રેલવેમાં મુસાફરી કરતી મહિલાઓને મળે છે આ ખાસ સુવિધા, જાણો
ભારતીય રેલવે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સમયાંતરે નવી નવી યોજનાઓ લાગુ કરતી રહે છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, અપંગ વ્યક્તિઓ અને ગર્ભવતી મહિલાઓ માટે ઘણી ખાસ જોગવાઈઓ કરી છે. જેથી તેમની મુસાફરી આરામદાયક અને સલામત બની શકે. જો તમે એક મહિલા મુસાફર હોવ અને ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. કારણ કે રેલવે દ્વારા મહિલાઓ માટે મહત્વપૂર્ણ સુવિધાઓ પૂરી પાડે છે.


મહિલાઓ માટે રેલવેની સુવિધાઓ-રેલવે 45 વર્ષથી વધુ વયની મહિલાઓ, દિવ્યાંગ યાત્રીઓ અને ગર્ભવતી મહિલાઓ માટે નીચેની બર્થ આરક્ષિત રાખે છે, જેથી તેમને ઉપરની બર્થ પર ચડવામાં કોઈ શારીરિક સમસ્યા ના થાય.

વિશેષ શ્રેણી માટે લોઅર બર્થ આરક્ષિત- રેલવેના દરેક કોચમાં સિનિયર સિટિઝન, દિવ્યાંગ અને ગર્ભવતી મહિલાઓ માટે ખાસ રીતે નીચે બર્થ આરક્ષિત કરવામાં આવે છે.

ઓનલાઈન ટિકિટ બુકિંગમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. ઓટોમેટેડ ટિકિટિંગ સિસ્ટમ હેઠળ, રેલવે વિશેષ શ્રેણીના યાત્રીઓને ઓટોમેટિક રીતે નીચે બર્થ ફાળવે છે, પછી ભલે તેઓ ટિકિટ બુક કરતી વખતે તેનો પસંદગી ના કરે.

સ્લીપર ક્લાસમાં આરક્ષિત બર્થ- સ્લીપર ક્લાસ (SL) માં દરેક કોચમાં 6-7 સીટ નીચેની બર્થ તરીકે આરક્ષિત કરવામાં આવે છે, જેનો લાભ મહિલા ઉપરાંત સિનિયર સિટિઝન અને દિવ્યાંગ યાત્રીઓને પણ મળે છે.

થર્ડ એસી અને સેકન્ડ એસીમાં વિશેષ સીટો- થર્ડ એસી (3AC)માં 4-5 સીટ અને સેકન્ડ એસી (2AC)માં 3-4 સીટ વિશેષ યાત્રીઓ માટે આરક્ષિત હોય છે, જેથી તેમની યાત્રા વધુ આરામદાયક બની શકે.

રેલવેનો ઓટોમેટેડ સિસ્ટમ- જ્યારે પણ કોઈ સિનિયર સિટિઝન, દિવ્યાંગ અથવા ગર્ભવતી મહિલા યાત્રી, આરક્ષણ કરાવતા સમયે પોતાની વિગતો દાખલ કરે છે, ત્યારે રેલવેની સિસ્ટમ તેમને લોઅર બર્થ ફાળવવામાં પ્રાથમિકતા આપે છે.
રેલવેને લગતા નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.






































































