IPL 2025ની પહેલી મેચમાં લીગના આ વર્ષના સૌથી મોંઘા ખેલાડીઓનું કેવું રહ્યું પ્રદર્શન?
IPL 2025ના 10 સૌથી મોંઘા ખેલાડીઓએ પોતાની પહેલી મેચ રમી લીધી છે. હવે પ્રશ્ન એ છે કે તે મેચમાં તેનું પ્રદર્શન કેવું હતું? કોણ પાસ થયું અને કોણ નાપાસ થયું? જાણો આ આર્ટીકલમાં.

IPL 2025ની બધી 10 ટીમોએ પોતાની પહેલી મેચ રમી લીધી છે. આ સાથે, IPL 2025 માટે સૌથી વધુ રકમ મેળવનારા 10 ખેલાડીઓએ પણ પોતાની પહેલી મેચ રમી. અમે વાત કરી રહ્યા છીએ IPL 2025 માં સૌથી વધુ કિંમતે વેચાયેલા 10 ખેલાડીઓ વિશે, જેમાંથી કેટલાક ઘણી ટીમોના કેપ્ટન પણ છે, જ્યારે ઘણા ફક્ત ખેલાડીઓ તરીકે રમી રહ્યા છે. IPL 2025 ના ટોચના 10 કરોડપતિ ક્રિકેટરોમાંથી કેટલાક પહેલી મેચમાં પાસ થયા અને કેટલા નિષ્ફળ ગયા છે.

રિષભ પંત માત્ર IPL 2025નો જ નહીં પરંતુ આ લીગના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. લખનૌ સુપર જાયન્ટ્સે તેને 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે અને કેપ્ટન પણ બનાવ્યો છે. પરંતુ સૌથી મોંઘો ખેલાડી પંત IPL 2025ની પોતાની પહેલી જ મેચમાં દરેક મોરચે નિષ્ફળ ગયો હતો. પ્રથમ, તે બેટિંગ કરતી વખતે પોતાનું ખાતું ખોલી શક્યો નહીં અને બીજું, તેની ટીમને પહેલી જ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

શ્રેયસ અય્યર IPLના ઈતિહાસમાં બીજા ક્રમનો સૌથી મોંઘો ખેલાડી છે. તેને પંજાબ કિંગ્સે 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. હવે પ્રશ્ન એ છે કે આટલા પૈસા મેળવ્યા પછી પણ શ્રેયસ અય્યરનું IPL 2025ની પહેલી મેચમાં પ્રદર્શન કેવું રહ્યું, તો જવાબ છે - જોરદાર. પંજાબ કિંગ્સ માટે પહેલી મેચ રમતા શ્રેયસ અય્યરે શાનદાર 97 રનની ઈનિંગ રમી અને તેની કેપ્ટનશીપમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સ સામે મેચ પણ જીતી.

ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર IPL 2025માં KKR માટે સૌથી મોંઘો ખેલાડી છે. તે આ સિઝનનો ત્રીજો સૌથી મોંઘો ખેલાડી છે. પરંતુ મેદાનમાં ઉતર્યા પછી તેણે પોતાની પહેલી જ મેચમાં શું કર્યું? વેંકટેશ અય્યરનો દાવ 6 રનથી આગળ વધી શક્યો નહીં. તે RCB સામે ક્લીન બોલ્ડ થયો હતો અને KKR મેચ પણ હાર્યું.

પંજાબ કિંગ્સે IPL 2025 માટે અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ આ બંને બોલરોને 18-18 કરોડ રૂપિયા આપ્યા છે. IPL 2025ની પહેલી મેચમાં બંનેના પ્રદર્શન વિશે વાત કરીએ તો, અર્શદીપે 4 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ લીધી. જ્યારે ચહલે 3 ઓવરમાં 34 રન આપ્યા પણ તેને કોઈ વિકેટ મળી નહીં.

ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરને ગુજરાત ટાઈટન્સે 15.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પરંતુ શું મેદાન પર તેમનું પ્રદર્શન પહેલા જેવું રહ્યું છે? પંજાબ કિંગ્સ સામે રમાયેલી પહેલી મેચમાં બટલરે 33 બોલમાં 54 રન બનાવ્યા હતા. જોકે, તેની અડધી સદી છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

દિલ્હી કેપિટલ્સ દ્વારા હરાજીમાં ખરીદાયેલો કેએલ રાહુલ સૌથી મોંઘો ખેલાડી છે, પરંતુ તે પહેલી મેચ માટે ઉપલબ્ધ નહોતો.

IPL 2025માં જોફ્રા આર્ચરને રાજસ્થાન રોયલ્સે, ટ્રેન્ટ બોલ્ટને મુંબઈ ઈન્ડિયન્સે અને જોશ હેઝલવુડને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 12.50 કરોડમાં ખરીદ્યા છે. IPL 2025ની પહેલી મેચમાં આર્ચરનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે અને તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો સ્પેલ ફેંકનાર બોલર બન્યો હતો. ટ્રેન્ટ બોલ્ટને પહેલી મેચમાં કોઈ વિકેટ મળી ન હતી, જ્યારે હેઝલવુડે 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી હતી. (All Photo Credit : PTI)
IPL 2025ની શરૂઆત થઈ ચૂકી છે. આ વર્ષે શરૂઆતની મેચોમાં અનુભવી કરતા યુવા ખેલાડીઓએ વધુ પ્રભાવિત કર્યા છે. આગામી સમયમાં આ યુવા સ્ટાર ખેલાડીઓ પર ખાસ નજર રહેશે. IPL 2025 સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો



























































