આજનું હવામાન : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જ્યારે રાજ્યના 7 શહેરોમાં પારો 40 ડીગ્રીને પાર જાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જ્યારે રાજ્યના 7 શહેરોમાં પારો 40 ડીગ્રીને પાર જાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો ફરી વધે તેવી આગાહી કરવામાં આવી છે.
કમોસમી વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે 24 માર્ચે પશ્ચિમ હિમાચલ પ્રદેશમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. જેની અસર 26 માર્ચથી રાજ્યમાં જોવા મળશે. પશ્ચિમી ભેજવાળા પવનને કારણે 1 એપ્રિલ સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે અડધા ઈંચથી ઓછા કમોસમી વરસાદની શક્યતાઓ છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતમાં અમરેલી, અરવલ્લી, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, નર્મદા, પંચમહાલ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમદાવાદ, આણંદ, ભરૂચ, ખેડા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, ડાંગ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.