
ભારતીય જનતા પાર્ટી
ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. આ સાથે આ પાર્ટી દેશના ઘણા રાજ્યોમાં પણ સત્તા પર છે.
ભાજપની રચના 1980માં થઈ હતી. 1984માં લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. બાદમાં રામ મંદિરને લઈને ચાલી રહેલા આંદોલનને કારણે પાર્ટીને ખૂબ વેગ મળ્યો. 1996માં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અનેક પક્ષો સાથે મળીને એનડીએની રચના કરવામાં આવી હતી અને 2004 સુધી કેન્દ્રમાં ભાજપ સત્તામાં રહ્યું હતું. આ પછી ભાજપ 10 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તાથી દૂર રહ્યો, પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટી રહી.
2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી હતી. આ પછી, 2019 માં તેનાથી પણ મોટી જીત હાંસલ કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અને સમાન નાગરિક સંહિતા વગેરે ભાજપનો મુખ્ય એજન્ડા છે. નોંધનીય છે કે પાર્ટીએ ઘણા મુદ્દાઓ પર સફળતા હાંસલ કરી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે જે 22 જાન્યુઆરી 2024એ રામ લલ્લાની પ્રતિષ્ઠા સાથે લોકો માટે ખુલ્લુ મુકાશે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી છે. ભાજપ વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.
‘હું ભાગ્યશાળી હતો કે મને સંઘ જેવી પવિત્ર સંસ્થામાંથી જીવનના મૂલ્યો મળ્યા ‘ -પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેનની વચ્ચે થયેલી વિગતવાર વાતચીતનો પોડકાસ્ટ રિલીઝ થઈ ગયો છે. આ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી. ખાસ કરીને, તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના તેમના જીવન પર પડેલા પ્રભાવ, સમાજમાં તેના યોગદાન અને વ્યક્તિગત અનુભવો વિશે વિસ્તારથી વાત કરી.
- Mina Pandya
- Updated on: Mar 16, 2025
- 8:03 pm
વડોદરામાં ગોજારા અક્સ્માતને પગલે શહેર ભાજપ પ્રમુખે ધૂળેટીના કાર્યક્રમો રદ કર્યા તો પૂર્વ પ્રમુખ અને ધારાસભ્યોએ નિર્ણયની અવગણના કરી ઉજવ્યો રંગોત્સવ
વડોદરામાં ગમખ્વાર અકસ્માત બાદ શહેર ભાજપ પ્રમુખે હોળીના કાર્યક્રમો રદ કર્યા હતા. પરંતુ, ધારાસભ્યો અને પૂર્વ પ્રમુખોએ આ નિર્ણયને અવગણી રંગોત્સવ ઉજવ્યો. આ ઘટનાથી ભાજપમાં શિસ્તનો અભાવ અને નેતૃત્વની અવગણના દેખાય છે. આ ઘટના બાદ વડોદરા ભાજપમાં રાજકીય ગરમાવાની સ્થિતિ છે.
- Anjali oza
- Updated on: Mar 16, 2025
- 1:51 pm
What Gujarat Thinks Today: વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ
કાર્યક્રમમાં ગુજરાત CM એ જણાવ્યું તે ગુજરાતમાં ઘણો મોટો બદલાવ આવ્યો પહેલા પાણી, રોડ-રસ્તા કેવા હતા તે સૌ કોઈ જાણે છે પણ હવે ડેવલોપમેન્ટ થયું છે. સીએમએ જણાવ્યું કે આપડી પાસે એવું નેત્રુત્વ છે કે સતત દેશના વિકાસને લઈને કઈકને કઈક કરતા રહે છે.
- Devankashi rana
- Updated on: Mar 15, 2025
- 1:21 pm
વડોદરા ભાજપની જૂથબંધીથી કંટાળીને પ્રદેશ સમિતિએ સંઘના આ વ્યક્તિને પ્રમુખનો પદભાર સોંપ્યો
વડોદરા ભાજપમાં જૂથવાદને કારણે પ્રદેશ સમિતિએ RSSના આગેવાન જયપ્રકાશ સોનીને શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. 44 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા છતાં બહારના વ્યક્તિની પસંદગીથી કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. આ નિર્ણયથી પક્ષમાં અંદરોઅંદરના ગણગણાટ અને વિવાદો વધી શકે છે.
- Anjali oza
- Updated on: Mar 7, 2025
- 2:23 pm
ભાજપમાંથી 100 મુસ્લિમે નોંધાવી હતી ઉમેદવારી, 82 જીત્યા, હવે અપાશે મહત્વની જવાબદારી
ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકામાં ભાજપે વિધાનસભા અને લોકસભા માટે કોઈ મુસ્લિમ ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવ્યા ન હતા. પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના મુસ્લિમ પ્રતિનિધિઓની સંખ્યા 82 સુધી પહોંચ્યા બાદ, પાર્ટીએ તેમને સંગઠનમાં સ્થાન આપવાનું શરૂ કર્યું છે.
- TV9 Gujarati
- Updated on: Mar 7, 2025
- 2:17 pm
CAG રિપોર્ટમાં ખુલાસોઃ દિલ્હીમાં કેજરીવાલની આપ સરકારની લિકર પોલિસીથી 2000 કરોડનું નુકસાન
CAGના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લાઇસન્સ આપવાની પ્રક્રિયામાં ઉલ્લંઘન થયું છે. ઉપરાંત, તત્કાલિન નાયબ મુખ્ય પ્રધાન અને આબકારી પ્રધાન મનીષ સિસોદિયા દ્વારા દારૂની નીતિમાં ફેરફારો સૂચવવા માટે રચાયેલી નિષ્ણાત પેનલની ભલામણોને પણ અવગણવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Feb 25, 2025
- 3:38 pm
Female CM Strategy : સુષ્મા, શીલા, આતિશી અને હવે રેખા… દિલ્હીને કેમ ગમે છે મહિલા મુખ્યમંત્રી, જુઓ Video
દિલ્હીમાં 11 દિવસના સસ્પેન્સ પછી, ભાજપે રેખા ગુપ્તાને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. તેઓ દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે. આ પસંદગી પાછળ ભાજપની શું યોજના છે?
- Sagar Solanki
- Updated on: Feb 20, 2025
- 6:51 pm
Gujarat vs Rajasthan CM Salary : ગુજરાત કે રાજસ્થાન ? ક્યાં રાજયના CM નો પગાર છે વધુ, જાણો
ગુજરાતના મુખ્યમંત્રી અને રાજસ્થાનના મુખ્યમંત્રીના માસિક પગારમાં ઘણો તફાવત છે. સામાન્ય માહિતી અનુસાર ગુજરાતના CM નો પગાર રાજસ્થાનના CM કરતાં વધુ છે. મુખ્યમંત્રીનો પગાર, જેમાં અન્ય ભથ્થાઓનો સમાવેશ થાય છે.
- Sagar Solanki
- Updated on: Feb 20, 2025
- 6:03 pm
Gujarat vs Delhi CM Salary : ગુજરાત કે દિલ્હી ? ક્યાં રાજયના CM નો પગાર છે વધુ, જાણો
દિલ્હી અને ગુજરાતના મુખ્યમંત્રીઓના પગારમાં તફાવત છે, જે સંબંધિત રાજ્ય વિધાનસભાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે.
- Sagar Solanki
- Updated on: Feb 19, 2025
- 9:16 pm
Rekha Gupta Net Worth: કેટલા અમીર છે દિલ્હીના નવા CM રેખા ગુપ્તા ? જાણો તેમની કુલ સંપત્તિ
રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. પાર્ટીના બંને નિરીક્ષકો, રવિશંકર પ્રસાદ અને ઓમ પ્રકાશ ધનખડે પાર્ટી કાર્યાલયમાં એક પછી એક ધારાસભ્યો સાથે વાત કરી અને પછી તેમના નામ જાહેર કર્યા હતા.
- Sagar Solanki
- Updated on: Feb 19, 2025
- 8:41 pm
Rekha Gupta Family Tree : દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના પરિવાર વિશે જાણો
દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાની કુલ સંપત્તિ 5.3 કરોડ રૂપિયા છે, તો આજે આપણે રેખા ગુપ્તાની પર્સનલાઈફ વિશે રસપ્રદ માહિતી જાણીશું.
- Nirupa Duva
- Updated on: Feb 20, 2025
- 9:40 am
Breaking News: દિલ્હીને મળશે મહિલા મુખ્યમંત્રી, ભાજપે રેખા ગુપ્તાને સોંપી રાજધાનીની કમાન
આખરે 12 દિવસના અંતરાલ બાદ ભાજપે દિલ્હીના મુખ્યમંત્રીના નામની ઘોષણા કરી છે. રેખાગુપ્તાને દિલ્હીની કમાન સોંપવામાં આવી છે.
- Mina Pandya
- Updated on: Feb 25, 2025
- 3:57 pm
Morbi : વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી, 25માંથી 15 બેઠક પર મળી ભવ્ય જીત, જુઓ Video
મોરબી વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. 11 બેઠક પર ભાજપની બિનહરિફ જીત થઈ હતી. જ્યારે વોર્ડ નંબર 2ની ચાર બેઠરો પર ભાજપની જીત થતા 28માંથી 15 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 18, 2025
- 11:11 am
‘WTF’ પ્રવાસ-પર્યટનને પ્રોત્સાહન આપી રહ્યું છે, ભાજપના સાંસદ મહેશ શર્મા કર્યા વખાણ
બીજેપી સાંસદ મહેશ શર્માએ TV9ની ખાસ પહેલ 'World Travel and Tourism Festival'ની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે જે દેશમાં અલગ-અલગ સંસ્કૃતિ અને સુંદરતા છે ત્યાં આવી પહેલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું આ માટે TV9 નો આભાર માનું છું.
- Dhinal Chavda
- Updated on: Feb 14, 2025
- 5:13 pm
Amreli : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર વખતે ભાજપ-કોંગ્રેસના નેતાઓ બાખડ્યા, જુઓ Video
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે. 16 ફેબ્રુઆરીના રવિવારના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જોર શોરથી પ્રચારમાં લાગી ગયા છે. જો કે અમરેલીમાંચલાલા નગરપાલિકા વિસ્તારમાં પ્રચાર સમયે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડી પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Feb 14, 2025
- 12:01 pm