ ભણેલા વિદ્વાન પણ બન્યા છે આતંકી, જુઓ ફોટા

દિલ્હીના લાલ કિલ્લા ખાતે થયેલ કાર વિસ્ફોટમાં ધર્માંધ ડોકટર આરોપી નિકળ્યો. આટલું જ નહીં આ ડોકટરની સાથે જેમના તાર જોડાયેલા હતા તે તમામે તમામ ડોકટરો છે. ઉચ્ચ શિક્ષણ મેળવેલા કાશ્મીરના યુવાન મુસ્લિમ, આતંકવાદી બની ગયા હતા. જેને ડી ગેંગ એટલે કે ડોકટરની ગેંગ કહેવામાં આવી રહી છે. માત્ર અભણ જ નહીં પરતુ ઉચ્ચ શિક્ષણ પામેલા મુસ્લિમો પણ આતંકવાદી બની જઈને સૌ કોઈને અંચબામાં નાખ્યા છે. વિશ્વમાં કુખ્યાત બની ચૂકેલા આતંદવાદીઓમાંથી કેટલાય આતંકવાદીઓ ઉચ્ચ શિક્ષણ પામેલા હતા.

જમ્મુ કાશ્મીરની પોલીસે સતર્કતા બતાવી, ધમકીભર્યા પોસ્ટર્સ પાછળ દેશભરમાં આતંક મચાવવાનો હતો મેસેજ

શ્રીનગરના નૌગામ વિસ્તારમાં સુરક્ષાદળ માટે ધમકીભર્યા પોસ્ટર્સ ચોટાડવામાં આવ્યા હતા. જેની તપાસ કરતા દેશમાં આતંકનુ મોટુ નેટવર્ક સુધી તાર પહોચ્યા હતા. આ ઘટનાને યુદ્ધના ધોરણે અમલમાં મૂકીને દેશભરમાં દરોડા પાડીને દેશવ્યાપી આતંક મચાવવાના કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

દિલ્હી બ્લાસ્ટ બાદ સાવધાની વધી ! સેકન્ડ હેન્ડ કાર ખરીદતા કે વેચતા પહેલા આટલી બાબતોનું ધ્યાન રાખજો, નહીં તો….

દિલ્હી વિસ્ફોટની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, બ્લાસ્ટ માટે જે કારનો ઉપયોગ થયો, તે સેકન્ડ હેન્ડ હતી. આ પછી સેકન્ડ હેન્ડ કાર ખરીદનારા લોકોમાં સાવચેતી વધી ગઈ છે. એવામાં ચાલો જાણીએ કે, સેકન્ડ હેન્ડ કાર ખરીદતા પહેલાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ...

Delhi Blast : ચોંકાવનારો ખુલાસો, વિસ્ફોટ કરવામાં વપરાયેલી i20 કાર 13 દિવસ પહેલા જ 2 લાખમાં ખરીદી હતી

દિલ્હી વિસ્ફોટની તપાસમાં i20 કાર વિશે ચોંકાવનારા ખુલાસા થયો છે. 13 દિવસ પહેલા i20 કાર 2 લાખથી ઓછી કિંમતમાં ખરીદી હતી, જાણો આખી ઘટના વિશે.

રાજકોટમાં રમાનારી વનડે મેચમાં ફ્રી એન્ટ્રીથી ભીડ ઉમટવાની સંભાવના, દિલ્હી બ્લાસ્ટ બાદ વધારાઈ સુરક્ષા, જુઓ Video

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, અમદાવાદ સહિતના તમામ શહેરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

Delhi Blast: ડૉ. શાહીનની પૂછપરછમાં મોટો ખુલાસો, બે વર્ષથી વિસ્ફોટકો એકત્રિત કરી રહી હતી, જાણો બીજા શું ખુલાસા થયા

સોમવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયેલા વિસ્ફોટમાં 10 લોકો માર્યા ગયા અને 24 અન્ય ઘાયલ થયા. હુમલા બાદથી, દેશભરની વિવિધ સુરક્ષા એજન્સીઓ દરોડા પાડી રહી છે અને વિસ્ફોટમાં સામેલ લોકોની શોધ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓએ વિસ્ફોટ પહેલા ડૉ. શાહીન શાહિદની ધરપકડ કરી હતી. તેણીએ પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા કર્યા છે.

12 નવેમ્બરના મહત્વના સમાચાર : દિલ્હી વિસ્ફોટના તાર બંગાળના મુર્શિદાબાદ સુધી લંબાયા, NIA એ પાડ્યા દરોડા

આજે 12 નવેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Delhi Blast: દિલ્હી આઘાતમાં છે, મુખ્યમંત્રી રેખાએ પીડિતો માટે વળતરની જાહેરાત કરી

લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટના પીડિતો માટે દિલ્હી સરકારે નાણાકીય સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે મૃતકોના પરિવારોને ₹10 લાખની સહાય, અપંગોને ₹5 લાખ અને ગંભીર રીતે ઘાયલોને ₹2 લાખની સહાય મળશે.

ભારતનું “પાવરહાઉસ” અને ₹5 બિલિયનનું બજાર ! ‘દિલ્હી બોમ્બ વિસ્ફોટ’ માટે હુમલાખોરોએ ‘લાલ કિલ્લા’ વિસ્તારને જ કેમ પસંદ કર્યો ?

14 વર્ષ પછી રાજધાની દિલ્હી ફરી એકવાર હચમચી ઉઠી છે. 'સત્તા અને વ્યવસાયનું કેન્દ્ર' જ્યાં સુરક્ષા હંમેશા કડક રહે છે, દિલ્હીમાં થયેલા આ હુમલાએ ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે.

Breaking News : દિલ્હી બ્લાસ્ટ કેસમાં; આતંકી હુમલાની શંકા, પાકિસ્તાનનું જોડાણની સંભાવના

Delhi Blast Pakistan Connection: દિલ્હી વિસ્ફોટની તપાસ ચાલુ છે. એજન્સીઓ દરેક ખૂણા પર કામ કરી રહી છે. સૂત્રો કહે છે કે જૈશ-એ-મોહમ્મદ સંડોવાયેલો હોવાની શંકા છે. આ ધરપકડ કરાયેલ મહિલા પ્રોફેસર ડૉ. શાહીનના કારણે છે, જેમનું પાકિસ્તાન કનેક્શન બહાર આવ્યું છે.

દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલુ એ ખતરનાક સફેદ કેમિકલ ક્યુ હતુ? તેનો વપરાશ અને લાઈસન્સ માટેના શું છે નિયમો- વાંચો

દિલ્હી બ્લાસ્ટમાં જે રસાયણ વપરાયુ હોવાનો ખૂલાસો થયો છે તે એક અત્યંત ખતરનાક રસાયણ છે. ખેતી અને ઔદ્યોગિક વિસ્ફોટકોમાં ઉપયોગી હોવા છતાં, તેના ગુણધર્મો ઘણા જોખમી છે. ભારત સરકારે તેના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ માટે કડક નિયમો બનાવ્યા છે, જેમાં PESO લાઇસન્સ ફરજિયાત છે. નિયમોનો ભંગ કરનારને ત્રણ વર્ષની જેલ અને દંડની જોગવાઈ પણ છે.

Delhi Blast: મહિલા આતંકીના ભાઈના ઘરે ત્રાટકી ATS, તપાસમાં અનેક પુરાવાઓ મળ્યા

યુપી એટીએસ અને જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ટીમ સવારે ડૉ. પરવેઝ અન્સારીના ઘરે પહોંચી હતી. સુરક્ષા ઘેરાબંધી કર્યા પછી, ટીમે ઘણા કલાકો સુધી ઘરની અંદર તપાસ કરી. સ્થાનિક પોલીસ પણ હાજર હતી. દરોડા દરમિયાન ડૉ. પરવેઝ ઘરે હાજર નહોતા.

g clip-path="url(#clip0_868_265)">