26 March 2025 રાશિફળ વીડિયો: આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા?
આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.
મેષ રાશિ :-
આજે તમને મોટો લાભ થશે. લક્ઝરી પાછળ વધુ પૈસા ખર્ચ થશે, જમીન, મકાન, વાહન ખરીદવાની યોજના સફળ થશે
વૃષભ રાશિ :-
આજે તમને પૈસા માટે અહીં-તહી ભટકવું પડશે, પરંતુ પૈસા ક્યાંય મળશે નહીં, કાર્યસ્થળ પર કોઈ સહકર્મી તમને મદદ કરવાનો ઇનકાર કરશે.
મિથુન રાશિ :
આર્થિક સ્થિતિમાં સુધારો થશે, વેપારમાં વધુ ધનલાભ થવાથી મન પ્રસન્ન રહેશે, વિદેશમાં સ્થાયી થયેલા લોકોને પૈસા અથવા મૂલ્યવાન ભેટો પ્રાપ્ત થશે
કર્ક રાશિ:
વેપારમાં આવક સારી રહેશે, બાકી રહેલા પૈસા પ્રાપ્ત થશે, નોકરીમાં પગાર વધારો થઈ શકે, તમને તમારા પિતા તરફથી આર્થિક મદદ મળશે
સિંહ રાશિ:
આજે તમને માતા-પિતા તરફથી વધુ મદદ મળશે, વાહન ખરીદવાની ઈચ્છા પૂરી થશે, વેપારમાં નવા પ્રયોગો ફાયદાકારક સાબિત થશે
કન્યા રાશિ:
આજે તમને તમારા પિતા પાસેથી માંગ્યા વગર પૈસા મળશે, પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બની શકે, શેર, લોટરી વગેરેથી આર્થિક લાભ થઈ શકે
તુલા રાશિ:
વેપારમાં આવક ઓછી રહેશે, શેર, લોટરી, સટ્ટાબાજી વગેરેના કારણે આર્થિક નુકસાન થઈ શકે, તમને નોકરીમાં પૈસા મળતા રહેશો
વૃશ્ચિક રાશિ:
વેપારમાં આવક સારી રહેશે, નોકરીમાં પ્રમોશન સાથે આવકમાં વધારો થશે, મિત્ર તરફથી કિંમતી ભેટ મળી શકે, ધાર્મિક કાર્યમાં આર્થિક લાભ થશે
ધન રાશિ :
જરૂરિયાત મુજબ પૈસા ન મળવાને કારણે મન મૂંઝવણથી ભરેલું રહેશે, કોઈપણ મૂલ્યવાન વસ્તુ ખોવાઈ અથવા ચોરાઈ શકે, આર્થિક નુકસાન પણ કરી શકે
મકર રાશિ :-
આર્થિક સ્થિતિમાં સુધારો થશે, પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખો, ઉધાર આપેલા પૈસા પાછા મળશે, પ્રેમ સંબંધમાં તમને કપડાં અને ઘરેણાં મળશે
કુંભ રાશિ:
આજે આર્થિક સ્થિતિમાં મોટા ઉતાર-ચઢાવ આવશે, પૈતૃક સંપત્તિ અચાનક પ્રાપ્ત થઈ શકે, વેપારમાં આવક કરતાં ખર્ચ વધુ થશે
મીન રાશિ:
આર્થિક સ્થિતિમાં સુધારો થશે, કોઈપણ ઔદ્યોગિક એકમની નવી શરૂઆત શુભ સાબિત થશે, સાસરિયાઓ તરફથી કોઈ કિંમતી ભેટ મળી શકે

હાઈકોર્ટના જજ સામે કેસ કરવાનો હતો, પછી માંડી વાળ્યું

લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસની તવાઈ, 7 ગેરકાયદે બાંધકામ તોડ્યા

પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા મનપાની સામાન્ય સભામાં થયો હોબાળો

દેવદૂત બની ખાખી ! આપઘાત કરવા નીકળેલા પરિવારનો પોલીસે જીવ બચાવ્યો
