Gujarati NewsPhoto galleryGold Rate Today Gold became cheaper for the third consecutive day know the gold price on Wednesday March 26
Gold Rate Today: સતત ત્રીજા દિવસે સસ્તું થયું સોનું, જાણો 26 માર્ચ બુધવારના સોનાના ભાવ વેશે
Gold Rate Today: આજે 26 માર્ચ, બુધવારથી સોનું સસ્તું થયું છે. આ સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 89,200 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 81,800 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.
Gold Rate Today:આજે 26 માર્ચ, બુધવારે સોનું સસ્તું થયું છે. આ સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 89,200 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 81,800 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. એક કિલોગ્રામ ચાંદીની કિંમત 1,00,900 રૂપિયાના સ્તરે છે. ચાંદીના ભાવ આજે પણ સપાટ રહ્યા હતા. અહીં જાણો સોના અને ચાંદીના આજના ભાવ.
1 / 5
26 માર્ચ, 2025ના રોજ ચાંદીનો ભાવ 1,00,900 રૂપિયા પ્રતિ કિલો હતો. ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
2 / 5
બુધવાર, 26 માર્ચ, 2025 ના રોજ, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 81,900 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 89,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. મુંબઈમાં 22 કેરેટ સોનું 81,840 રૂપિયા અને 24 કેરેટ સોનું 89,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજે સમગ્ર દેશમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલની સરખામણીએ સોનું 400 રૂપિયા સસ્તુ થયું છે.
3 / 5
સોનાના ભાવમાં ઘટાડાના મુખ્ય કારણો વૈશ્વિક બજારોમાં નબળાઈ, ડૉલરની મજબૂતી અને રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ છે. જ્યારે યુએસ ડૉલર મજબૂત થાય છે, ત્યારે સોનું મોંઘું થાય છે, જે તેની ખરીદી ઘટાડે છે અને કિંમતો ઘટવા લાગે છે. રોકાણકારો પણ નફો મેળવવા માટે ઊંચા ભાવે ખરીદેલું સોનું વેચવાનું શરૂ કરે છે, જેના કારણે બજારમાં વધુ ઘટાડો થાય છે.
4 / 5
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.
5 / 5
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો